લખાણ પર જાઓ

કાળીચૌદશ

વિકિપીડિયામાંથી

કાળીચૌદશ કે કાળીચૌદસ (ક્યારેક ભૂલમાં ખોટી જોડણી સાથે કાળી ચૌદશ) દિવાળીની આગલી રાત્રે એટલે કે આસો વદ ચૌદશના દિવસે ઉજવાતો તહેવાર છે. ધનતેરશ પછીના દિવસને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણાવાળાં વડાં અને પૂરી, ઘર નજીકનાં ચારરસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું.

કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરી ને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા હતા, જેથી કરીને તેનું નામ નરકચતુર્દશી પડેલું છે. કાળીચૌદશ એ મેલીવિદ્યાનાં સાધકોનો પ્રિય દિવસ છે અને તેઓ એમ માને છે કે આજના દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.