લખાણ પર જાઓ

ઘારી

વિકિપીડિયામાંથી
ઘારી
સુરતી ઘારી

ઘારી એક જાતની મિઠાઈનો પ્રકાર છે. ઘારી વિશેષ કરીને સુરતી મિઠાઈ છે. ઘારીનો ઉદભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. ઘારી મુખ્યત્વે દૂધનાં માવામાંથી બનતી મિઠાઈ છે, તે ઉપરાંત ઘી, રવો, મેંદો તેમજ સુકો મેવો પણ ઘારી બનાવવામાં વાપરવામાં આવે છે.

સંસ્કૃતિમાં ઘારી

[ફેરફાર કરો]

સુરતમાં આસો વદ એકમના દિવસે ખાસ ઘારી ખાવાનો રીવાજ ઘણાં વર્ષોથી ચાલ્યો આવે છે, જે ચાંદની પડવો તરીકે ઓળખાય છે. એ દિવસે લોકો ખાસ કરીને સાંજે ઘારી ખાય છે. ઘારી એ મિઠાઈ હોવાથી તેની સાથે તીખી વસ્તુ જેવી કે ફરસાણ વગેરે પણ લેવામાં આવે છે. ચાંદની પડવાની સાંજે ઘરનાં તમામ સભ્યો સાથે બેસીને ઘારી-ભુસુ આરોગે છે. ઘણા લોકો પોતાની અગાશીમાં બેસી ચાંદની રાતની મઝા માણતા જઈને ઘારી ખાવાનો કાર્યક્રમ પણ ગોઠવે છે, તો ઘણાં ઘરેથી બહાર જઇ બાગ-બગીચામાં અથવા નદી કે દરીયાકિનારે પણ જાય છે. આ રીતે લોકો સમુહભોજનનો આનંદ મેળવે છે.