લખાણ પર જાઓ

કે પ્રસાદ બાબુ

વિકિપીડિયામાંથી
કે પ્રસાદ બાબુ
એસી
જન્મ નામકર્નમ લીલા વેંકટ શ્રીહરિ નાગા વારાપ્રસાદ
જન્મ૧૯૮૧[૧]
માર્તુરુ ગામ, વિશાખાપટ્ટણમ જિલ્લો[૨]
મૃત્યુ૧૭ એપ્રિલ ૨૦૧૩(2013-04-17)
આંધ્ર પ્રદેશ-છત્તીસગઢ સરહદ
દેશ/જોડાણ India
સેવા/શાખાઆંધ્ર પ્રદેશ પોલીસની ગ્રેહાઉન્ડ ખાસ દળ ટુકડી
સેવાના વર્ષો૨૦૦૪-૨૦૧૩[૨]
હોદ્દો
સબ-ઇન્સપેક્ટર
નાયબ એસોલ્ટ કમાન્ડરDeputy-Assault Commander
પુરસ્કારોઅશોક ચક્ર (મરણોત્તર)

કે પ્રસાદ બાબુ, એસી (૧૯૮૧-૧૭ એપ્રિલ ૨૦૧૩) એ આંધ્ર પ્રદેશ પોલીસની ગ્રેહાઉન્ડ ખાસ દળના એક ભારતીય પોલીસ અધિકારી હતા. તેમને મરણોત્તર ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો. તેમણે ૨૦૧૩માં નવ માઓવાદીઓને ઠાર મારવામાં અને ચાર પોલીસ અધિકારીઓના જીવ બચાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

બાબુ આંધ્ર પ્રદેશના પ્રથમ અધિકારી બન્યા જેમને અશોક ચક્ર એનાયત કરાયું હોય.

અંગત જીવન[ફેરફાર કરો]

પ્રસાદ બાબુનો જન્મ ૧૯૮૧માં માર્તુરુ, વિશાખાપટનમ જિલ્લો ખાતે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા કર્નમ વેંકટ રામન્ના નાયડુ અને માતા સત્યવતી હતા. તેમના પિતા આંધ્ર પ્રદેશ પોલીસના એક નિવૃત્ત હવાલદાર હતા.

પોલીસ કારકિર્દી[ફેરફાર કરો]

૨૬ જાન્યુઆરી ૨૦૧૪ ના રોજ કે પ્રસાદ બાબુના પિતાને મરણોત્તર અશોક ચક્ર એનયાત કરતા તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી.

પ્રસાદ બાબુ ૨૦૦૪માં આંધ્ર પ્રદેશ પોલીસમાં જોડાયા અને પાછળથી તેમને ગ્રેહાઉન્ડ ખાસ દળોમાં નિયુક્ત કરવામાં આવ્યા. આંધ્ર પ્રદેશ-છત્તીસગઢ સરહદ પર નિયુક્ત કરેલ તેમની ગ્રેહાઉન્ડ ટુકડીનું તેઓ નેતૃત્ત્વ કરી રહ્યા હતા.[૩]

૧૬ એપ્રિલ ૨૦૧૩ના રોજ આશરે ૭૦ માઓવાદીઓએ ગ્રેહાઉન્ડ ટુકડી પર ઘાત લગાવી અને હુમલો કર્યો અને બોમ્બમારો કર્યો. પ્રસાદ બાબુએ વળતા હુમલાનું નેતૃત્વ કર્યું અને નવ ટોચના માઓવાદીઓને મારી નાખ્યા અને અન્યને ઘાયલ કર્યા. પોલીસને હેલિકોપ્ટર દ્વારા પાછા લઈ જવાઈ રહ્યા હતા ત્યારે આશરે ૧૦૦ માઓવાદીઓએ હેલિકોપ્ટર પર હુમલો કર્યો. આ તબક્કે હેલિકોપ્ટરે પાંચ ફેરા પુરા કર્યા હતા અને માત્ર ૧૯ પોલીસ અધિકારીઓ બચ્યા હતા. આ સમયે ૧૪ અધિકારીઓ હેલિકોપ્ટરમાં ચડ્યા જ્યારે પાંચ અધિકારી તેમને રક્ષણ આપવા નીચે રહ્યા જેમાં બાબુ પણ સામેલ હતા.

જેવું હેલિકોપ્ટર રવાના થયું કે વધુ માઓવાદી આવ્યા અને બાબુ અને અન્યને ઘેરી લીધા. બાબુએ અન્ય ચાર પોલીસ અધિકારીઓને દક્ષિણ તરફ સુરક્ષિત સ્થળે જવા કહ્યું અને પોતે આશરે ૨૦૦ માઓવાદીઓ સાથે લડવા લાગ્યા. બાદમાં માઓવાદીઓએ તેમને પકડી લીધા અને તેમને યાતના આપી અને મારી નાખ્યા.

તેમણે નવ માઓવાદીઓને મારવામાં અને ચાર અધિકારીઓના જીવ બચાવવામાં પાયાની ભૂમિકા ભજવી.[૪]

૧૫ ઓગષ્ટ ૨૦૧૩ના રોજ તેમને ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મૃત્યુપર્યંત અશોક ચક્ર માટે નામાંકિત કર્યા હતા અને તેમના વતી તેમના પિતાએ ૨૬ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.

પ્રશસ્તિ પત્ર[ફેરફાર કરો]

તેમને એનાયત પદકનો પ્રશસ્તિ પત્ર નીચે મુજબ લખાણ ધરાવે છે:

શ્રી પ્રસાદ બાબુએ માઓવાદીઓ સામે લડતાં અપ્રતીમ સાહસ, ફરજ પ્રત્યેની અપાર નિષ્ઠા અને ઉત્કૃષ્ટ નેતૃત્વનું પ્રદર્શન કરી અને સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Tanima Biswas (26 January 2014). "Ashok Chakra for Andhra Pradesh's braveheart cop, who died fighting Maoists". NDTV. મેળવેલ 1 June 2014.
  2. ૨.૦ ૨.૧ "Brave AP Police Inspector Late Prasad Babu selected for Ashokchakra". Eenadu Official Youtube Portal. 14 August 2013. મેળવેલ 27 May 2014.
  3. "V. Prasad Babu getting the Ashoka Chakra award : pranab mukherjee". ABN Official Youtube Channel. મેળવેલ 27 May 2014.
  4. "Posthumous Ashok Chakra to Andhra Pradesh's anti-Naxal unit cop". Deccan Chronicle. 26 January 2014. મેળવેલ 27 May 2014.