લખાણ પર જાઓ

ઇન્દ્રરાજ

વિકિપીડિયામાંથી
(કસ્તુરો થી અહીં વાળેલું)

ઇન્દ્રરાજ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Turdidae
Genus: 'Myophonus'
Species: ''M. horsfieldii''
દ્વિનામી નામ
Myophonus horsfieldii
Vigors, 1831

કદ અને દેખાવ

[ફેરફાર કરો]

પૂખ્ત પક્ષી ૨૫ સે.મી.લંબાઇ ધરાવે છે.રંગ ભૂરો કાળો અને કપાળ તથા ખભા પર ચળકતા ભૂરા ડાઘ હોય છે.આંખ,ચાંચ અને પગ કાળા રંગના હોય છે.નર તથા માદા સરખો દેખાવ ધરાવે છે.


વિસ્તાર

[ફેરફાર કરો]

પશ્ચિમઘાટ (સહ્યાદ્રી)નાં પહાડી પ્રદેશ (મલબાર) તથા મધ્ય ભારત અને પૂર્વઘાટમાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લા અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે. તેને ખાસ તો લીલાં, ગાઢ જંગલો પસંદ આવે છે.

ખોરાકમાં જીવાત,દેડકા અને ઇયળો ખાય છે.

આ એક ગાયકપક્ષી છે,ઉનાળા દરમિયાન ઝાડનીં ઘટામાંથી નરનું વૈવિધ્યપૂર્ણ સીટી ગાયન સાંભળવા મળે છે.તેના મધુર અવાજને કારણે લોકો ક્યારેક તેને પાળે પણ છે.

આ પક્ષી માર્ચ થી ડીસેમ્બરમાં ઇંડા મૂકે છે.ઘાંસ,વાંસનાં મૂળ,શેવાળ વિગેરેથી તે વાટકા આકારનો માળો,ઝાડની બખોલમાં કે મોટા ખડકનીં ધારે બનાવે છે.તેનો માળો નિચેથી પહોળો અને ઉપર સાંકડો તથા ગારા વડે ખડક સાથે ચોંટાડેલ હોય છે.તે માળામાં ૨ થી ૪ ઇંડા મૂકે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • Birds of India by Grimmett, Inskipp and Inskipp, ISBN 0-691-04910-6
  • Thrushes by Clement and Hathaway, ISBN 0-7136-3940-7
  • Ambedkar,V C (1991) Long distance movement of a Malabar Whistling Thrush (Myiophonus horsfieldii) (Vigors) in the Western Ghats. J. Bombay Nat. Hist. Soc. 88(1), 113
  • Harish, B T (1977) The Malabar Whistling Thrush. Newsletter for Birdwatchers, India. 17(11):8.
  • Betham,R M (1903) Curious site for nesting chosen by the Malabar Whistling-Thrush Myiophoneus horsfieldi. J. Bombay Nat. Hist. Soc. 14(4), 815.
  • Ananth, G (1982) Malabar Whistling Thrush near Madanapalle. Newsletter for Birdwatchers, India. 22(3-4), 10-11.
  • Thakker,P S (1980) Malabar Whistling Thrush and Chestnutheaded Bee-eater. Newsletter for Birdwatchers, India. 20(11), 3-4.
  • Bharos, A M K (1996) Range extension of the Malabar Whistling Thrush, Myiophonus horsfieldii (Vigors). J. Bombay Nat. Hist. Soc. 93(2), 295.
  • McCann,C (1931) Notes on the Whistling School Boy or Malabar Whistling Thrush (Myiophoneus horsfieldi, Vigors). J. Bombay Nat. Hist. Soc. 35(1), 202-204.