લખાણ પર જાઓ

કામરુ, હિમાચલ પ્રદેશ

વિકિપીડિયામાંથી
Kamru fort, Kinnaur
કામરુ કિલ્લો

કામરુ (અંગ્રેજી: Kamru) ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નોર જિલ્લામાં આવેલ એક ગામ છે, જે સાંગલા વેલી તરીકે ઓળખાતા બાસ્પા નદીના ખીણ-પ્રદેશમાં સ્થિત થયેલ છે. આ ગામ દરિયાઈ સપાટી થી 2,700 મીટર જેટલી ઊંચાઈ પર આવેલ છે.

આ ગામમાં એક પ્રાચીન રજવાડા (બુશહર રજવાડું -Bashahr principate)ની રાજધાની હતું[]. તે ખાસ કરીને મિનારા જેવા આકારના તેમ જ સૌથી વધુ ઊંચાઈ પર આવેલા કિલ્લા માટે જાણીતું હતું, જેની રચના ભગવાન બદરીનાથજી દ્વારા હજારો વર્ષ પહેલા કરવામાં આવી હતી. અહીંના કિલ્લાની અંદર લગભગ ૩૬ કરોડ (360,000,000) દેવી-દેવતાઓ છે. અહીં કામાખ્યા દેવીની પણ એક પ્રતિમા કિલ્લા પરિસરની અંદર છે, જે ઘણા વર્ષ પહેલાં આસામ ખાતેથી લાવવામાં આવી હતી. આ ગામ લગભગ પર્યટન-સ્થળ સાંગલા ખાતેથી ૨ કિ. મી. જેટલા અંતરે, કિન્નર કૈલાસ પર્વત (ભગવાન શિવનું ઘર)ની તળેટીમાં આવેલ છે.

સંદર્ભો

[ફેરફાર કરો]

Coordinates: 28°50′N 78°51′E / 28.833°N 78.850°E / 28.833; 78.850