લખાણ પર જાઓ

ખંભાત રજવાડું

વિકિપીડિયામાંથી
ખંભાત રજવાડું
કેમ્બે રજવાડું
खंभात रियासत
રજવાડું of બ્રિટિશ રાજ
૧૭૩૦–૧૯૪૮
Flag of ખંભાત
Flag
Coat of arms of ખંભાત
Coat of arms

ખંભાત ગુજરાત ૧૮૯૬
વિસ્તાર 
• ૧૯૦૧
906 km2 (350 sq mi)
વસ્તી 
• ૧૯૦૧
75122
ઇતિહાસ 
• સ્થાપના
૧૭૩૦
• ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પહેલાં
પછી
મુઘલ યુગ
ભારત
 આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Cambay". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link)
મુમિન ખાન, ખંભાતનો નવાબ.

ખંભાત અથવા કેમ્બે એ બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું. હાલનું ખંભાત શહેર તેનું પાટનગર હતું. રાજ્યની ઉત્તરે ખેડા જિલ્લો અને દક્ષિણે ખંભાતનો અખાત આવેલો હતો.

બોમ્બે પ્રેસિડેન્સીના ગુજરાત વિભાગની ખેડા એજન્સીમાં આવેલું એક માત્ર રાજ્ય હતું, જે ૧૯૩૭માં બરોડા અને ગુજરાત સ્ટેટ એજન્સીમાં ભળી ગઇ હતી.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ખંભાતની સ્થાપના ઇસ ૧૭૩૦માં ગુજરાતના મોગલ સામ્રાજ્યના છેલ્લા સૂબા નવાબ મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ સામ્રાજ્યના અસ્ત સમયે કરી હતી. ૧૭૪૨માં મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ તેના સાળા અને ખંભાતના સૂબાને હરાવ્યો અને તેની જગ્યાએ પોતાનું શાસન સ્થાપિત કર્યું.

૧૭૮૦માં ખંભાતનો કબ્જો જનરલ ગોડાર્ડ રિચાર્ડ્સની આગેવાની હેઠળ બ્રિટિશ લશ્કરે લઇ લીધો પરંતુ ૧૭૮૩માં મરાઠાઓએ તેને કબ્જે કર્યું. છેવટે ૧૮૦૩માં ૧૮૦૨ની સંધિ હેઠળ તે બ્રિટિશ શાસન હેઠળ આવ્યું.[] ૧૮૧૭માં ખંભાત બ્રિટિશ આશ્રિત બન્યું. ૧૯૦૧માં રાજ્યમાં રેલ્વેની શરૂઆત થઇ.[] ખંભાતના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ હસ્તાક્ષર કર્યા હતા.[]

ખંભાત રજવાડાના શાસકો નજ્મ-ઇ-સાની શિયા મુસ્લિમ વંશના હતા. શાસકોને 'નવાબ' તરીકે ઓળખાતા હતા અને તેમને ૧૧ તોપોની સલામી અપાતી હતી.[]

  • ૧૭૩૦ - ૧૭૪૨ જફર નિઝામ-ઇ મુમિન ખાન પહેલો
  • ૧૭૪૨ - ૧૭૪૩ નુર ઉદ્દીન મુફ્તાખેર ખાન
  • ૧૭૪૩ - ૧૭૮૪ નજ્મ અદ-દૌલા જફર મુમિન ખાન બીજો
  • ૧૭૮૪ - ૧૭૯૦ મહમદ કોલી ખાન (મૃ. ૧૭૯૦)
  • ૧૭૯૦ - ૨૮ ઓક્ટોબર ૧૮૨૩ ફત અલી ખાન (મૃ. ૧૮૨૩)
  • ૧૮૨૩ - ૧૫ માર્ચ ૧૮૪૧ બંદા અલી ખાન (મૃ. ૧૮૪૧)
  • ૧૮૪૧ - એપ્રિલ ૧૮૮૦ હુસાયન યાવર ખાન પહેલો (મૃ. ૧૮૮૦)
  • ૧૧ જૂન ૧૮૮૦ – ૨૧ જાન્યુઆરી ૧૯૧૫ નજિબ અદ-દૌલા મુમતાઝ અલ-મોલ્ક જફર અલી ખાન (જ. ૧૮૪૮ - મૃ. ૧૯૧૫)
  • ૨૧ જાન્યુઆરી ૧૯૧૫ - ૧૯૩૦ .... - ગાદી દેખરેખ
  • ૨૧ જાન્યુઆરી ૧૯૧૫ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ નિઝામ અદ-દૌલા નજ્મ અદ-દૌલા મુમતાઝ અલ-મોલ્ક હુસાયન યાવર ખાન બીજો (જ. ૧૯૧૧ - મૃ. ....)

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Great Britain India Office.
  2. Princely States of India
  3. "Cambay State - Princely State (11 gun salute)". મૂળ માંથી 2018-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-31.
  4. G. B. Malleson, An historical sketch of the native states of India.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]