લખાણ પર જાઓ

ચંદનાપુરી ઘાટ

વિકિપીડિયામાંથી
ચંદનાપુરી ઘાટ
સ્થાનમહારાષ્ટ્રભારત
પર્વતમાળાસહ્યાદ્રી

ચંદનાપુરી ઘાટ (અંગ્રેજી: Chandanapuri Ghat) એક પર્વતીય ઘાટ-રસ્તો છે, જે ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ સહ્યાદ્રી પર્વતમાળામાં પુના અને નાસિક વચ્ચેના રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૦ (NH50) પર આવેલ છે. આ ઘાટ પર એક બાજુ પર ચંદનાપુરી ગામ અને બીજી તરફ ઘારગાંવ ગામ આવેલ છે. આ ઘાટ ખાતે કેટલાક તીવ્ર વળાંકો આવેલ છે, જે આ ઘાટને સહ્યાદ્રી પર્વતમાળાનો કઠીન ઘાટ બનાવે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઇ, પુના અને નાસિક વચ્ચે બનેલા ઔદ્યોગિક ત્રિકોણને કારણે પુના અને નાસિક વચ્ચે વાહનોની અવરજવર ભારે પ્રમાણમાં રહે છે, જેના કારણે આ ઘાટ મુંબ‌ઇ અને પુના વચ્ચેના ભોર ઘાટ તેમ જ મુંબ‌ઇ અને નાસિક વચ્ચે આવતા કસારા ઘાટ અને થુલ ઘાટની જેમ એક મહત્વપૂર્ણ પર્વતીય ઘાટ માર્ગ છે.

રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૦ (NH50) પર કરવામાં આવેલ અદ્યતન ફેરફાર પ્રમાણે જૂના ૨ લેન માર્ગને બદલે નવો ૪ લેન ટોલ માર્ગ માર્ચ ૨૦૧૭ના સમયમાં વહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]