ચર્ચા:ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ પાને ડિલિશન ટેગ છે. વરિષ્ઠ પ્રબંધકશ્રી ધવલભાઈ અને સદસ્યશ્રીઓ માર્ગદર્શન અને સહમતી-અસહમતી (કારણો સાથે) જણાવે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૬, ૩ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]


મેં આ પાનામાં ડિલિશન ટૅગ મૂકી છે, તે અંગે મને જે યોગ્ય લાગ્યા તે કારણો નીચે મુજબ છે.
  • આ ચૂંટણી પૂરી થઈ ગઈ છે.
  • પાનાની અમુક માહિતી તારીખ વિતી ગયેલી છે. જેમકેઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ ભારત દેશના ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં યોજાઈ ગઈ: ૧૩ અને ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨. મતોની ગણતરી ૨૦ ડિસેમ્બર,૨૦૧૨ના રોજ થશે.

આ ચૂંટણીમાં ગુજરાતના લોકો ગુજરાત વિધાનસભાના ૧૮૨ સભ્યોને ચૂંટશે.[૧]

અત્યારના ભાજપના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ૨૦૦૨થી સત્તા પર છે, જે તેની ત્રીજી મુદતમાં છે. [૨]તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી કોંગ્રેસના વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ છે.

  • લોકશાહી ભારત દેશમાં ચૂંટણી એ અવિરતપણે ચાલતી પ્રક્રિયા છે. દરેક ચૂંટણી વિશે આ રીતે અલગ પેઇઝ બનાવવામાં આવે તો અમુક વર્ષોમાં હજારો પાના બને ! જ્ઞાનકોષને અનુરૂપ દેશની ચૂંટ્ણી પ્રક્રિયા વિશે માહિતી હોય તે પૂરતું છે. દરેક ચૂંટણી વિશે અલગ-અલગ પાના બનાવવાની જરૂર ખરી ? જો અલગ-અલગ પાના બનાવવાની નીતિ અપનાવવી જ હોય તો માત્ર ગુજરાતમાં જ નહિ પણ બીજા રાજ્યોમાં પણ ચૂંટણીઓ થતી રહે છે તે બધી ચૂંટણીના અલગ-અલગ પાના બની શકે. આ પાનું ગુજરાત વિધાનસભા ચૂંટણી વિશે છે, હવે લોકસભાની ચૂંટણી આવશે. જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં પણ ચૂંટણી થાય છે. દરેક જિલ્લાઓમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના જાહેરનામા તો દર મહિને પ્રસિદ્ધ થાય છે.
  • આ ચૂંટણીનું મહત્વ જે તે સમયે જ હોય છે. હવે તે અપ્રસ્તુત છે. માટે રદ કરવું જોઇએ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૦:૦૫, ૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]
અસહમત! માફ કરશો, પણ કોઈ ઘટના ઘટી ગઈ અથવા વેળા વિતી ગઈ એટલે તેનું પાનું ન હોઈ શકે તે વ્યાજબી કારણ નથી. ભારતની આઝાદી, સ્વાતંત્ર્ય સંગ્રામ, મુઘલ સામ્રાજ્ય, મહાત્મા ગાંધી, નરસિંહ મહેતા, આ અને આવા અનેક લોકો/ઘટનાઓ આજે અસ્તિત્વામાં નથી, પણ એટલે જ તો એનું મહત્વ છે. કોઈપણ ઘટના ભૂતકાળમાં સરી જાય એટલે જ તે ઇતિહાસનો ભાગ બને છે, અને જ્ઞાનકોશમાં એવી મહત્વપૂર્ણ ઘટનાઓને સ્થાન હોય જ. વર્લ્ડકપ જે દર ચાર વર્ષે રમાય છે, તેના પર પણ દર વખતે એક લેખ બને. વાંધો ફક્ત આ લેખ વ્યાકરણની દૃષ્ટિએ જે ભવિષ્યકાળમાં લખાયેલો છે તેની સામે હોવો જોઈએ, જે હું બદલી નાખું છું, આશા છે કે તે પછી લેખને દૂર કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરીશું.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૨, ૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]
ભલે ધવલભાઇ, આપનો નિર્ણય શિરોમાન્ય. આમ પણ મકાન તોડી પાડવામાં અમુક મિનિટો લાગે છે, પણ બનાવવામાં લાંબો સમય કે આખી જિંદગી નીકળી જાય છે. અહિં આ લેખ માટે થયેલી મહેનત પર પાણી ફેરવી દેવાનો મારો કોઇ જ ઇરાદો નથી. લેખ દૂર કરવો જોઇ એવું મને એટલા માટે લાગ્યું હતું કે, મને આમાં કોઇ ઐતિહાસિક મહત્વ દેખાયેલું નહિ. ચૂંટણી અવિરત ચાલતી પ્રક્રિયા છે. જો કે આ આંકડાઓ અહિં હશે તો આમ પણ મારા જેવાને ક્યારેક કંઇક લખવા માટે કામ આવવાના છે. માટે લેખમાંથી ડિલિશન ટૅગ દૂર કરું છું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૯:૨૯, ૪ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]
અશોકભાઇ, આ બાબતે હું સૂચન કરવાનો જ હતો કે પરિણામો હોય તો જ લેખ તાજો અને યોગ્ય માહિતી સભર બને, તથા ભાજપના ચિહ્નના બદલે મોદીનો ફોટો હતો. આ આપે ખરેખર સુંદર કામ કર્યું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૦:૩૨, ૫ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

જૂની માહિતીથી નવી માહિતી?[ફેરફાર કરો]

@Dsvyas, મારા મતે https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4_%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A7%E0%AA%BE%E0%AA%A8%E0%AA%B8%E0%AA%AD%E0%AA%BE_%E0%AA%9A%E0%AB%82%E0%AA%82%E0%AA%9F%E0%AA%A3%E0%AB%80,_%E0%AB%A8%E0%AB%A6%E0%AB%A7%E0%AB%A8&curid=44430&diff=530935&oldid=526251 ફેરફાર પાછો વાળવો જોઇએ. કારણકે આ ચૂંટણી ૨૦૧૨ અંગેની છે. વિજય રૂપાણી અને ભરત સોલંકી ૨૦૧૭ની ચૂંટણી માટેના નેતાઓ છે! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૩:૦૬, ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]

માફ કરજો કાર્તિકભાઈ, મેં આખું શીર્ષક વાંચ્યું નહિ અને હાલની ચૂંટણી અંગેનું પાનું સમજી બેઠો.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૨, ૨ નવેમ્બર ૨૦૧૭ (IST)ઉત્તર[ઉત્તર]