દીપિકા પદુકોણ

વિકિપીડિયામાંથી
દીપિકા પદુકોણ
જન્મ૫ જાન્યુઆરી ૧૯૮૬ Edit this on Wikidata
કોપનહેગન Edit this on Wikidata
જીવન સાથીRanveer Singh Edit this on Wikidata
માતા-પિતા
 • પ્રકાશ પદુકોણ Edit this on Wikidata
કુટુંબઅનિશા પદુકોણ Edit this on Wikidata
પુરસ્કારો
 • Crystal Award (૨૦૨૦)
 • Time 100 (૨૦૧૮) Edit this on Wikidata
વેબસાઇટhttps://deepikapadukone.com/ Edit this on Wikidata
સહી

દીપિકા પદુકોણે (કન્નડ : ದೀಪಿಕಾ ಪಡುಕೋಣೆ; જન્મ: જાન્યુઆરી ૫, ૧૯૮૬) ભારતની સુપરમોડલમાંથી અભિનેત્રી બની છે અને બોલિવૂડની ફિલ્મોમાં ચમકી છે.

શરૂઆતના વર્ષો અને પૂર્વભૂમિકા[ફેરફાર કરો]

દીપિકાનો ૫ જાન્યુઆરી, ૧૯૮૬ના રોજ ડેનમાર્કનાં શહેર કોપેનહેગનમાં થયો હતો. તે જ્યારે ૧૧ મહિનાની થઈ ત્યારે તેનો પરિવાર બેંગલોર, ભારત આવીને વસ્યો.[૧]તેણીના માતા-પિતા ભારતના કર્ણાટક રાજ્યના ઉડુપિ જિલ્લાનાં કુંડાપુરા ગામના છે[૨]. તે જ્ઞાતિએ ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ છે અને તેની માતૃભાષા કોંકણી છે. તેણીના પિતા પ્રકાશ પદુકોણે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા નિવૃત્ત બેડમિન્ટનના ખેલાડી છે અને માતા ટ્રાવેલ એજન્ટ છે. અનિશા નામની પદુકોણેની એક નાની બહેન પણ છે, જેનો જન્મ ૧૯૯૧માં થયો હતો. નાના ભાઈ આદર્શનો જન્મ ૧૯૯૩માં થયો હતો.[૩]

દીપિકાએ બેંગલોર સ્થિત સોફિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો છે. તેણીએ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બેંગલોર સ્થિત માઉન્ટ કાર્મેલ કોલેજમાં લીધું[૪]. માધ્યમિક શાળામાં હતી ત્યારે તેણી પિતાની જેમ રાજ્ય સ્તરે બેડમિન્ટન રમતી અને પિતાની બેડમિન્ટન ક્લબની સભ્ય પણ હતી[૫]. જો કે બેડમિન્ટનના ખેલાડી તરીકે કારકિર્દી ઘડવાની તેની બહુ ઈચ્છા નહોતી અને આઈસીએસઈની પરિક્ષા પર ધ્યાન આપી શકાય તે હેતુથી તેણે બેડમિન્ટનની રમત છોડી દીધી[૬].

કારકિર્દી[ફેરફાર કરો]

મોડેલિંગ[ફેરફાર કરો]

કોલેજમાં હતી ત્યારે દીપિકાએ મોડેલ તરીકેની કારકિર્દી શરૂ કરી[૭]. વર્ષો સુધી તેણે લિરિલ, ડાબર લાલ દંતમંજન, ક્લોઝઅપ ટૂથપેસ્ટ અને લિમ્કા માટે મોડેલિંગ કર્યું અને ઘરેણાનું છૂટક વેચાણ કરતા ભારતીય સંસ્થાના આભૂષણ-ઘરેણાંશોની તે બ્રાન્ડ એમ્બેસેડર બની. સૌંદર્ય પ્રસાધનોની કંપની 'સંભવિત દિશા'એ તેણીને પોતાની આંતરરાષ્ટ્રીય પ્રવક્તા બનાવી. પાંચમા વાર્ષિક કિંગફિશર ફેશન પુરસ્કારમાં તેને "વર્ષની શ્રેષ્ઠ મોડલ" જાહેર કરવામાં આવી. ત્યાર બાદ ટૂંક સમયમાં જ ૨૦૦૬ માટે કિંગફિશર 'તરણવસ્ત્રો કેલેન્ડર'ની મોડલ તરીકે તેની પસંદગી થઈ અને આઈડિયા ઝી ફેશન પુરસ્કારમાં "વર્ષની શ્રેષ્ઠ મહિલા મોડેલ" તરીકે તથા "વર્ષના તાજગીસભર ચહેરા" તરિકે તેની પસંદગી થઈ.[સંદર્ભ આપો]કિંગફિશર એરલાઈન્સ અને ત્યાર બાદ 'લેવિ સ્ટ્રોસ' અને 'ટિસ્સોટ' કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ તેણી પસંદ થઈ.[૮].

અભિનય[ફેરફાર કરો]

મોડેલિંગમાં સફળ કારકિર્દી બાદ પદુકોણેએ અભિનય ક્ષેત્રે શરૂઆત કરી. તેણીએ હિમેશ રેશમિયાના સ્વતંત્ર પોપ આલ્બમ 'આપ કા સુરુર'ના ગીત નામ હૈ તેરાના મ્યુઝિક વિડીયોમાં પ્રથમ વાર અભિનય કરીને કારકિર્દીની શરૂઆત કરી. ૨૦૦૬માં તેણે કન્નડ ચલચિત્ર 'ઐશ્વર્યા'થી મોટા પડદે કારકિર્દી શરૂ કરી, જેમાં તેની સાથે અભિનેતા તરીકે ઉપેન્દ્ર હતા. ત્યાર બાદ ૨૦૦૭માં ફરાહ ખાનનાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર ચલચિત્ર ઓમ શાંતિ ઓમ દ્વારા તેણીએ બોલિવૂડમાં સફળ શરૂઆત કરી, જેમાં તેની સામે શાહરૂખ ખાન હતા[૯][૧૦]. ફિલ્મમાં તેને ૧૯૭૦ના દસકાની લોકપ્રિય અભિનેત્રી શાંતિપ્રિયા તરીકે અને બાદમાં શાંતિપ્રિયા જેવી જ દેખાતી યુવતી સંધ્યા તરીકે રજૂ કરવામાં આવી છે. તેના અભિનયની પુષ્કળ પ્રશંસા થઈ અને અભિનેત્રી તરીકે તેને ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર મળ્યો અને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે નામાંકન મેળવ્યું. ઇન્ડિયાએફએમના તરણ આદર્શે નોંધ્યું હતું કે, "ટોચના સિતારા બનવા માટે દીપિકા પાસે બધું જ છે- વ્યક્તિત્વ, દેખાવ અને હા, આવડતની રીતે પણ તેણી ચડિયાતી છે. શાહરૂખ ખાનની સામે તેમના જેટલો જ સક્ષમ અભિનય આપવો તે કોઈ નાની સિદ્ધિ નથી. તાજી હવાની લહેર બનીને તે આવી છે!"[૧૧]. તે પછી દીપિકા સિદ્ધાર્થ આનંદની બચના એ હસીનો (૨૦૦૮)માં રણવિર કપૂરની સામે જોવા મળી અને ત્યાર બાદ વોર્નર બ્રધર્સના સહયોગથી બનેલી બોલિવૂડ ફિલ્મ ચાંદની ચોક ટુ ચાઈનામાં હતી, જે જાન્યુઆરી ૧૬, ૨૦૦૯ના રોજ પ્રદર્શિત થઈ.

પુરસ્કારો અને નામાંકનો[ફેરફાર કરો]

ફિલ્મફેર પુરસ્કારો[ફેરફાર કરો]

વિજેતા

નામાંકન

સ્ટાર સ્ક્રીન પુરસ્કાર[ફેરફાર કરો]

વિજેતા

ઝી સિને પુરસ્કાર[ફેરફાર કરો]

વિજેતા

નામાંકન

આઈફા (IIFA) એવોર્ડ્સ-પુરસ્કાર[ફેરફાર કરો]

વિજેતા

નામાંકન

સ્ટારડસ્ટ પુરસ્કાર[ફેરફાર કરો]

નામાંકન

અપ્સરા ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ પુરસ્કાર[ફેરફાર કરો]

વિજેતા

 • ૨૦૦૮: અપ્સરા ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ પુરસ્કાર 'શ્રેષ્ઠ મહિલા નવોદિત'; ઓમ શાંતિ ઓમ[૨૦]

અન્ય પુરસ્કારો[ફેરફાર કરો]

 • ૨૦૦૭: સ્ટારના સબસે ફેવરિટ કૌન પુરસ્કાર, 'સબસે ફેવરિટ નયી હીરોઈન'; ઓમ શાંતિ ઓમ[૨૧]
 • ૨૦૦૭:એચટી કાફે ફિલ્મ પુરસ્કાર, 'શ્રેષ્ઠ નવોદિત (મહિલા)નો પુરસ્કાર'; ઓમ શાંતિ ઓમ
 • ૨૦૦૮:વાર્ષિક મધ્ય યુરોપીયન બોલિવૂડ પુરસ્કાર, 'સૌને ચોંકાવનાર મહત્વની ભૂમિકા (મહિલા)'; ઓમ શાંતિ ઓમ

ફિલ્મોગ્રાફી[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મ-ચલચિત્ર ભૂમિકા અન્ય વિગતો
૨૦૦૬ ઐશ્વર્યા ઐશ્વર્યા કન્નડચલચિત્ર
૨૦૦૭ ઓમ શાંતિ ઓમ શાંતિપ્રિયા/
સંધ્યા(સેન્ડી)
બેવડી વિજેતા, ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર &
સોની હેડ એન્ડ શોલ્‍ડર્સનો વર્ષના તાજગીસભર ચહેરાનો પુરસ્કાર.
નામાંકિત, ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર
૨૦૦૮ બચના એ હસીનો ગાયત્રી
૨૦૦૯ ચાંદની ચોક ટુ ચાઈના સખી/મ્યાઉ મ્યાઉ બેવડી ભૂમિકા
બિલ્લુ તેણી પોતે લવ મેરા હિટ હિટ ગીતમાં વિશેષ ઉપસ્થિતિ
લવ આજ કલ મીરા નિર્માણાધિન
2010 કાર્તિક કોલિંગ કાર્તિક
હાઉસફુલ
લફંગે પરીન્દે પીંકી પાલકર
બ્રેક કે બાદ આલિયા ખાન
2010 ખેલે હમ જી જાન સે કલ્પના દત્તા
2011 દમ મારો દમ અનામાંકિત
આરક્ષન પૂર્બી આનંદ
દેશી બોયઝ રાધિકા અવસ્થી
કોકટેલ વેરોનિકા માલાનેય શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ
2013 રેસ 2 અલીના મલિક
બૉમ્બે ટૉકીઝ પોતાની ભૂમિકામાં ગીતમાં ખાસ દેખાવ "અપના બૉમ્બે ટૉકીઝ"
યે જવાની હૈ દીવાની નૈના તલવાર
ચેન્નાઇ એક્સપ્રેસ મિનલોચાની

અઝહાગુસુન્દરમ

શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ
ગોલિયોન કી રાસલીલા રામ-લીલા લીલા સનેરા ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ
2014 કોચડૈયાં પ્રિંસેસર્સ વાધના તમિલ ફિલ્મ

એનિમેશન ફિલ્મ

ફિંડિંગ ફેની એન્જેલીના 'એન્જી' એઉચરિસ્ટિકા ઇંગલિશ ભાષા ફિલ્મ
હેપી ન્યૂ યર મોહિની જોશી
2015 માય ચોઈસ પોતાની ભૂમિકામાં શોર્ટ

ફિલ્મ

પીકુ પીકુ બેનરજી ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ
તમાશા તારા મહેશ્વરી
બાજીરાવ મસ્તાની મસ્તાની શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન, ફિલ્મફેર એવોર્ડ
2017 XXX: રીટર્ન ઓફ ઝેન્ડર કેજ સેરેના ઉન્જર હોલિવૂડ ફિલ્મ
2018 પદ્માવત રાણી પદ્માવતી

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "A smashing success". Newindpress.com. મેળવેલ 2005-06-24.[હંમેશ માટે મૃત કડી]
 2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-10.
 3. "'I'm completely charmed by Ranbir'". Times of India (Chaturvedi, Vinita). મેળવેલ 2008-08-29.
 4. http://entertainment.oneindia.in/celebrities/star-profile/deepika-padukone-profile-040907.html[હંમેશ માટે મૃત કડી]
 5. "Transcript of LIVE CHAT with Model, Deepika Padukone at 12 noon on Thursday, March 3, 2005 in Mumbai". Indiatimes.com. મૂળ માંથી 2007-12-19 પર સંગ્રહિત. મેળવેલ 2005-03-03.
 6. "Deepika Padukone - Biography". DeepikaPadukone.com. મૂળ માંથી 2008-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-12.
 7. "Smash hit on the ramp". Indiatimes.
 8. "Buy Deepika Padukone's pair of jeans". oneindia.com.[હંમેશ માટે મૃત કડી]
 9. "Box Office 2007". BoxOffice India.com. મૂળ સંગ્રહિત માંથી 2012-07-30 પર સંગ્રહિત. મેળવેલ March 7. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Check date values in: |access-date= (મદદ)
 10. "Overseas Earnings (Figures in Ind Rs)". BoxOffice India.com. મૂળ માંથી 2012-05-25 પર સંગ્રહિત. મેળવેલ March 7. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (મદદ); Check date values in: |access-date= (મદદ)
 11. Adarsh, Taran (November 7, 2007). "Movie Review: Om Shanti Om". IndiaFM. મેળવેલ 2007-12-18.
 12. ૧૨.૦ ૧૨.૧ Bollywood Hungama News Network (February 23, 2008). "Winners of 53rd Fair One Filmfare Awards". IndiaFM. મેળવેલ 2008-02-23.
 13. Bollywood Hungama News Network (February 6, 2008). "Nominees - 53rd Annual Filmfare Awards". IndiaFM. મેળવેલ 2008-02-06.
 14. ૧૪.૦ ૧૪.૧ IBNLive.com (January 10, 2008). "Taare... sweeps Screen Awards, but Chak De named best film". CNN-IBN. મેળવેલ 2008-01-10.
 15. Bollywood Hungama News Network (April 27, 2008). "Winners of the Zee Cine Awards 2008". IndiaFM. મૂળ માંથી 2011-08-14 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-27.
 16. Nijjar, Lucky (March 29, 2008). "ZEE Cine Awards nominations list announced". Biz Asia. મૂળ માંથી 2011-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-01.
 17. "And the award goes to..." IBNLive. June 9, 2008. મેળવેલ 2008-06-08.
 18. Bollywood Hungama News Network (April 16, 2008). "Nominations for the IIFA Awards 2008". IndiaFM. મેળવેલ 2008-06-08.
 19. IndiaFM News Bureau (December 25, 2007). "Nominations for Max Stardust Awards 2008". IndiaFM. મેળવેલ 2007-12-31.
 20. PTI (March 31, 2008). "'Chak De..' has a field day at Producers Guild Awards". The Hindu. મૂળ માંથી 2013-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-04-01.
 21. Indiantelevision.com Team (December 24, 2007). "SRK is Star Gold's 'Sabsey' favourite hero". Indiantelevision.com. મેળવેલ 2007-12-24.