કૃષ્ણકાન્ત કડકિયા

વિકિપીડિયામાંથી

કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ કડકિયા (૨૯ સપ્ટેમ્બર, ૧૯૪૦) નો જન્મ દેવગઢબારિયા, પંચમહાલમાં થયો હતો. તેઓ ગુજરાતી લેખક છે. નાટ્યશાસ્ત્રના નિષ્ણાત હોવાથી તેમણે ભવાઈ જેવા લોકનાટ્ય પર સંશોધન કર્યું છે અને નાટકોનું સંપાદન કર્યું છે.

જીવન[ફેરફાર કરો]

તેમણે એમ.એ. અને પીએચ.ડી. તેમજ ડિપ્લોમા ઈન ડ્રામાનો અભ્યાસ કર્યો છે. તેઓ સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, અમદાવાદમાંથી અધ્યાપક તરીકે નિવૃત થયા હતા.

સાહિત્ય સર્જન[ફેરફાર કરો]

 • સંશોધન :
  • લોકનાટ્ય-ભવાઈ (૧૯૯૦)
  • જસમા : લોકનાટ્ય પ્રયોગ-શિલ્પની દ્રષ્ટિએ (૧૯૮૮)
  • ભવાઇ : ભક્તિ, રસ અને આહાર્ય (૨૦૦૩)
  • શર્વિલક : નાટ્ય પ્રયોગ શિલ્પની દ્રષ્ટિએ (૧૯૭૯)
 • નવલકથા :
  • સ્વરૂપ (૧૯૭૦)
  • પાનમ તારાં પાણીડાં કોણ પીશે? (૧૯૯૩)
 • મહાનિબંધ:
  • ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૪૯ સુધીની ગુજરાતી અને હિન્દીની ઐતિહાસિક નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ ખંડ-૧, ૧૯૭૮; ખંડ-૨, ૧૯૮૧
 • નાટ્ય વિવેચન :
  • રૂપિત, ૧૯૮૨; અભિનિત, ૧૯૮૬; અને બીજા ગ્રંથો
 • સંપાદન :
  • કાવ્ય ગંગ-દ્રુમ છાયા, ૧૯૬૦; દેવદર્શન; ૨૨ નિબંધો, ૧૯૬૧; શબ્દ સિદ્ધિ, ૧૯૯૨; બકુલ જોશીપુરાનાં નાટકો, ૨૦૦૮ અને બીજાં ગ્રંથો.

પારિતોષિક[ફેરફાર કરો]

 • ભવાઈ, નટ, નર્તન, અને સંગીત સંશોધન (૧૯૯૪)
 • ભવાઈ : સ્વરૂપ અને લક્ષણો, સંશોધન, (૧૯૯૬) (ગુ. સા. અકાદમી દ્વારા)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]