ચર્ચા:ક્ષત્રિય

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

જય માતાજી...સીતારામ...

શ્રી ધવલભાઈ, શ્રી અશોકભાઈ, શ્રી મહર્ષિભાઈ, શ્રી સુશાંતભાઈ તથા અન્ય વિકિમિત્રો ને નમ્રવિનંતી કે આ લેખ ઈગ્લીંશ વિકિમાંથી કોપી કરીને મે અહીં લેખમાં ઉમેરેલ છે. જેને કોઈ મિત્ર ગુજરાતીમાં રૂપાંતર કરી આપવા વિનંતી કરશોજી. ત્યાર બાદ હું આ લેખને યોગ્ય જગ્યાએ ફેરફાર કરી નાખીશ. આપ સૌને તકલીફ આપવાનુ કારણ એ છે કે મને ઈગ્લીંશ આવડતુ નથી.

આભાર સહ.....--જીતેન્દ્રસિંહ ૦૫:૨૭, ૫ માર્ચ ૨૦૦૯ (UTC)

આ લેખ મહદઅંશે અંગ્રેજી વિકિપીડિયા પરનાં સમાન લેખ (Kshatriya)નું ભાષાંતર છે. આ લેખ બાબતે વધુ માહિતી તથા પુરક માહિતી માટે પ્રથમ અંગ્રેજી વિકિપીડિયા પરનાં આ લેખનાં ચર્ચા નાં પાનાનો અભ્યાસ કરવા વિનંતી. સર્વે મિત્રોને આ લેખમાં કોઇ ભાષાંતર દોષ કે માહિતી દોષ જણાય તો સુધારો કરી લેખને ઉત્તમ કક્ષાનો બનાવવામાં સહયોગ કરવા વિનંતી. --અશોક મોઢવાડીયા ૧૯:૪૭, ૨૬ માર્ચ ૨૦૦૯ (UTC)

જાલા કે ઝાલા?[ફેરફાર કરો]

મિત્રો, લેખમાં સૂર્યવંશી વિભામામ્ ક્ષત્રિયોની પેટા જ્ઞાતિઓનો ઉલ્લેખ છે, તેમાં એક જ્ઞાતિ 'જાલા' તરિકે વર્ણવી છે, શું તે યોગ્ય જોડણી અને ઉચ્ચર છે? કેમકે હું મોટે ભાગે 'ઝાલા' શબ્દના જ પરિચયમાં છું, મેં ક્યારેય જાલા અટક લખતા કોઈને જોયું નથી. હું જાતે ફેરફાર કરૂમ્ પણ વિષયવસ્તુની સમજ ના હોય તો તે અવળું થાય તેમ સમજીને આપમાંથી જેને ચોક્કસ જાણ હોય, જેમકે જીતેન્દ્રસિંહ કે દીપસિંહજી કે એવા અન્ય ક્ષત્રિય સભ્ય, તેઓ જો ઉચિત કરે તો સારૂં.--ધવલચર્ચા/યોગદાન ૧૧:૪૯, ૧૧ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

ધવલભાઈ...જય માતાજી...તમારી વાત બિલકુલ સાચી જ છે. આ અટકને ગુજરાતીમાં ઝાલા જ લખાય છે. અને અંગ્રજીમાં તેને Jhala લખાય છે પણ ઘણા લોકો Zala પણ લખે છે. તેઓની મુળ અટક મકવાણા હતી અને પછીથી તેઓ ઝાલા તરીકે ઓળખાયા. જેની પાછળ પણ એક રોમાંચક ઈતિહાસ છે. હું વિચારી રહ્યો છુ કે દિપસિંહનો સાથ મળશે તો (કારણકે તેમની પાસે ઈતિહાસ વિષેનાં ઘણા બધા પુસ્તકો છે)ભારતની તમામ જ્ઞાતિઓ અને અટકો વિષે લેખો લખવાનો છું. આભાર....--જીતેન્દ્રસિંહ ૧૩:૦૮, ૧૧ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)
આભાર જિતેન્દ્રસિંહજી, આ ફેરફાર કરવા બદલ અને Wish you all the Best for દરેક અટકોનાં ઈતિહાસ વિષેનાં લેખ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૨, ૧૧ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

જીતેન્દ્રસિંહજી, જય માતાજી, જય સીતારામ, નવા લેખની શ્રેણી ગુજરાતી વિકિની શોભા વધારશે એ ચોક્કસ જ છે. આ કાર્યનો વિચાર જલ્દી અમલમાં મૂકવા વિનંતી છે. આ કાર્ય માટે સૌ વિકિમિત્રો તરફથી આપને અનેક શુભેચ્છાઓ પાઠવું છું.--સતિષચંદ્ર ૧૯:૫૪, ૧૧ ઓગસ્ટ ૨૦૦૯ (UTC)

વાઘેલા[ફેરફાર કરો]

  • મિત્રો, કોઇ મિત્રએ આ લેખમાં "અગ્નિવંશી" હેઠળ "વાઘેલા" ઉમેરેલ છે. આ માહિતીની સત્યાર્થતા બાબતે (અથવા કોઇ સંદર્ભ બાબતે)જાણકાર મિત્રોએ અહીં જણાવવા વિનંતી. --અશોક મોઢવાડીયા ૧૮:૫૦, ૬ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)
અશોકભાઈ, આ લેખ બાબતે અંગત રસ લીધો તે બદલ ધન્યવાદ. વાધેલાઅગ્નિવંશી સોલંકી રાજપૂત માંથી ઉતરી આવતી શાખા છે, જેથી આ મિત્રની વાત સાચી છે. અને લેખમાં મે અંગ્રેજી વિકિપીડિયાનાં લેખની કડીબાજુમાં મુકેલ છે. જે ચકાસી લેજો અને તે લેખની નીચે તેની વંશાવળી આપેલી છે, તે ખાસ જો જો એટલે તમને અંદાજ આવી જશે કે સોલંકી માંથી તે વાઘેલા શા માટે કહેવાણા. પણ તમને જે સંશય થયો તે ખરેખર વ્યાજબી છે તેમાં ના નહીં કારણકે, ઈતિહાસમાં જોઈએ તો ઘણી જગ્યાએ વંશ બાબતે ઘણી ચર્ચાઓ થઈ છે અને અમુક ગોથાઓ હજુ સુધી નથી ઉકેલાણા. અહીં એક બાહ્ય કડી મુકુ છે. તે ખાસ આખી વાંચજો જેથી તમને ખ્યાલ આવશે કે આ બધા પ્રશ્ન કેટલા જટીલ છે. જેમાં વાઘેલા ને સૂર્યવંશી ગણ્યા છે. જેથી આપણને પ્રશ્ન થાય કે, જો તેઓ સોલંકી માંથી ઉતરી આવેલ છે તો પછી તે સૂર્યવંશી કેવી રીતે ગણાય ? તેથી આપણે એવુ કહી શકીયે કે તે અગ્નિવંશી ગણાય. ઈતિહાસમાં ઘણી જગ્યાએ તેને સૂર્યવંશી દેખાડ્યા પણ છે. ગુજરાત સમાચારનો એક લેખ . આ બાબતે અન્ય મિત્રોને પણ વિનંતી કે વધારે ચર્ચા કરે અને સચ્ચોટ માર્ગદર્શન આપે અને તમે આ બાબતે શુ કહો છો ? ચાલો જય માતાજી..--જીતેન્દ્રસિંહ ૦૫:૧૬, ૭ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)
જીતેન્દ્રસિંહજી, પ્રથમતો માહિતીપ્રદ કડી લખવા બદલ આપનો ખુબખુબ આભાર. બીજું આપે માહિતીની સત્યાર્થતા ચકાશી સુંદર સહયોગ આપ્યો. આપણે વિકિ વાળાઓને તો હવે ટેવ પડી ગયેલ છે કે દરેક માહિતીને શક્ય તેટલી પ્રમાણીત કરવી. જ્ઞાન આમજ વધે. હા આ આપે વાપરેલ ગોથું શબ્દ રસપ્રદ લાગ્યો!!! નાના હતા અને "કાલાં (કપાસ)" વિણવા જતા ત્યારે મોટાઓ ધમકાવતા કે ગોથાં કરતા નહીં !! :-). આજે આપે તે 'સુખી' સમય યાદ કરાવ્યો. આભાર.--અશોક મોઢવાડીયા ૧૦:૧૭, ૭ સપ્ટેમ્બર ૨૦૦૯ (UTC)

jitendrabhai tatha arjunbhai.....

vaghela vansh solakimathi chhuto padyo e maharana vyagradev parthi chhuto padyo...maharana vyagradev janmsamaye vaghan na bachha sathe dudh pita govaliyao ne jova malya tyathi chhuta padela solankio vaghela kahevaya...ane vaghela e sampurnpane agni vanshi kahi sakay k jeo vajshishth rushi na yagna mathi uttpann thayel solankio mathi chhuta padya

abhaar...Hirendrasinhji Bhavsinhji Vaghela

સુધારણા[ફેરફાર કરો]

સૂર્યવંશી વંશજ તરીકે બારૈયા વિશે કોઈ જાણકારી મારી પાસે નથી, જો તેના વિશે ચોક્કસ માહિતી ના હોય તો તે સુધારવા બાબત અનુરોધ છે.

અને બીજા એક વંશજ " મહીડા " છે, પણ તે કઈ શાખામાં આવે તેની મને પુરતી માહિતી નથી તો તે પણ ઉમેરવા અનુરોધ છે.

પ્રબંધકશ્રી. મારે ધ્યાને આવે છે કે આ લેખના વિભાગ ક્ષત્રિય વંશમાં ઘણા બધા અનામી મિત્રોએ (જે ફેરફાર સભ્યનામથી નથી થયા), ઘણાં વંશ ઉમેર્યા છે. હવે એકંદરે દરેક જાતિ,જ્ઞાતિનું સૂર્ય-ચંદ્ર વગેરે વંશમાં વર્ગીકરણ હોય જ તદ્‌ઉપરાંત ઘણી જ્ઞાતિઓ ક્ષત્રિયમાં ગણાવાતી પણ હોય, પરંતુ એક જ્ઞાનકોશનાં ધોરણે જ્યાં સુધી સંદર્ભ ન મળે (કે સૂધારનાર તરફથી વ્યાજબી સંદર્ભ ન અપાય) ત્યાં સુધી અહીં સમાવેશ કરવો ઉચિત ગણવું કે કેમ ? સાથે આ પ્રકારનાં અસંદર્ભ ફેરફારોને માટે આપણે ફેરફારકર્તાનું ’સભ્યનામ’ ઉપલબ્ધ ન હોય ચર્ચા પણ કરી શકતા નથી. તો આ પ્રકારના લેખને માત્ર "સભ્ય" જ સંપાદિત કરી શકે તેવી વ્યવસ્થા શક્ય છે ? આને આગ્રહ નહીં કિંતુ એક ધ્યાનાકર્ષક ચર્ચા માત્ર ગણવા વિનંતી. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૫૫, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
અવશ્ય. એક આ લેખ અને બીજો કડવા પટેલ કે એવો કોઈક લેખ છે, જેમાં અડધું ગુજરાત પોતપોતાની જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ઘોળ, તડ વગેરે ઉમેરતું જ રહે છે. હું આને અત્યારે જ સુરક્ષિત કરી દઉં છું જેથી અનામિ સભ્યો તેમાં ફેરફાર ના કરી શકે. અત્યારે જે જ્ઞાતિઓ વગેરેની માહિતી છે તેને સુધારવા માટે શું કરવું જોઈએ? કોઈ અધિકૃત સ્થળ ખરૂં જ્યાંથી ચકાસીને અયોગ્ય એન્ટ્રીઓ દૂર કરી શકાય? અને તમે કહો છો તેમ ઘણી જ્ઞાતિઓ એવી છે, જેને જ્ઞાતિના લોકો ક્ષત્રિયમાં ગણાવતા હોય પણ સર્વસ્વિકૃત રીતે તે ક્ષત્રિયમાં ના હોય (જો કે આ સંવેદનશિલ વિષય છે એટલે હું વિગતે અહિં ચર્ચતો નથી.)--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૪, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઈ, આભાર. અને ચકાસણી વિષયે મારું નમ્ર મંતવ્ય એ છે કે મૂળ અંગ્રેજી લેખ સાથે સરખાવીને અને અગાઉ જે એક-બે એન્ટ્રી સંતોષકારક ચર્ચાઓ થકી ખરાઈ કરીને કરાઈ છે તે રહેવા દઈએ, અન્ય અનામી એન્ટ્રીઓને રદ કરીએ તથા એ અનામી મિત્રોને અહીં ચર્ચાનાં પાના પર જ ’સંદર્ભ’ ટાંકવા વિનંતી કરી દઈએ. બાકી તો આપ કહો છો તેમ આ પ્રકારના મુદ્દા હંમેશ સંવેદનશિલ રહેવાના. પણ આપણે તો કોઈ વ્યક્તિગત ધારણાઓ (કે કોઈ પ્રત્યે દ્વેષભાવે) નહીં પણ જ્ઞાનકોશનાં નિયમાનૂસાર વરતવાનું રહે (સર્વ વિકિમિત્રોએ સ્તો !) આટલું તો સર્વને ગળે ઉતરશે જ અને આને વ્યક્તિગત નહીં લે તેવી આશા તો રાખીશું જ. આભાર. (આ ચકાસણીનું કાર્ય, આપનો આદેશ થશે ત્યારે, કરવા તૈયાર છું.) --અશોક મોઢવાડીયા (talk) ૨૧:૨૮, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]
શુભસ્ય શિઘ્રમ્! અશોકભાઈ. જો કે ફક્ત અંગ્રેજીને જ આધારભૂત ના ગણતા, આપની કે અન્ય કોઈ પીઢ સભ્યોની જાણકારી હોય તેવી માહિતી પણ રહેવા દેવી. કારણ ફક્ત એક જ કે ગુજરાતમાં હોય પણ ગુજરાત બહાર ના હોય તેવી ઘણી શાખાઓ અંગ્રેજીમાં ના પણ જોવા મળે. મેં જોયું છે કે અંગ્રેજીમાં વધુ પડતું યોગદાન દક્ષિણ ભારતીયો કરતા હોય છે, તેથી દક્ષિણની પ્રવર્તમાન શાખાઓ, અટકો, જ્ઞાતિઓની માહિતી હોય પણ ગુજરાતની ના હોય. (આ ફક્ત એક ધ્યાન દોરવાનો મુદ્દો જ છે) બાકી તમે વિકિની નીતિઓથી વાકેફ છો અને જ્ઞાની પણ છો, એટલે તમારો નિર્ણય આખરી નિર્ણય રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૩, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)[ઉત્તર]

જય માતાજી

ડાભી રાજપૂત મૂળ સૂર્યવંશ માં આવે છે, ડાભી એ ભગવાન શ્રી રાજા રામના પુત્ર કુશના વંશજો છે, ડાભી રાજપૂત અને ગોહિલો રાજપુતની મિત્રતા ઇતિહાસમાં જોવા મળે છે. ડાભી ઓના કુળદેવી મહિસાસુરી મર્દીની ચામુંડા છે, અને અત્યારે પણ આ મંદિર રાજસ્થાનમાં છે. ડાભીએ રઘુવંશી સૂર્યવંશી રાજપૂત છે. ગુજરાતમાં ડાભી ના રજવાડા, ડાંગરવા ( ડાભી ડાંગરવા ), ખોરજ ડાભી, કપડવંજ, બનાસકાંઠામાં શિહોરી, અને અન્ય ઘણી જગ્યાએ વર્ષો વીતતા ડાભી અલગ અલગ જગ્યાએ ફેલાયા. સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કોળી ડાભી મૂળ રાજપૂત છે,પણ તેઓ કપડવંજ પછી કાઠિયાવાડ માં આવતા વટલાયેલા, બનાસકાંઠામાં ડીસાની આજુબાજુના ઘણા ગામ છે, જેમાં ડાભી વસે છે જેઓ સમયજતા વટલાયા, જેઓ રાજસ્થાનથી આવીને વસેલાં ડાભી રાજપૂતોના વંશજો છે.

આ જ વાત શું શાસ્ત્ર માંથી મેળવી શકીએ? 114.31.189.203 ૧૦:૪૧, ૧૯ મે ૨૦૨૧ (IST)[ઉત્તર]

સૂર્યવંશીમાં એક "રાણા" લખેલું હાલમાં એ માટે હટાવ્યું છે કે 'રાણા’ મહદાંશે અટક તરીકે અને ખિતાબ તરીકે પણ વપરાય છે, મને ખ્યાલ છે ત્યાં સુધી મેવાડના ’રાણા પ્રતાપ’ કહેવાતા પરંતુ તેમનો વંશ તો સિસોદીયા ગણાય છે. તદ્‌ઉપરાંત નેપાળ અને પાકિસ્તાનમાં પણ "રાણા" કુટુંબો કે ખાનદાન જોવા મળે છે. ભારતમાં વંશની દૃષ્ટિએ "રાણા" વંશ હોય અને તે સૂર્યવંશમાં આવતો હોય તેવો કોઈને અધિકૃત સંદર્ભ મળે તો અહીં જણાવવા વિનંતી. હા રાણા અટક કે ઓળખ ધરાવતા ઘણાં કુટુંબો/ખાનદાનો સૂર્યવંશી હોય તેવું બની શકે (ઉદા: આગળ કહ્યું તેમ રાણા પ્રતાપ). * (વધારે માટે જૂઓ : (Rana clan) --અશોક મોઢવાડીયા (talk) ૧૪:૦૦, ૪ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]


નિષ્પક્ષતા અને સંદર્ભો[ફેરફાર કરો]

પ્રાચિન વેદિક કાળનાં પ્રારંભમાં, આ પદ વ્યક્તિના ગુણ, કર્મ અને સ્વભાવને અનુલક્ષી અને પ્રાપ્ત થતું હતું. શરૂઆતનાં વેદિક સાહિત્યમાં નોંધ મળે છે કે ત્યારે ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર એ રીતે વર્ણાનુક્રમ ગોઠવાયેલો હતો. ત્યારે વ્યક્તિગત કે પુરેપુરા સમાજોનું એક વર્ણમાંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થવું તે સામાન્ય ઘટના ગણાતી, ત્યારનાં શાસકોની સેવાનાં ફળરૂપે ક્ષત્રિયવર્ણમાં પ્રવેશ મળવો તે મોટું ઇનામ ગણાતું. [૧] સમય જતાં આ પદ વંશાનુગત બની ગયું. આધુનિક સમયમાં, ક્ષત્રિયવર્ણ વિશાળ, ભિન્ન ભિન્ન સ્થિતીનાં જાતિ સમુહો દ્વારા બનેલ પરંતુ શાસનાધિકાર, જમીનદારી અને લડાયક સ્વભાવમાં લગભગ એકરૂપ એવો છે.

આમ જોઇયે તો આ વાત માં સંદર્ભ ખુટે છે, કારણકે વેદિક કાળની પ્રાચિનતમ કૃતિઓમાં પુરુષસુક્ત ગણાય છે, અને તેમાં આ ક્રમનું સમર્થન મળતું નથી (પુરુષસુકતના કોઇ પણ વર્ઝનમાં). વળી, આ વાતને પ્રતિપાદિત કરવા માટે આપણે સંદર્ભ જો કોઇ વેદનો જ આપીએ તો ઠીક રહે. આ બાબતમાં સંદર્ભોની સદ્ધરતા વિશે આપણે વધુ સજાગ રહેવું ઘટે.

એવી કથા છે કે , ઇક્ષવાકુ કુળ સિવાયનાં ક્ષત્રિયોનો, તેમનાં દ્વારા કરાતા અત્યાચારોની સજા રૂપે પરશુરામ દ્વારા નાશ થયેલો, કેટલાક વિદ્વાનોનું માનવું છે કે રૂષિઓ અને શાસકો વચ્ચે વર્ચસ્વ માટેનાં લાંબા સંઘર્ષ બાદ શાસકોની હાર થયેલ જેના ભાગરૂપ તેમનો સંહાર થયો. વેદિકકાળનાં અંત સમયે બ્રાહ્મણ વર્ણ વર્ચસ્વ ધરાવતો થયો અને ક્ષત્રિયો દ્વિતિય સ્થાને આવ્યા. ત્યારનાં મોટાભાગનાં ગ્રંથો જેવાકે મનુસ્મૃતિ અને અન્ય ધર્મશાસ્ત્રો બ્રાહ્મણોનો વિજય દર્શાવે છે,

કથાઓ નો આધાર ન ગણતા અહિં આ વાતનો સંદર્ભ શોધીએ. કારણકે મનુસ્મૃતિ પહેલાના પણ શાસ્ત્રોમાં આ વાત જો આમ જ હોય તો અહિં લાવીએ તો વધુ ઉચિત. મારા મતે, મહાભારત, વેદો અથવા કોઇ ઇતિહાસ ગ્રંથોનો આધાર લેવો ઘટે. બીજી રીતે જોઇયે તો જો અંગ્રેજી વિકિનો જ આધાર લઈયે તો પણ યોગ્ય નથી કારણ કે તે અમુક રીસર્ચ કે જે વિદેશીઓ દ્વારા કરેલી હોય તેમાં અનેકો ક્ષતીઓ જોવા મળે છે. આજ કાલ રામાયણ મિમાંસા ગ્રંથ નો અભ્યાસ કરું છું એટલે મને એ વાત વધુને વધુ લાગે છે. અશોકભાઇએ પણ એ વાત અનુભવી હશે.

ઉમદા લેખ તરીકે સ્થાપતા પહેલા થોડું ખોદકામ કરીશું? આમ જોઇયે તો ક્રમની ચર્ચા જ છીછરી ગણાય :-) બ્રાહ્મણો એ કેવો દાટ વાળ્યો એનો પણ ઇતીહાસ સાક્ષી છે. પણ અહિં યથાર્થતાની ચર્ચા તરીકે આ વાત લેવા પ્રયત્ન કરીએ. છતા અન્ય મિત્રો ને જે યોગ્ય લાગે તેમાં મારી સંમતિ ગણશો. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk)

સહમત, મેં માત્ર "સરસ લેખ" માટે પ્રસ્તાવ કર્યો છે. "ઉમદા લેખ"ની શ્રેણીમાં આવતા પહેલાં તો આ લેખ હજુ ઘણાં સુધારાઓ માગી લેશે. જો કે "સરસ લેખ" શ્રેણીમાં મેલતા પહેલાં પણ આપે સૂચવ્યા તેવા સંદર્ભો વગેરે (અથવા કેટલુંક અસંદર્ભ લખાણ હટાવવું વગેરે) આમાં ઉમેરવા પ્રયત્ન કરીશું. આપ સમીતી સભ્યશ્રીઓને જ્યારે લેખ યોગ્યતા પામેલો લાગે ત્યારે જ, કે જરૂરી સૂધારાઓનું સૂચન સંપન્ન થયેલું લાગે ત્યારે જ, લેખ જે તે શ્રેણીમાં મેલવા અધિકારી છો. અમે તો માત્ર સમિતી સમક્ષ લેખને ચકાસણી અર્થે લાવવાનું જ કાર્ય કર્યું છે. (સમીતી સુસ્ત ન બની જાય અને અમ જેવાને કંઈક સૂધાર કાર્યમાં લગાડતી રહે એ હેતુથી મેં આ એક લેખનો પ્રસ્તાવ કરવાનું સાહસ કર્યું છે !!!) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૧૧, ૨૭ ઓકટોબર ૨૦૧૨ (IST)
અરે અશોકભાઇ, આ લેખ અત્યારે પણ સરસ કરતા પણ વધું સરસ છે. ફક્ત ઉમદા લેખ તરીકે ખુટતી વાતો સામે લાવવા પ્રયત્ન કર્યો છે. અન્ય સભ્યોનો મત પણ અહિં ધ્યાનમાં રાખવો ઘટે. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૫૮, ૨૮ ઓકટોબર ૨૦૧૨ (IST)