કાનજીભાઇ મગનભાઇ પટેલ
કાનજીભાઈ મગનભાઈ પટેલ (૩૦ માર્ચ ૧૯૩૬) નો જન્મ ગુજરાત રાજ્યના ચિખલી તાલુકાના બોડવાંક ગામે થયો હતો. તેઓ એક સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મી અનેક સંઘર્ષોમાંથી પસાર થઇ ચૂક્યા છે.
જીવન
[ફેરફાર કરો]તેઓ અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રના વિષયો સાથે ૧૯૫૮માં સ્નાતક થયા પછી સરકારી નોકરીમાં જોડાયા. સાતેક વર્ષ નોકરી કરી, પછી તેઓએ ભારતીય જનસંઘ અને એનું નવું સ્વરૂપ ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો. ગુજરાતના ભારતીય જનતા પક્ષમાં તેઓ પ્રથમ હરોળના આદિવાસી કાર્યકર્તા છે.
ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના સભ્ય અને કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે સેવા આપનાર શ્રી કાનજીભાઈ ગુજરાતના બધા જ વિસ્તારોમાં સુપરિચિત છે. સંગઠનના અનેક હોદ્દાઓ ઉપર રહી એમણે રાજ્ય તેમ જ રાષ્ટ્રને લાંબા સમય સુધી સેવા આપેલ છે. તેઓ ઇ.સ. ૨૦૦૮થી ઈ.સ. ૨૦૧૨ સુધી રાજ્ય સભાના સભ્ય રહ્યા,[૧] તેઓ હાલમાં ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય મંત્રી છે.
સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |