કોદરા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Paspalum scrobiculatum
Starr 030405-0044 Paspalum scrobiculatum.jpg
Kodo Millet in Chhattisgarh.jpg
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): સપુષ્પી
(unranked): એકદળી
(unranked): કોમેલિનિડ્સ
Order: પોએલ્સ
Family: પોએસી
Subfamily: પેનિકોઇડી
Tribe: પેનિસી
Genus: પેસ્પાલમ (Paspalum)
Species: સ્ક્રોબિક્યુલેટમ (P. scrobiculatum)
દ્વિનામી નામ
પેસ્પાલમ સ્ક્રોબિક્યુલેટમ (Paspalum scrobiculatum)
લિનિયસ (L.)
અન્ય નામ

પેનિકમ ફ્રુમેન્ટેશિયમ (Panicum frumentaceum Rottb.)

કોદરા એક ખડધાન્ય છે તેને સંસ્કૃતમાં કોદ્રવા (कोद्रवा:) કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ પેસ્પાલમ સ્ક્રોબિક્યુલેટમ છે. આ ધાન્ય પોએસી કૂળનું મનાય છે. સામાન્ય અંગ્રેજીમાં તેને કોડા મીલેટ, કોડો મીલેટ કે કોડ્રા મીલેટ કહે છે. તમિળ ભાષામાં તેને વારાકુ કે કરુવારુકુ કહે છે. આ ધાન્યની જંગલી જાતો સમગ્ર આફ્રિકામાં ફેલાયેલી છે.

કોદરાના દાણા રાઇથી મોટા, લાલ અને ફોતરીવાળા હોય છે. કોદરાને ખડની માફક થૂંબડું થઈ અંદરથી સળી નીકળી ઉપર ડૂંડી થાય છે. કોદરાની કંઠી કાળી થાય એટલે કોદરા તૈયાર થયા ગણાય છે. તેની ચાર જાત હોય છે: રામેશ્વરી, શિવેશ્વરી, હરકોણી અને માંજર[૧].

કોદરા બગડતા કે સડતા નથી. પ્રાચીન કાળમાં દુકાળના સમય માટે કોદરાની મોટી વખારો ભરી રાખવામાં આવતી. તે સાધારણ રીતે ગરીબ લોકોમાં વપરાય છે[૨].

આ ધાન્ય હજી પણ આફ્રિકાનું પારંપારિક અન્ન છે. આધુનિક સંસ્કૃતિમાં ઓછા પ્રચલિત એવા આ ધાન્યમાં લોકોમાં પોષક તત્વોના સ્તરને સુધારવાની, ખોરાક સંરક્ષણ વધારવાની, ગ્રામીણ વિકાસને સાહાયક થવાની અને જમીન સંરક્ષણ કરવાની ક્ષમતાઓ રહેલી છે[૩].

જૂના સમયમાં ભારતના ગુજરાતમાં આનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હતું અને ગુજરાતી રસોઈમાં તેનો ઉપયોગ પણ સારા પ્રમાણમાં થતો હતો. પરંતુ છેલ્લા ૪-૫ દાયકાથી ઘઉં, ચોખાના વાવેતર થતા તેના વાવેતરમાં અને વપરાશમાં ઘટાડો આવ્યો છે.

સંદર્ભ[ફેરફાર કરો]