લખાણ પર જાઓ

ગીર ફાઉન્ડેશન

વિકિપીડિયામાંથી

ગીર ફાઉન્ડેશન ગુજરાતનાં પાટનગર ગાંધીનગર સ્થિત એક સ્વૈચ્છિક સંસ્થા (NGO) છે, જે ગુજરાત સરકારની સહાયતાથી ચાલે છે. સખાવતી સંસ્થાઓના ચોપડે (Charity Registrar) ટ્રસ્ટ તરીકે નાંધાયેલી સંસ્થાના ટ્રસ્ટના ચેરમેન તરિકે ગુજરાતના મુખ્યમંત્રી હોદ્દાની રૂએ ફરજ બજાવે છે. આ સંસ્થાની સ્થાપના ૧૯૮૨માં થઇ હતી.[]

ગીર ફાઉન્ડેશનનાં નામમાં આવતો શબ્દ 'ગીર' હકિકતમાં ગીર તરિકે જાણીતા ગામ કે અભયારણ્ય સાથે કોઇ લેવા દેવા ધરાવતો નથી, તે ફક્ત સંસ્થાનું ટુંકુ નામ છે. સંસ્થાનું આખુ નામ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન (Gujarat Ecologial Education & Research Foundation - GEER Foundation). સંસ્થા વન્ય સંરક્ષણ અને સર્વેની અનેક પરિયોજનાઓ પર કામ કરે છે અને સમાજમાં વન્ય જીવો પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી પ્રકાશનો કરે છે.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. https://fed.gujarat.gov.in/geer-found.htm
  2. https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-latest-div-news-060053-2913542-NOR.html
  3. "પર્યાવરણ સંતુલન સાથે અનુકુલન સાધવા ગીર ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન બેઠક યોજાઇ". www.akilanews.com. મૂળ માંથી 2021-07-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-24.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]