ચર્ચા:ચન્દ્રકાન્ત ટોપીવાળા
છેલ્લા અમુક ફેરફારો
[ફેરફાર કરો]પહેલો ફેરફાર છબીની નીચે ટોપીવાળા તેમની પત્ની સાથેને બદલે ચંદ્રકાન્તભાઈ તેમની પત્ની સાથે એમ કર્યું તેને ઉલટાવવા બાબતે, અંગ્રેજીમાં કોઈ પણ વ્યક્તિને અપરિચિત વ્યક્તિને તેની અટકથી બોલાવવાનો રિવાજ છે, તે સંસ્કૃતિમાં એમ માનવામાં આવે છે કે નામથી ફક્ત એને જ બોલાવી શકાય જેને તમે વ્યક્તિગત રીતે ઓળખતા હોવ અથવા એ વ્યક્તિએ તમને એમ કરવાની પરવાનગી આપી હોય, આપણે ગુજરાતી સંસ્કૃતિમાં કોઈને અટકથી ઓળખાવવાનો એવો કોઈ રીવાજ નથી, માટે આપણે આપણા પોતાના માણસોને તો ખાસ કરીને નામથી જ ઓળખાવવા જોઈએ. કોઈ જાહેર સભામાં તમે શ્રીમાન ટોપીવાળા આમ અને શ્રીમતિ વૈદ્ય તેમ એવું સંબોધન નહી સાંભળ્યું હોય, એનું કારણ આ જ છે.
બીજો ફેરફાર તેમના હાલમાં પરિષદના પ્રમુખ હોવા અંગે, એ ફરફારમાં ટાંકેલો સંદર્ભ ભલે ગમે તે કહે, પણ ગુ.સા.પ.ના અધુકૃત જાળસ્થળ પર હજુ આજે પણ પ્રમુખ તરીકે તેમનું જ નામ લખેલું છે, માટે આપણે પણ એમ જ રહેવા દઈએ એ હિતાવહ છે.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૩૧, ૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- બીજા ફેરફારમાં પાપડી ભેગી સંદર્ભ સુધારાની ઇયળ પણ બફાઇ ગયેલ છે, તો તેને સુધારવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૫૧, ૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
- તો પછી આપને વાંધો ન હોય તો ચંદ્રકાન્તભાઈની જગ્યાએ ચંદ્રકાન્ત ટોપીવાળા એમ કરી દેશો ત્યા. 'ભાઈ' શબ્દ આપણે વિકિપીડિયા પર નહિં વાપરી શકીએ.
- પરિષદના પ્રમુખ અત્યારે સિતાંશુ યશશ્ચન્દ્ર છે. જોઈતા સંદર્ભ હું શોધીને ઉમેરી દઈશ. પરિષદની વેબસાઈટ પર પરબના અંકો મૂકેલા છે - એમાં પણ આપ જોઈ શકશો. આભાર. -Gazal world (ચર્ચા) ૨૨:૫૩, ૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)