લખાણ પર જાઓ

ગૅલિલિયો ગૅલિલિ

વિકિપીડિયામાંથી
(ગેલેલિયો થી અહીં વાળેલું)
ગૅલિલિયો ગૅલિલિ
Retrat de Galileu
જન્મ૧૫ ફેબ્રુઆરી ૧૫૬૪ Edit this on Wikidata
પીસા (Duchy of Florence) Edit this on Wikidata
મૃત્યુ૮ જાન્યુઆરી ૧૬૪૨ Edit this on Wikidata
Arcetri (Grand Duchy of Tuscany) Edit this on Wikidata
અંતિમ સ્થાનBasilica of Santa Croce, Tomb of Galileo Galilei Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • University of Pisa Edit this on Wikidata
વ્યવસાયAstronomer, તત્વજ્ઞાની, ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી, વિશ્વવિદ્યાલયના શિક્ષક, વૈજ્ઞાનિક, તત્વજ્ઞાની Edit this on Wikidata
સંસ્થા
  • University of Padua (૧૫૯૨–)
  • University of Pisa (૧૫૮૯–) Edit this on Wikidata
માતા-પિતા
  • Vincenzo Galilei Edit this on Wikidata
પુરસ્કારો
  • International Space Hall of Fame (૧૯૯૧) Edit this on Wikidata
સહી

ગેલેલિયો ગેલિલી (Italian pronunciation:ɡaliˈlɛːo ɡaliˈlɛi)(૧૫ ફેબ્રુઆરી ૧૫૬૪[] – ૮ જાન્યુઆરી ૧૬૪૨),[][] જે ગેલેલિયો ના નામે જાણીતો છે, એ એક ઈટાલીયન ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી, અને તત્વચિંતક હતો. તેણે વૈજ્ઞાનિક ક્રાન્તિ(Scientific Revolution)માં મોટો ભાગ ભજવ્યો હતો. તેણે ટેલિસ્કોપમાં સુધારા કર્યા અને તેના દ્વારા ખગોળીય અવલોકનો કરી કોપરનિકનીઝમ(Copernicanism) ને સમર્થન આપ્યું. ગેલેલિયો ને "ફાધર ઓફ મોર્ડન ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમી(observational astronomy)",[] "ફાધર ઓફ મોર્ડન ફિઝિક્સ",[] "ફાધર ઓફ સાયન્સ",[] અને "ફાધર ઓફ મોર્ડન સાયન્સ"[] કહેવાય છે. સ્ટીફન હોકિંગ(Stephen Hawking) ના મત પ્રમાણે, "આધુનિક વિજ્ઞાનના જન્મ પાછળ ગેલેલિયો નો ફાળો સૌથી વિશેષ છે."[]


તેણે ઑબ્ઝર્વેશનલ એસ્ટ્રોનોમીમાં કરેલા પ્રદાનમાં શુક્રની કળાઓની પુષ્ટિ, ગુરુના ચાર મોટા ઉપગ્રહોની શોધ, અને સૂર્યકલંકોના અવલોકન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. ગેલેલિયોએ કાર્યોપયોગી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માં પણ ફાળો આપ્યો છે. તેણે હોકાયંત્રમાં સુધારા કર્યા અને અન્ય કેટલાક યંત્રો ની શોધ કરી.

તેના જીવનકાળ દરમિયાન જ્યારે મોટા ભાગ ના લોકો પૃથ્વીકેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા ત્યારે ગેલેલિયો દ્વારા સૂર્યકેંદ્રીવાદ(heliocentrism) ને ઉતેજન આપવું વિવાદાસ્પદ થયું હતું.[] સ્ટેલર પેરેલાક્ષ(stellar parallax)ના પ્રત્યક્ષ પુરાવાના અભાવે ખગોળશાસ્ત્રીઓ પૃથ્વીકેન્દ્રીવાદ(geocentrism)માં માનતા હતા, તેઓએ પણ ગેલેલિયોનો વિરોધ કર્યો.[] આ મામલાની તપાસ ૧૬૧૫ માં રોમન ઇંકવીઝીશન(Roman Inquisition) દ્વારા કરવામાં આવી, તેઓએ તારણ આપ્યું કે સૂર્યકેંદ્રીવાદ એક શક્યતા છે ખરી પણ તે માન્ય સિદ્ધાંત નથી.[][] ગેલેલિયોએ પોતાનો પક્ષ રજું કરતું પુસ્તક "ડાઈલોગ કન્સર્નિંગ ધ ટુ ચીફ વર્લ્ડ સિસ્ટમ(Dialogue Concerning the Two Chief World Systems)" લખ્યું , તેના પરથી પોપ(Urban VIII)ના વિરોધનો ભાસ થતો હતો. આનાથી ગેલેલિયો અત્યાર સુધી તેનું સમર્થન કરનારા પાદરીઓથી અળખામણો થઈ ગયો.[] તેના વિરુદ્ધ ઇંકવીઝીશન દ્વારા ખટલો ચલાવવામાં આવ્યો. તેને પોતાની માન્યતા નું ખંડન કરવા માટે ફરજ પાડવામા આવી અને તેને જીવનપર્યંત નજરકેદમાં રાખવાની સજા થઈ.[૧૦][૧૧] આ નજરકેદ દરમિયાન ગેલેલિયોએ પોતાની શ્રેષ્ઠ કૃતિ "ટુ ન્યુ સાયન્સીઝ(Two New Sciences)"નીરચના કરી. આ ગ્રંથ તેના ચાળીસ વર્ષ પહેલા કરેલા કામ નો સારાંશ હતો.[૧૨][૧૩]

શરૂઆત નું જીવન

[ફેરફાર કરો]

ગેલેલિઓનો જન્મ ઈટલી ના પીઝા શહેરમાં થયો હતો. તે પ્રખ્યાત લ્યૂટનિસ્ટ(lutenist), સંગીત રચનાકાર અને સંગીત શાસ્ત્રના જાણકાર વિન્સેન્ઝો ગેલિલી(Vincenzo Galilei) અને જુલિયા અમ્માંન્નાતી ના છ બાળક પૈકી એક હતો. આ છ માંથી ચાર જ બાળકો જીવતા રહ્યા હતા, જેમાંથી સૌથી નાના માઈકલએગ્નોલો(Michelagnolo)એ લ્યૂટનિસ્ટ(lutenist) અને સંગીત રચનાકાર તરીકે કાઠું કાઢ્યું હતું.

ગેલેલિઓનું નામકરણ તેના ૧૪મી સદીમાં થઇ ગયેલા પૂર્વજ ગેલેલિઓ બોનૈઉતી પર થી કરવામાં આવ્યું હતું. ગેલેલિઓ બોનૈઉતી એ એક ચિકિત્સક, પ્રાધ્યાપક અને રાજકારણી હતા જે ફ્લોરેન્સ શહેરમાં રહેતા હતા. આજ સમય દરમિયાન પરિવારની અટક બોનૈઉતી થી ગેલિલી કરવામાં આવી. ગેલેલિઓ બોનૈઉતીને જે ચર્ચ ના કબરસ્તાનમાં દફનાવવામાં આવ્યા, તેજ કબરસ્તાનમાં ૨૦૦ વર્ષ પછી તેમના પ્રખ્યાત વંશજ ગેલેલિયો ગેલિલીને પણ દફનાવવામાં આવ્યા.

ગેલેલિઓની વહાલસોયી મોટી પુત્રી, વર્જીનીયા (સિસ્ટર મારિયા સેલેસ્ટે), જે પોતાના પિતાને સમર્પિત હતી. તેણીને તેના પિતાની કબર માં દફનાવવામાં આવી.

આમતો ખરેખર ધાર્મિક રોમન કેથોલિક હોવા છતાં, [૧૪] ગેલેલિઓએ મરીના ગમ્બા સાથે ત્રણ અનૌરસ સંતાનો ને જન્મ આપ્યો. અનૌરસ જન્મને કારણે ગેલેલિઓ તેમની પુત્રીઓને પરણાવવા લાયક સમજતો નહોતો, આથી તેમનો એકમાત્ર સંમાનનીય વિકલ્પ ધાર્મિક જીવન હતો. બંને પુત્રીઓ ને સાન માટેઓ ની કોન્વેન્ટમાં મોકલી દેવામાં આવી, જ્યાં તેઓએ પોતાનું સમગ્ર જીવન પસાર કર્યું.[૧૫] જયારે પુત્રને ગેલેલિઓએ કાયદેસર રીતે અપનાવી લીધો અને તેના લગ્ન કરવામાં આવ્યા.[૧૬]

  1. Drake (1978, p. 1). The date of Galileo's birth is given according to the Julian calendar, which was then in force throughout the whole of Christendom. In 1582 it was replaced in Italy and several other Catholic countries with the Gregorian calendar. Unless otherwise indicated, dates in this article are given according to the Gregorian calendar.
  2. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; McTutorનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  3. ઢાંચો:Ws by John Gerard. Retrieved 11 August 2007
  4. Singer, Charles (1941). "A Short History of Science to the Nineteenth Century". Clarendon Press. Cite journal requires |journal= (મદદ) (page 217)
  5. ૫.૦ ૫.૧ Weidhorn, Manfred (2005). The Person of the Millennium: The Unique Impact of Galileo on World History. iUniverse. પૃષ્ઠ 155. ISBN 0-595-36877-8.
  6. Finocchiaro (2007).
  7. Galileo and the Birth of Modern Science, by Stephen Hawking, American Heritage's Invention & Technology, Spring 2009, Vol. 24, No. 1, p. 36
  8. ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ Isabelle Pantin (1999), "New Philosophy and Old Prejudices: Aspects of the Reception of Copernicanism in a Divided Europe", Stud. Hist. Phil. Sci. 30: 237–262
  9. Sharratt (1994, pp. 127–131), McMullin (2005a).
  10. Finocchiaro (1997), p. 47.
  11. Hilliam (2005), p. 96.
  12. Carney, Jo Eldridge (2000). Renaissance and Reformation, 1500–1620: a. Greenwood Publishing Group. ISBN 0-313-30574-9.
  13. Allan-Olney (1870)
  14. Sharratt (1994, pp. 17, 213)
  15. Sobel (2000, p. 5) Chapter 1. સંગ્રહિત ૨૦૦૦-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન Retrieved on 26 August 2007. "But because he never married Virginia's mother, he deemed the girl herself unmarriageable. Soon after her 13th birthday, he placed her at the Convent of San Matteo in Arcetri."
  16. Pedersen, O. (24–27 May 1984). "Galileo's Religion". Proceedings of the Cracow Conference, The Galileo affair: A meeting of faith and science. Cracow: Dordrecht, D. Reidel Publishing Co. પૃષ્ઠ 75–102. Bibcode:1985gamf.conf...75P. Cite uses deprecated parameter |booktitle= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
ગૅલિલિયો ગૅલિલિ વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી