લખાણ પર જાઓ

ચર્ચા:અનાદિ શ્રી કૃષ્ણનારાયણ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ આર્ટિકલ ને દૂર ના કરવો જોઈએ કારણ કે આમાં કોઈ પ્રચાર માહિતી છે નહીં. જો કોઈ સમસ્યા જનક માહિતી હોય તો માત્ર તે માહિતી દૂર કરવી જોઈએ પરંતુ આર્ટિકલ કે પાનું દૂર કરવાની કોઈ જરૂર નથી. આભાર--Jayrajbhai vekariya (ચર્ચા) ૧૪:૩૦, ૧૭ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

અનાદિ શ્રી કૃષ્ણનારાયણ

[ફેરફાર કરો]

આ લેખ જેનાં વિશે છે એ અદ્રિતિય છે તેમનાં વિશે માહીતી મળી રહે એ માટે આ લેખ અતિ અવસ્યક છે. માટે આ લેખ દુર કરાવો જોઈએ નહીં. ઘણાં માળખાકીય ફેરફાર ની જરૂર હોઈ શકે છે જે માટે મદદ ની જરુર કરાવી જોઈએ પરંતું માહીતી વગર લખાણ માં ફેરફાર નાં કરાવો જોઈએ--Jayrajbhai vekariya (ચર્ચા) ૧૮:૧૨, ૧૭ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

જો તમને એવું લાગતું હોય કે લેખ અતિ આવશ્યક છે તો, સંદર્ભો પૂરા પાડવા વિનંતી છે --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૨૦, ૧૭ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

reference: [૧] [૨] [૩] [૪] [૫] [૬] "SWAMI+KRISHNAVALLABHACHARYA"&source=gbs_metadata_r&cad=6#ip=1

વેકારીયા બંધુઓ માફ કરજો, પણ અહિં શું હોવું જોઈએ કરતા વધુ અગત્યનું છે કેવા પ્રકારે હોવું જોઈએ તે. અવશ્ય તમારી ધાર્મિક માન્યતાઓને આધારે આ મહારાજ વધુ અગત્યના હોઈ શકે, પરંતુ જે શૈલીમાં અત્યારે લખાણ છે તે શૈલી ફક્ત તમારા સંપ્રદાયના ધાર્મિક પ્રકાશનોમાં જ ચાલે એવી છે. શું આ જ ભાષામાં કોઈ દૈનિકપત્રકે ચિત્રલેખા જેવા માતબર સામાયિકમાં તમને કોઈ લેખ વાંચવા મળ્યો છે આજ સુધી? તમારે માટે જે વિષય અગત્યનો હોય તે અન્યો માટે ન પણ હોય, માટે તમે કે તમારા સાગરિતે લખેલા લેખમાં અન્ય લોકો મહેનત કરીને તેને વિકિલાયક બનાવે તેવી અપેક્ષા રાખવી જરા ગેરવાજબી લાગે છે. તમને મળેલા સ્વાગતસંદેશામાં આપેલી કડીઓની મુલાકાત લો, અન્ય થોડા પાનાં વાંચી જુઓ અને એ પ્રકારે આ લેખની ભાષા બદલો તો જ લેખ અહિં રાખી શકાશે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૨, ૧૮ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Jayrajbhai vekariya: અને હા, તમારા સાગરિત Gaurang_vekariyaને જરા સમજાવી દેજો, એમના ચર્ચાના પાને આપેલી ચેતવણીથી જરા ચેતી જાય અને ફરીથી આ લેખમાંથી દૂર કરવા માટેનો સંદેશો હટાવે નહિ. તમે પણ જરા એ ચેતવણી પર નજર નાખી દેજો અને ચેતી જજો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૯, ૧૮ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

વિકીપીડીંઆ પર નવા હોવાથી ભુલ થઈ છે જે બદલ ક્ષમા કરજો. હવે આગળ શુ કરવું જોઈએ એ જણાવવા ધવલ ભાઈ ને વિનંતિ. અન્ય ઘણી માહીતી ઉમેરી હતી એ તમારા દ્રારા દુર કરવા નું કારણ શું હોઇ શકે?--Gaurang vekariya (ચર્ચા) ૦૦:૩૫, ૧૯ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

  • રદ કરો આ લેખની ભાષા વિકિપીડિયાને લગતી નથી તેમજ ખૂબ વધારે પડતાં સમ્માનથી લેખ લખાયો છે માનો કે લેખક પોતે વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગયા હોય. આ નિષ્પક્ષ દૃષ્ટિકોણથી વિપરીત છે, તેથી લેખને દૂર કરવો જોઈએ તેવો મારો અંગત મત છે. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૮:૧૭, ૧૯ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

આ લેખ ની ભાષા સુધારી શકાય છે પરંતું લેખ દુર નાં કરાવો જોઈએ કારણ જે વ્યક્તિ પ્રભાવશાળી હોય એમનાં જ લેખ વિકિપીડીંઆ પર હોય છે અન્યો નાં નહીં ઉપરાંત આ લેખ જેનાં વિશે છે એમનું વ્યક્તિત્વ અને કાર્યો ઉપરના પહેલા આપેલા સંદર્ભો દ્રારા જાણી શકાય છે કે જેમને દેશ વિદેશ નાં મહાનુભાવો દ્રારા અભિનંદન અપાયા છે તેમનાં કાર્યો બદલ. એમનાં વ્યક્તિત્વ વિશે પહેલા સારી પેઠે જાણી લેવું જોઈએ પછી દુર કરવાનો નિર્ણય લેવો જોઈએ જેથી પછી અફસોસ નાં રહે--Gaurang vekariya (ચર્ચા) ૧૩:૪૭, ૧૯ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

ના. વિકિપીડિયામાં લેખ હોવા માટે પ્રભાવશાળી હોવું જરૂરી નથી. લેખ યોગ્ય હોવો જોઇએ. ભાષા સુધારી શકાય છે - તો તેમ કરવાની વિનંતી છે. અન્યથા, લેખ દૂર કરવો જોઇએ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૫૪, ૧૯ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

આપણે લેખ દુર કરવા કરતા લેખ કેવી રીતે સુધારી શકાય એ માટે ચર્ચા કરવી જોઈએ અને મદદ પણ. આશા રાખીએ કે જે લોકો સુધારા કરવા મદદ કરી શકે છે એ જરુર કરે અને સલાહ કરતા સહકાર આપે. ધવલ ભાઈ અને કાર્તિક ભાઈ તમે અનુભવી છો તૉ મદદ કરવા વિનંતી--Gaurang vekariya (ચર્ચા) ૧૪:૦૫, ૧૯ મે ૨૦૨૦ (IST) પ્રબંધક મિત્રો ની સલાહ મુજબ આ લેખ માં ભાષાકીય ફેરફાર કરેલ છે. જો વધું ફેરફાર ની જરુર હોય તૉ સ્પષ્ટતા સાથે જણાવવા વિનંતિ છે. બીજુ આ લેખ માં જે નોટિસ છે એ ક્યારે દુર થસે અને આ માટે અમે શું કરી શકીયે એ જણાવવા વિનંતિ.--Gaurang vekariya (ચર્ચા) ૦૦:૪૫, ૨૦ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

કોઈ ખાસ ભાષાકીય ફેરફાર થયો નહોતો માટે મેં થોડા ફેરફાર કર્યા છે. કાર્તિક મિસ્ત્રી જેવા અનુભવી સભ્યો જો સહમત હોય તો ડિલિશન ટેગ હટાવી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૫૦, ૨૪ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

ધવલ ભાઈ તમે ડિલિશન ટેગ હટાવી શકાય તેમ લખ્યું હતું તેમ છતા અનિકેત ભાઈ દ્રારા આ લેખ કેમ ડીલીટ કરાયો. કૃપા કરી જણાવશો.--Gaurang vekariya (ચર્ચા) ૧૯:૧૯, ૨૪ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

આમ તો એ સવાલનો જવાબ આપવા કોઈ બંધાયેલું નથી (એવું અમે પ્રબંધકો અમારા હાલના CIS-A2K સાથેના અનુભવમાંથી શીખ્યા છીએ) પણ તેમ છતાં તમે નવા છો એટલે જવાબ આપવાનું ટાળવાને બદલે તમને માર્ગદર્શન આપવા માટે જણાવી દઉ કે લેખ એકાદ અઠવાડીયા જેટલા સમય થી એમને એમ હતો એમાં જરૂરી સુધારા થઈ રહ્યા હોવાના કોઈ લક્ષણો જણાતા ન હતા. લેખક તરફથી કોઈ ચોક્કસ સમયગાળાની અંદર એ સુધારી નાખવાની ખાત્રી પણ આપવામાં આવી ન હતી એટલે કોઈ ખાત્રીના અભાવમાં એક અઠવાડીયાની મહેતલ એ લેખ સુધારવા માટે પુરતી હતી. ત્યાં સુધીમાં કશુ થયું નહી એટલે લેખ દુર થઈ ગયો છે. ગુજરાતી વિકિપિડીયા પર આપનું સ્વાગત છે. આપના સહયોગપુર્ણ યોગદાનોની અપેક્ષા સહ --A. Bhatt (ચર્ચા) ૦૮:૫૭, ૨૬ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Gaurang vekariya: ઉપરના સંદેશામાં A. Bhattએ જણાવ્યું તેમ તમે ખાસ કોઈ ચર્ચામાં ભાગ ન લીધો કે ન તો તમે કોઈ ખાસ મહેનત કરી નહોતી માટે દૂર કરવામાં આવ્યું હતું. અમે લોકો જોઈ જોઈશું અને જો પાછું લાવવા યોગ્ય લાગે તો તેમ કરીશું.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૦, ૨૭ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]
@Gaurang vekariya: તમને એ પાના ને વિકિ-લાયક બનાવવાની વધારે તક આપવા માટે થઈ ને પાના ને પુનઃસ્થાપિત કર્યું છે. આશા છે કે તમે એ કાર્ય જલદી હાથ પર લેશો. ગુજરાતી વિકિપિડીયા પર આપનું સ્વાગત છે. આપના સહયોગપુર્ણ યોગદાનોની અપેક્ષા સહ --A. Bhatt (ચર્ચા) ૧૯:૧૬, ૨૭ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

પ્રબંધક મિત્રો નો ખૂબ ખૂબ અભાર!! હુ શકય એટલું જલ્દી કામ હાથ માં લઈશ પરંતું ક્યારે થશે એ ખાતરી આપી નહીં શકું કારણ હું ઔષધ શાળા માં હાલ ની પરિસ્થિતિ પ્રમાણે ઘણો વ્યસ્ત રહું છું. આ લેખ હું કેટલો વિકી લાયક બનાવી શકીશ એ નથી જાણતો ઍટલે હુ પહેલે થી જ આપ પ્રબંધક ભાઇઓ ની ક્ષમા માંગુ છું. મારી લેખન કળા અને ભાષા જ્ઞાન કાંઈ ખાસ નથી છતા બનતા પ્રયત્નો કરીશ. આપ અનુભવી મિત્રો જો આ લેખ ને વિકિલાયક બનાવવા સહભાગી થશો તૉ ખૂબ આનંદ થાશે. આભાર સહ--Gaurang vekariya (ચર્ચા) ૨૩:૦૨, ૨૭ મે ૨૦૨૦ (IST) પ્રબંધક મિત્રો આ લેખમાં મારી સૂઝબૂજ પ્રમાણે લખાણ ઉમેરેલ છે જે જોઇ જાવા અને જરુરી ફેરફાર કરવા વિનંતિ.--Gaurang vekariya (ચર્ચા) ૧૮:૦૯, ૩૦ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]