લખાણ પર જાઓ

ગૌરીકુંડ (ઉત્તરાંચલ)

વિકિપીડિયામાંથી
ગૌરીકુંડ (ઉત્તરાંચલ)
—  village  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ઉત્તરાખંડ
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 1,981 metres (6,499 ft)

ગૌરીકુંડભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું એક ધાર્મિક સ્થળ છે. આ સ્થળે વાસુકી ગંગા કેદારનાથ ખાતેના વાસુકી તળાવ થઈને મંદાકિની નદીમાં મળી જાય છે, આ કસ્બો કેદારનાથ જવા માટેના મોટર માર્ગ પરનું એક મહત્વનું વિરામમથક છે. ગૌરીકુંડ દરિયાની સપાટીથી ૧૯૮૧ મીટર જેટલી ઊઁચાઈ પર આવેલું છે.[] અહીંથી કેદારનાથનું અંતર ૧૪ કિમી. જેટલું છે, જે પગપાળા ચાલીને અથવા ઘોડા પર, ડોળી કે પાલખીમાં પસાર કરી શકાય છે. અહીંથી કેદારનાથ જવા માટે પગ રસ્તો પ્રારંભ થાય છે. ગૌરીકુંડમાં, કેદારનાથથી ૧૩ કિલોમીટર જેટલા નીચેના ભાગમાં, મંદાકિની નદીના જમણા કાંઠા પર, ગરમ પાણીના બે ઝરા આવેલા છે, જ્યાં (૫૩°C ઔર ૨૩°C) તાપમાન ધરાવતું પાણી મળે છે. એક અન્ય ગરમ પાણીનો ઝરો બદ્રીનાથ મંદિરની નીચેના ભાગમાં આવેલ છે. જેનું તાપમાન ૪૯°સે. જેટલું રહે છે. ઐતિહાસિક દૃષ્ટિએ ગૌરીકુંડ પ્રાચીન કાળથી વિદ્યમાન છે. પરંતુ એચ. જી. વાલ્ટન નામના બ્રિટિશરે ગઢવાલ ગેઝેટિયરમાં લખ્યું છે કે ગૌરીકુંડ મંદાકિની નદીના તટ પર એક ધર્મશાળા હતી. અહીં ગૌરા માઈ (ગૌરીને સમર્પિત) સુંદર તેમજ પ્રાચીન મંદિર જોવાલાયક યોગ્ય છે. અહીં અત્યાધિક સમર્પણ ભાવ સાથે સંધ્યાકાલીન આરતી કરવામાં આવે છે. પાવન મંદિરગર્ભમાં શિવ અને પાર્વતીની ધાતુની પ્રતિમાઓ વિરાજમાન છે. અહિયાં એક પાર્વતીશિલા પણ વિદ્યમાન છે, જેના માટે એવું માનવામાં આવે છે કે પાર્વતીએ અહીં બેસીને ધ્યાન કર્યું હતું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]