કી ગોમ્પા (બૌદ્ધ મઠ)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કી ગોમ્પા (બૌદ્ધ મઠ)
Ki-Gompa Spiti.jpg
કી ગોમ્પા
ધર્મ
જોડાણબૌદ્ધ
જિલ્લોલાહૌલ અને સ્પિતી
દેવી-દેવતાબુદ્ધ
તહેવારચામ ઉત્સવ
સ્થાન
સ્થાનકાજા થી ૧૨ કિલોમીટર અંતરે
રાજ્યહિમાચલ પ્રદેશ
દેશભારત
કી ગોમ્પા (બૌદ્ધ મઠ) is located in Himachal Pradesh
કી ગોમ્પા (બૌદ્ધ મઠ)
હિમાચલ પ્રદેશના નક્શામાં સ્થાન
અક્ષાંસ-રેખાંશ32°17′51.84″N 78°00′43.17″E / 32.2977333°N 78.0119917°E / 32.2977333; 78.0119917Coordinates: 32°17′51.84″N 78°00′43.17″E / 32.2977333°N 78.0119917°E / 32.2977333; 78.0119917
સ્થાપત્ય
સ્થાપત્ય પ્રકારબૌદ્ધ મઠ
સ્થાપત્ય શૈલીતિબેટિયન શૈલી
પૂર્ણ૧૩મી સદી

કી ગોમ્પા (બૌદ્ધ મઠ) (અંગ્રેજી: KYE) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના લાહૌલ અને સ્પિતી જિલ્લાના કાજાથી આશરે ૧૨ કિલોમીટર અંતરે આવેલ છે.[૧] આ મઠની સ્થાપના ૧૩મી સદી થઈ હતી. આ સ્પિતી વિસ્તારનો સૌથી મોટો મઠ છે. આ મઠ દૂરથી લેહ સ્થિત થિક્સે મઠ જેવો લાગે છે. આ મઠ દરિયાઈ સપાટીથી ૧૩,૫૦૪ ફીટ જેટલી ઉંચાઈ પર એક શંકુ આકારના વિશાળ ખડક પર બાંધવામાં આવેલ છે. સ્થાનિક લોકો માને છે કે આનું નિર્માણ રિંગછેન સંગપો દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ મઠ મહાયાન બૌદ્ધના જેલૂપા સંપ્રદાય સાથે સંબંધિત છે. આ મઠ ખાતે ૧૯મી સદીમાં શીખ અને ડોગરા શાસકોએ આક્રમણ પણ કર્યું હતું. આ ઉપરાંત તે ઇ.સ. ૧૯૭૫ ના વર્ષમાં આવેલ ધરતીકંપ પછી પણ સલામત રહ્યો છે. આ મઠ ખાતે કેટલોક પ્રાચીન હસ્તપ્રતો અને થંગકાસનો સંગ્રહ છે. આ ઉપરાંત અહીં કેટલાક શસ્ત્રો પણ રાખવામાં આવેલ છે. અહીં દર વર્ષે જૂન-જુલાઈ મહિનામાં 'ચામ ઉત્સવ' ઉજવવામાં આવે છે.

ઈ. સ. ૨૦૦૦ના 'કાલચક્ર અભિષેક'નું આયોજન આ મઠ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સ્વયં દલાઈ લામા દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

સંદર્ભો[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • Key Monastery પ્રવાસન માહિતી વિકિવોયજ પર