કામરેજ
Appearance
કામરેજ | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 21°08′11″N 72°57′26″E / 21.13637°N 72.95718°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૬,૦૭૮ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
કામરેજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલું શહેર છે. તે તાલુકાનું મુખ્ય મથક પણ છે. કામરેજમાં મુંબઈથી દિલ્હીના રાષ્ટ્રિય ધોરીમાર્ગ ૮ પરનું જકાત નાકું આવેલું છે.
વસતિ
[ફેરફાર કરો]૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે[૧] કામરેજની વસતિ ૧૬,૦૭૮ વ્યક્તિઓની હતી. પુરુષોની સંખ્યા ૮૩૨૭ અને સ્ત્રીઓની સંખ્યા ૭૭૫૧ હતી. કામરેજનો સાક્ષરતા દર ૮૧.૩૮% હતો જે રાષ્ટ્રિય સરેરાશ દર કરતાં વધુ હતો. પુરુષોમાં સાક્ષરતા ૮૭.૬૪% અને સ્ત્રીઓમાં ૭૪.૭૨% હતી. વસતિના ૧૩% લોકોની ઉંમર ૬ વર્ષથી નીચેની હતી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Kamrej Village Population, Caste - Kamrej Surat, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૧ જુલાઇ ૨૦૧૭.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |