કોયના નદી
Appearance
કોયના નદી | |
---|---|
કોયના નદી | |
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | હંટર્સ પોઇન્ટ, મહાબળેશ્વર નજીક |
નદીનું મુખ | કરાડ, કૃષ્ણા નદી |
લંબાઇ | 130 km (81 mi) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | કૃષ્ણા નદી |
કોયના બંધ બનાવે છે અને કોયના વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીમાંથી પસાર થાય છે. |
કોયના નદી એ મહારાષ્ટ્ર રાજ્યની મુખ્ય નદી છે. આ નદીનો ઉદ્ગમ દરિયાઈ સપાટીથી ૧૪૩૮ મીટરની ઊંચાઈ પર આવેલા મહારાષ્ટ્ર રાજ્યના મહાબળેશ્વર ખાતે મહાબળેશ્વર મંદિરથી થાય છે. આ કૃષ્ણા નદીની ઉપનદી છે. કરાડ ગામ નજીક બંને નદીઓનો સંગમ થાય છે.
કોયના બંધ
[ફેરફાર કરો]આ નદી પર કોયના બંધ બાંધવામાં આવેલ છે, જ્યાં જળવિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. કોયના જળવિદ્યુત યોજના ભારતની બીજા ક્રમની સૌથી મોટી જળવિદ્યુત યોજના છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The five biggest hydroelectric power plants in India" (અંગ્રેજીમાં). મેળવેલ 2021-06-24.