લખાણ પર જાઓ

ખોહ નદી

વિકિપીડિયામાંથી

ખોહ નદી રામગંગા નદીની એક ઉપનદી છે. તેનું ઉદ્‌ગમસ્થાન ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના પૌડી ગઢવાલ જિલ્લામાં સ્થિત દ્વારીખાલ નામના એક સ્થાન પર આવેલ છે. અહીંથી તે શિવાલિક ટેકરીઓમાં થઈને વહેતી વહેતી ભાભર મેદાનક્ષેત્રમાં ઉતરે છે. કોટદ્વાર ખોહ નદીના કિનારા પર વસેલું એક મુખ્ય શહેર છે, જેને પ્રાચીનકાળમાં આ નદીના નામ પરથી જ ખોહદ્વાર પણ કહેવામાં આવતું હતું. બિજનૌર જિલ્લામાં આ નદી ઉત્તર પ્રદેશ રાજ્યમાં પ્રવેશ કરે છે, જ્યાં તેનો સંગમ રામગંગા નદી સાથે થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]