લખાણ પર જાઓ

ગ્રહ

વિકિપીડિયામાંથી
સૌર મંડળ - અંતર માપ પ્રમાણે નથી.
સૂર્ય અને સૌરમંડળાના આઠ ગ્રહો
આંતરિક ગ્રહો - બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ.
ચાર વિરાટ ગ્રહો - ગુરૂ, શનિ, યુરેનસ અને નૅપ્ચ્યુન - સૂર્યની આગળ (સરખામણી માટે)

સૂર્ય અથવા કોઈ અન્ય તારાની ચારે તરફ પરિક્રમા કરતા ખગોળ પિંડોને ગ્રહ કહેવાય છે. આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘની પરિભાષા અનુસાર આપણા સૌરમંડળમાં આઠ ગ્રહ છે - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, યુરેનસ અને નૅપ્ચ્યુન. આ ઉપરાંત ત્રણ નાના ગ્રહો - સીરિસ, પ્લૂટો અને એરીસ પણ સૌરમંડળમાં આવેલા છે.