લખાણ પર જાઓ

ખોડિયાર મંદિર - વરાણા (ગુજરાત)

વિકિપીડિયામાંથી

ખોડિયાર માતાજીનું વરાણા મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સમી તાલુકાનાં વરાણા ગામે આવેલું ખોડિયાર માતાનું મંદિર છે. વરાણા ગામ તાલુકામથક સમીથી આશરે ૫-૬ કિ.મી.નાં અંતરે વસેલું છે.

અહીં વરાણામાં શ્રી ખોડિયાર જયંતિ નિમીતે એટલે કે મહા સુદ આઠમના દિવસે મોટો મેળો ભરાય છે, જેમાં લોકો માતાજીનાં દર્શનાર્થે આવે છે. તે દિવસે આજુબાજુનાં ગામોમાંથી લોકો પગપાળા ચાલીને માનતા કરવા આવે છે. ખાસ તો અહીં માતાજીની માનતામાં પ્રસાદી તરીકે સાંની કે સ્હાની ધરવામાં આવે છે. જે તલની સાથે ગોળ અથવા ખાંડની બનાવવામાં આવે છે. અહીં રહેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. વરાણા ખાતે ખોડિયાર મંદિરે મહા સુદ પડવોથી પૂનમ સુધી ચાલતા આ મેળામાં સાતમ, આઠમ અને નોમનું ખાસ મહત્વ છે. તેમાંયે આઠમે અહીં એક થી દોઢ લાખ માણસો દર્શનાર્થે આવે છે. મેળામાં ચગડોળ, નાનીમોટી ચકરડીઓ, મોતનાં કૂવા, જાદુ તથા મદારીઓનાં ખેલ જેવા મનોરંજનથી લોકો આનંદ મેળવે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]