કોંકણ રેલ્વે

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કોંકણ રેલ્વે ભારતીય રેલ્વેની એક આનુષાંગિક કંપની છે. કોંકણ રેલ્વે કોંકણ પ્રદેશના દરિયાઇ કાંઠા વિસ્તારમાં રેલવેનું પરિવહન સંભાળે છે. કોંકણ રેલ્વે દ્વારા મેંગલોર અને મુંબઇને જોડતા રેલમાર્ગનું નિર્માણ, સંચાલન તેમ જ દિલ્હી મેટ્રો રેલનું નિર્માણ જેવા વિકટ કાર્યો સફળતાપૂર્વક પુરાં કરવામાં આવ્યાં છે. કોંકણ રેલ્વે હાલ જમ્મુથી શ્રીનગર રેલમાર્ગનું ભગીરથ કાર્ય બજાવી રહી છે.

કોંકણ રેલ્વેને ટુંકા નામથી કે આર તરીકે ઓળખવામાં આવે છે. આ રેલવે કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયની સીધી દેખરેખ હેઠળ ચાલે છે.


આ રેલ્વે કંપનીની સ્થાપના જાન્યુઆરી ૨૬, ૧૯૯૮ના દિવસે થઇ હતી. કોંકણ રેલ્વેનું મુખ્ય કાર્યાલય નવી મુંબઇના બેલાપુરમાં આવેલું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]