ચર્ચા:કેશોદ
દેખાવ
સીમરોલી ભાઈબંધો
[ફેરફાર કરો]તાલુકા પંચાયતની યાદી પ્રમાણે આ તાલુકામાં બે ગામ છે. ભાટ સીમરોલી અને બાવા સીમરોલી. લેટલોન્ગ.નેટ અનુસાર આ ક્ષેત્રમાં ત્રણ ગામ છે. બાવા સીમરોલી (કોઈ ખેતરમાં દર્શાવાયું, ગામડું નથી); ભાટ સીમરોલી અને મહંત સીમરોલી. વિકિમેપિયા પર પણ જોયું. પણ તેમાં પણ કોઈ ખાસ માહિતી ન મળી. શું કરીશું? --Sushant savla (talk) ૦૮:૩૫, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- જુનાગઢ વિષયના કોઇ તજક્ષ કે સમ્રાટ વધારે પ્રકાશ પાડી શકે પણ ત્યાં સુધી આપણે અહીયા ભુતકાળમાં પ્રસ્થાપીત માર્ગદર્શન પ્રમાણે તા.પં. જાળસ્થળને અનુસરવું રહ્યું. કેમકે વિકીમેપીયા તો ટોળા-સ્રોત (ગુજરાતીમાં ક્રાઉડસોર્સડ) હોવાથી વિશ્વસનિયતા ઓછી કહેવાય. વિકિમેપિયામાં જો હું બઘે ખેતરોમાં મારા નામનાં ગામ બનાવતો ફરું તો પણ જ્યાં સુધી અન્ય કોઇ વાંધો ન લે ત્યાં સુધી વિકિમેપીયા જાળસ્થળ પોતે તો કોઇ જ વાંધો લેતું નથી. આમતો ગુગલ મેપ્સ પણ ટોળા-સ્રોત છે પણ એ લોકો એ બે સ્તરનાં પ્રબંધકો રાખ્યા છે જેઓ આવો કચરા જેવો ડાટા આવે તેને દુર કરવા દિવસ રાત મથતા હોય છે. એટલે કદાચ આપણે એને થોડો (થોડો જ ) વધારે વિશ્વસનિય ગણી શકીયે. આભાર --લિ., વિહંગ વ્યાસંગી ૧૧:૩૬, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)
- વિહંગજીની વાત સાચી છે (વિકિમેપ અને ગૂગલ મેપ્સ બાબતે). જો કે બહુ ઓછી વિગતો સાવ ખોટી હોય છે પણ છતાં સાવ સાચી જ હોય એવું પણ નથી. હવે વાત "સીમરોલીઓની". તો ગૂગલ મેપ પર જ્યાં "મહંત સીમરોલી" જણાવ્યું છે તે ગામ "બાવા સીમરોલી" છે. (ટૂંકમાં ‘મહંત સીમરોલી’ જેવું કોઈ અધિકૃત સ્થળ નથી...શક્ય છે કોઈકે "બાવા" શબ્દને સ્વમેળે જ "મહંત"માં કનવર્ટ કર્યો હોય !!!) ફરી એક વખત ચોક્કસાઈથી કહું તો, ભાટ સીમરોલી - 21.225542, 70.17864 અને બાવા સીમરોલી - 21.233902, 70.194175 એમ અ-રે મળશે. (જો કે આપણે જે સરકારી મેપ વાપરીએ છીએ તેમાં આ બંન્ને ગામ અરસ-પરસ દર્શાવ્યા છે, પણ એ કદાચ ક્ષતિપૂર્ણ રીતે હશે. છતાં પાકી ખાત્રી થયે બદલશું, હાલ ઉપર મુજબ અ-રે યોગ્ય ગણવા પડશે.) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૫, ૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)