ચર્ચા:ઉત્રાણ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અક્ષાંસ-રેખાંશ[ફેરફાર કરો]

આ અક્ષાંસ-રેખાંશમાં શા માટે બે વખત બિંદુઓ બતાવે છે ?? તે એક વખત કેમ નથી લખી શકાતું ??

બધી જગ્યાએ આ મુશ્કેલી થઇ લાગે છે. ચકાસી રહ્યો છું. આભાર! --KartikMistry (ચર્ચા) ૧૯:૫૮, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
મને તો એક જ બિંદુ દેખાય છે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૦૦, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ધવલભાઇ, ઇન્ફોબોક્સમાં બે કૉ-ઓર્નિડેટ્સ દેખાય છે. --KartikMistry (ચર્ચા) ૨૦:૦૫, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
ઓહ એ, એ તો બધા જ લેખોમાં દેખાય છે. ઇન્ફોબોક્સમાં ક્યાંક ગરબડ છે, ઘણા વખતથી શોધવાનો પ્રયત્ન કરું છું પણ જડતું નથી. Warning: ઢાંચો:Infobox Indian Jurisdiction is calling ઢાંચો:Infobox coord with more than one value for the "display" parameter. Only the last value provided will be used. આવો સંદેશો પણ આવે છે, જે દર્શાવે છે કે અ.રે. બે-બે વખત આવે છે. કદાચ અનિકેતભાઈના અ.રે.સુ. ઢાંચાને કારણે તો આમ નહિ થતું હોય? અનિકેતભાઈ, તમે જરા જોઈ જોશો?--ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૯, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
જી ધવલભાઇ, ના સાહેબ, જોઇ વળ્યો. અરેસુનો વાંક હોય એવું લાગતું નથી. આભાર. --એ. આર. ભટ્ટ ૨૧:૫૯, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
મને મૃદુસામાન સંજ્ઞાકરણમાં જે થોડી ઘણી ખબર પડે છે એના આધારે કહું તો ક્ષતિ-સંદેશ બહુ સ્પષ્ટ પણે ઇંગીત કરે છે કે ઢાંચો:Infobox Indian Jurisdiction ઢાંચો:Infobox coord ને એક કરતા વધુ વખત અલગ અલગ મુલ્યોથી સાદ પાડે છે જે ઢાંચો:Infobox coord ને પસંદ નથી આવી રહ્યું. હું વધારે ઉંડાણથી આવતી કાલે જ ચકાસી શકીશ. અલબત્ત, તજજ્ઞોના અભિપ્રાયનું વજન વધારે જ પડે. આભાર. --એ. આર. ભટ્ટ ૨૨:૦૭, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
હવે આ Warning દેખાતી નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૮, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
વાહ ઘવલજી, તમારા હાથ વખાણું કે વીકી તારી એરરો વખાણું? (હાલાજી તારા હાથ વખાણું કે પગી તારા પગલા વખાણું ના ઢાળથી ગાવાની દરખાસ્ત છે.)--એ. આર. ભટ્ટ ૦૯:૩૨, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
હજુ જો કે માહિતીચોકઠામાં અ-રે બે વખત દેખાય છે. સમસ્યા ક્યાંક વિભાગ:Coordinatesમાં છે. મેં ટ્રાય કરેલી પણ હજુ ટપ્પો પડ્યો નથી. જાણકારો પ્રયત્નો કરતા રહે, પૂછતા પંડિત થવાય !! એરર સંદેશ હટાવવાની કાર્યવાહી બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૮, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]