લખાણ પર જાઓ

કલ્પના દત્ત

વિકિપીડિયામાંથી
કલ્પના દત્ત
અંગત વિગતો
જન્મ(1913-07-27)27 July 1913
શ્રીપુર, બૉલખાલી ઉપજિલ્લા, ચિત્તાગોંગ, બંગાલ પ્રાંત, બ્રિટિશ ભારત (હાલમાં બાંગ્લાદેશ)
મૃત્યુ8 February 1995(1995-02-08) (ઉંમર 81)
કલકત્તા, પશ્ચિમ બંગાળ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષઇન્ડિયન રીપબ્લીકન આર્મી, ચિત્તાગોંગ શાખા
ઈ.સ. ૧૯૪૦થી, કોમ્યુનીસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા
ક્ષેત્રભારતીય સ્વતંત્રતા ચળવળ કાર્યકર, ક્રાંતિકારી

કલ્પના દત્ત (૨૭ જુલાઈ ૧૯૧૩ - ૮ ફેબ્રુઆરી ૧૯૯૫) (પાછળથી કલ્પના જોશી) એક ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને સૂર્ય સેનની આગેવાની હેઠળ યોજાયેલી સશસ્ત્ર સ્વતંત્રતા ચળવળના સભ્ય હતા, જેણે ૧૯૩૦ માં ચિત્તગોંગ (ચટગાંવ) શસ્ત્રાગાર પર દરોડો પાડ્યો હતો.[૧] બાદમાં તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીમાં સામેલ થયા અને ઈ.સ. ૧૯૪૩ માં ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ પૂરણચંદ જોશી સાથે લગ્ન કર્યા. [૨]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

કલ્પના દત્તનો જન્મ બ્રિટિશ ભારતના બંગાળ પ્રાંતના ચિત્તાગોંગ જિલ્લાના એક ગામ શ્રીપુર ખાતે થયો હતો,[૩] (આ ગામ હવે બૉલખાલી ઉપજિલ્લા, બાંગ્લાદેશમાં આવેલું છે). ચિત્તાગોંગથી ઈ.સ. ૧૯૨૯ માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ કોલકાતા ગયા અને વિજ્ઞાનમાં સ્નાતકના અભ્યાસ માટે બેથુન કોલેજમાં જોડાયા. ટૂંક સમયમાં, તે છત્રિ સંગઠન નામના એક મહિલા વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા જે એક અર્ધ-ક્રાંતિકારી સંસ્થા હતી. તેમાં બીના દાસ અને પ્રીતિલતા વાડ્ડેદાર પણ સક્રિય સભ્ય હતા.[૪]

સશસ્ત્ર સ્વતંત્રતા ચળવળ[ફેરફાર કરો]

૧૮ એપ્રિલ ૧૯૩૦ ના રોજ ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. મે ૧૯૩૧ માં તેઓ સૂર્ય સેનની આગેવાની હેઠળ સશસ્ત્ર ક્રાંતિકારી જૂથ "ભારતીય રિપબ્લિકન આર્મી, ચટગ્રામ શાખા" માં જોડાયા. સપ્ટેમ્બર, ૧૯૩૧ માં સૂર્ય સેને તેને પ્રિતિલતા વાડ્ડેદારની સાથે ચિતાગોંગમાં યુરોપિયન ક્લબ પર હુમલો કરવાની જવાબદારી સોંપી. પરંતુ આ હુમલાના એક અઠવાડિયા પહેલા, તે વિસ્તારની જાસૂસી કાર્યવાહી કરતી વખતે તેણીની ધરપકડ કરવામાં આવી હતી. જામીન પર છૂટ્યા બાદ તે ભૂગર્ભમાં ગઈ હતી. ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૩ ના દિવસે પોલીસે તેમના છુપાવવાના સ્થાન ગેરીલા ગામને ઘેરી લીધું હતું, અને સૂર્ય સેનની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કલ્પના ત્યાંથી છટકી ગયાં.

છેવટે ૧૯મી મે ૧૯૩૩ ના દિવસે તેમની ધરપકડ કરવામાં આવી. ચિત્તાગોંગ આર્મરી રેઇડ કેસની બીજી પૂરક સુનવણીમાં, કલ્પનાને આજીવન હદપારની સજા કરવામાં આવી. તેણીને ૧૯૩૯ માં મુક્ત કરવામાં આવી હતી.

પછીનું જીવન[ફેરફાર કરો]

કલ્પના દત્તે ૧૯૪૦ માં કોલકાતા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા. ૧૯૪૩ ના બંગાળ દુષ્કાળ દરમિયાન અને બંગાળના ભાગલા દરમિયાન તેઓ રાહત કાર્યકર તરીકે કાર્ય કરતા હતા.[૫] તેણીએ બંગાળી ભાષામાં એક આત્મકથાત્મક પુસ્તક લખ્યું હતું, "চট্টগ্রামে আগাগোড়কারী রোগীদের সংসৃতি" જેનું અંગ્રેજી ભાષાંતર અરુણ બોઝ અને નિખિલ ચક્રવર્તી દ્વારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું આમુખ તેમના પતિ, અને એક સામ્યવાદી નેતા પી.સી. જોશી દ્વારા "ચિત્તાગોંગ આર્મરી રાઇડર્સ: રીમાઇન્સિસન્સ" તરીકે, ઓક્ટોબર ૧૯૪૫ માં અંગ્રેજીમાં પ્રકાશિત થયું.[૬] ઈ.સ. ૧૯૪૬ માં, તેઓ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ચિત્તાગોંગના ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર તરીકે લડી હતી, પરંતુ તે જીતી શકી ન હતી.

બાદમાં, તેઓ ભારતીય સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા, જ્યાં તેમણે નિવૃત્તિ સુધી કામ કર્યું. ૮ ફેબ્રુઆરી ૧૯૯૫ ના દિવસે તેમનું કોલકાતામાં અવસાન થયું.[૫]

અંગત જીવન[ફેરફાર કરો]

ઈ.સ. ૧૯૪૩ માં, તેમણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના તત્કાલીન મહાસચિવ, પૂરણચંદ જોશી સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્ર હતા: ચાંદ અને સૂરજ. ચાંદ જોશી (૧૯૪૬-૨૦૦૦) એક જાણીતા પત્રકાર હતા, જેમણે હિન્દુસ્તાન ટાઇમ્સ માટે કામ કર્યું હતું. તેઓ તેમની રચનાઓ, ભિંદ્રનવાલે: માન્યતા અને વાસ્તવિકતા(૧૯૮૫) માટે જાણીતા હતા. ચાંદની પત્ની માનીની (ચેટરજી) એ ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા પર એક પુસ્તક લખ્યું, તેનું શિર્ષક હતું ડૂ એન્ડ ડાઇ: ધ ચેટગ્રામ અપરાઈસિંગ ૧૯૩૦-૩૪.[૭]

કલાત્મક ચિત્રણ[ફેરફાર કરો]

ઈ.સ. ૨૦૧૦ માં, દીપિકા પાદુકોણે ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા પર આધારિત હિંદી ફિલ્મ ખેલેં હમ જી જાન સે માં કલ્પના દત્તની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ૧૨ ઑક્ટોબર, ૨૦૧૨ ના રોજ પ્રદર્શિત થઈ હતી. તેનું નિર્માણ અને નિર્દેશન બેદાબ્રાતા પેઇન દ્વારા કર્યું હતું જેઓ નાસાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક છે.

નોંધો અને સંદર્ભો[ફેરફાર કરો]

  1. Chandra, Bipan and others (1998). India's Struggle for Independence, New Delhi: Penguin Books,
  2. "Kalpana Joshi, 81; Struggled for India". The New York Times. 26 February 1995. મેળવેલ 19 May 2010.
  3. Sailesh Kumar Bandyopadhyay (2012), Banglapedia: National Encyclopedia of Bangladesh, Asiatic Society of Bangladesh 
  4. Jain, Simmi (2003). Encyclopaedia of Indian Women through the Ages. Vol.3. Delhi: Kalpaz Publications. પૃષ્ઠ 106. ISBN 81-7835-174-9. |volume= has extra text (મદદ)
  5. ૫.૦ ૫.૧ Nikhil Chakravartty, Kalpana Dutt's obituary in Mainstream, 18 February 1995.
  6. This book was reprinted in English in 1979. Its name in Bengali is চট্টগ্রাম অস্ত্রাগার আক্রমণকারীদের স্মৃতিকথা.
  7. "This above All". The Tribune (Chandigarh). 5 February 2000. મેળવેલ 19 May 2010.

બાહ્ય ક઼ડીઓ[ફેરફાર કરો]