ચર્ચા:તકમરિયાં
તખમરીયા અને આ લેખ ને મર્જ કરી દેવા જોઇએ. આપણે જ્યારે આ વિકિ પર અન્ય લોકો પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે "એક જ વિષયના એકથી વધુ લેખ ના લખો" ત્યારે અાટલા બધા અનુભવી / જાણકાર હોવા છતા આવું કરવામાં આવે તે બહુ સારુ ના લાગે. --એ. આર. ભટ્ટ (talk) ૧૧:૩૭, ૫ મે ૨૦૧૫ (IST)
- માહિતિ આ લેખમાં ભેગી કરી નાખી છે. જુનો લેખ રદ કરીને ધવલભાઇએ લખેલો આ લેખ રાખવો એવો પ્રસ્તાવ મુકુ છુ. આભાર. --એ. આર. ભટ્ટ (talk) ૧૧:૪૯, ૫ મે ૨૦૧૫ (IST)
- કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૫ મે ૨૦૧૫ (IST)
- માહિતિ આ લેખમાં ભેગી કરી નાખી છે. જુનો લેખ રદ કરીને ધવલભાઇએ લખેલો આ લેખ રાખવો એવો પ્રસ્તાવ મુકુ છુ. આભાર. --એ. આર. ભટ્ટ (talk) ૧૧:૪૯, ૫ મે ૨૦૧૫ (IST)
શબ્દ અને સંદર્ભ
[ફેરફાર કરો]લેખમાં "વ્યુત્પત્તિ" મથાળા હેઠળની સસંદર્ભ માહીતિમાં ’ખોટો શબ્દ’ "તખમરિયાં" ઉમેરાયો તે હટાવ્યો. ભટ્ટજી જો વ્યુત્પત્તિમાં એ શબ્દ ઉમેરવા માંગતા હોય તો કૃપયા યોગ્ય સંદર્ભ આપે. ત્યાં અગાઉથી ઉલ્લેખીત સંદર્ભમાં આ શબ્દ નથી. તે ઉપરાંત લેખમાં મુળ શબ્દ સાથે ઉમેરાયેલા અન્ય બે શબ્દો પણ ખોટી જોડણીવાળા છે છતાં પ્રચલીત હોય કે માન્ય ઉચ્ચારભેદ અસ્તિત્વ ધરાવતો હોય તો ત્યાં રાખી શકાય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૦૨, ૮ મે ૨૦૧૫ (IST)
- અશોકભાઈ, સાબાશ, આપના ધ્યાને ચડ્યું એ મારા ધ્યાને ન જ ચડ્યું. એમ જોતા તો શરૂઆતમાં ઉમેરેલા બે નામો પણ દૂર કરવા જોઈએ, કેમકે જોડણીની દૃષ્ટિએ તો તકમરિયાંના જ તકમરિયાં, તકમરિયા, તકમરીયાં અને તકમરીયા એમ ચાર શબ્દો બને, અને એજ રીતે ક ને ખની અદલા બદલી કરતા બીજા ચાર. લેખનો આરંભ જ આઠ શબ્દોથી થાય.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૦, ૮ મે ૨૦૧૫ (IST)
- તખમરીયા ખોટો શબ્દ કઇ રીતે છે? એ શબ્દ પ્રચલીત છે. હું આટલા વર્ષોથી કોઇ પણ ફેરફાર પાકી ખબર વગર કરતો નથી. તમે કે ધવલભાઇ એ ન સાંભળ્યો હોય તો એંમાં મારો કશો વાંક નથી. જેમાં થી વ્યુત્ત્પત્તિ થઇ છે તે મુળ શબ્દ જુઓ તો આપોઆપ સમજાય જશે કે તખમરીયા કેમ ખોટો શબ્દ નહોઇ શકે.--એ. આર. ભટ્ટ (talk) ૦૯:૧૦, ૮ મે ૨૦૧૫ (IST)
- સાચો કઈ રીતે છે ? પ્રચલીત કઈ રીતે કહો છો ?? સંદર્ભ ??? તમારી ખબર પાકી હોવાનો કોઈ આધાર રજુ કરવાની તમારી ફરજ છે એ તો સમજાવવાનું ન જ હોય ! બાકી મેં અને ધવલભાઈએ સાંભળ્યો હોય કે નહીં એનું કોઈ મહત્વ નથી ! ગૂગલસર્ચમાં "તખમરીયા" શબ્દ વિશે ૬ રિઝલ્ટ મળે છે જે પણ એ શબ્દ વિકિ પર લખાયાને કારણે છે. શબ્દકોશ (ભગોમં) પર માત્ર "તકમરિયાં" છે, (અને હું ’ભગોમં’ ના રચેતા કરતાં વધુ જ્ઞાની નથી !) એટલે એના સંદર્ભ સાથે આપે "તખમરીયા" જોડ્યું એ મારે હટાવવું જ રહ્યું. અન્યથા ખોટી વિગત જાય. આપ વ્યુત્પત્તિ વિશે સંદર્ભ આપો અને લખો. આમાં મારે કે ધવલભાઈને ન તકમરિયાં ન તખમરીયા નું શરબત પીવું છે ! વિકિ પર વિકિના નિયમ પ્રમાણે જ અમે વર્તન કર્યું છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૪, ૮ મે ૨૦૧૫ (IST)
- બોલચાલમાં વપરાતા શબ્દોના વિષેના ફેરફારો હું કરૂ ત્યારે જ આધાર માંગવાનું કેમ યાદ આવે છે? હમણા ધવલભાઇ ફાફડાને ગાંઠીયા કહેતા હતા એ પણ પોતાની અંગત જાણકારી નિચે અને કોઇ પણ સંદર્ભ આપ્યા વગર, ત્યારે કેમ તમને સંદર્ભ માંગવાનું યાદ ન આવ્યું? ઉપરાંત એક લેખ અસ્તિત્વમાં હતો તો પણ એમને બધા જ નિયમો ખબર હોવા છતા એમણે એ જ વિષયનો બીજો લેખ બનાવ્યો ત્યારે તમને કેમ કોઇ નિયમો યાદ ન આવ્યા? માથાફોડ ટાળવા માટે મેં શરૂ કરેલો લેખ એમના લેખમાં મર્જ કરીને જુનો લેખ દુર કરવા કહ્યું ત્યારે પણ તમે ધવલભાઇને કેમ કોઇ નિયમો ન બતાવ્યા?
- હું કહેવા એમ માંગુ છુ કે મને કોઇ પણ નિયમપાલન ન કરવાનો શોખ નથી પણ નિયમપાલનની અપેક્ષા અપવાદરૂપે ફક્ત મારી પાસે જ રાખવામાં આવે છે તે સારૂ ન કહેવાય. --એ. આર. ભટ્ટ (talk) ૧૭:૧૮, ૮ મે ૨૦૧૫ (IST)
- http://www.gujaratimidday.com/life/recipes/naturally-good-juice આ પાનામાં ઉલ્લેખ છે. એ પાનું બન્યું ત્યારે અહીં તખમરિયાં નો કોઇ લેખ ન હતો. --એ. આર. ભટ્ટ (talk) ૧૭:૩૪, ૮ મે ૨૦૧૫ (IST)
- શ્રીમાન ભટ્ટજી, મુદ્દો બદલો નહિ ! અહીં બાબત છે તમે સસંદર્ભ વિગત સાથે સંદર્ભમાં ન હોય એવી વિગત જોડી તેને વાજબીપણે હટાવાઇ એની. તમે એને જ્યાં જોડી ત્યાં એ અમાન્ય જ હતી. તો કાં તમે મને ત્યાં નોંધેલા સંદર્ભમાં હટાવાયેલો શબ્દ બતાવો, કાં મે કર્યો એ ફેરફાર બરાબર હતો એ માન્ય ગણો. અન્યત્ર ક્યાયથી મેં શબ્દ હજુ હટાવ્યો નથી. બાકીની તમારી બધી દલીલ તમે જે તે સભ્યને અને જે તે પાને જણાવો તે યોગ્ય રહેશે. કેમ કે અહીં તેનું કોઇ પ્રયોજન નથી. આ લેખ ખોટી જોડણીવાળા મથાળાનો હોય તો અન્ય સભ્ય તે જ સાચી જોડણીવાળા મથાળાથી બનાવે એમાં વાંધાજનક શું છે ? તમે જે જોડણી દર્શાવો છો એ ખોટી છે એવું શબ્દકોશ જોતા જણાય છે છતાં આપણે એ પ્રચલિત હોય તો લેખમાં એનો ઉલ્લેખ રાખી શકીએ. પ્રચલીતતા કોઇ એક-બે જગ્યાએ કે મારા તમારા દ્વારા બોલાતું હોવાથી સાબીત નથી થતી. અને હા, મને માત્ર મારા કામ પુરતું જ લેવાદેવા રહેવા દેવા. અન્ય સભ્યશ્રી કે પ્રબંધકશ્રીનાં કાર્યોનો ખુલાશો આપવા નો મને હક્ક કે ફરજ નથી, ( સિવાય કે સ્વેચ્છાએ અથવા એ મારું સહકાર્ય હોય કે મને વિનંતી કરાઈ હોય). અને હા, તમને બધું તમારા માથે ઓઢવાની વાત પણ અયોગ્ય છે. નિયમપાલનના અપવાદ વિશે લખ્યું તે સમજણ બહારનું છે ! હજુ એક દિવસ પહેલાં જ મેં એક લેખમાં ફેરફાર કર્યો તેનો સંદર્ભ ધવલભાઇએ કડકાઈપૂર્વક માંગી લીધો અને મેં આપ્યો પણ ખરો. આમાં તમે એક અપવાદ ક્યાંથી થયા ! બાકી માત્ર ચર્ચાઓ અને દલીલો કે ખોંચાઓ કાઢ્યે રાખ્યે કંઇ ન વળે. અન્યના કામ પણ ધ્યાને લો તો જણાશે કે વ્યક્તિ નહીં કામ અપવાદરૂપ હોય છે ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૫, ૯ મે ૨૦૧૫ (IST)
- ભાઈઓ મેં હમણાં જ વ્યુત્પત્તિ વિભાગમાં ફેરફાર કર્યો છે તે પછી ભટ્ટભાઈની ફરિયાદનો અંત આવી જશે એમ લાગે છે. હવે ભટ્ટભાઈને તેમણે પૂછેલા પ્રશ્નોના જવાબ હું જ આપું,
- હમણા ધવલભાઇ ફાફડાને ગાંઠીયા કહેતા હતા એ પણ પોતાની અંગત જાણકારી નિચે અને કોઇ પણ સંદર્ભ આપ્યા વગર, ત્યારે કેમ તમને સંદર્ભ માંગવાનું યાદ ન આવ્યું? - મોટાભાઈ, એ લેખમાં વર્ષોથી એમ લખેલું છે, મેં ચર્ચાના પાને તમને જણાવ્યું પણ ખરૂં કે અહિં યુ.કે.માં પણ એને પાટા ગાંઠિયા કહે છે, અને એ ફક્ત કાઠિયાવાડી બોલાતા વિસ્તારોમાં જ. જો કે અહિં સૌથી વધુ ગુજરાતીઓ આફ્રિકાથી આવેલા છે, જેમનું મૂળ કાઠિયાવાડમાં મહદંશે મળી આવે અને એ કારણે મોટાભાગના વિસ્તારોમાં એ નામ પ્રચલિત છે. મેં તમને ત્યાં સફાઇ આપી દીધી હતી છતાં આ પ્રશ્ન કેમ ઉદ્ભવે છે એ સમજાતું નથી.
- ઉપરાંત એક લેખ અસ્તિત્વમાં હતો તો પણ એમને બધા જ નિયમો ખબર હોવા છતા એમણે એ જ વિષયનો બીજો લેખ બનાવ્યો ત્યારે તમને કેમ કોઇ નિયમો યાદ ન આવ્યા? - તમે ઉત્સાહથી એક લેખ બનાવ્યો હતો, એનો વિરોધ કરવો નહોતો અને માટે તખમરીયા નામનો તમારો લેખ યથાવત રહેવા દઈને તકમરિયાં નામનો લેખ સસંદર્ભ બોટની (વનસ્પતિશાસ્ત્ર)ના પુરાવાઓ સાથે મને જે નામ ખબર હતું તે નામથી લેખ બનાવ્યો તો એમાં નિયમભંગ ક્યાં થયો? તખમરીયા એ નામ કદાચ તમે જે વનસ્પતિ વિષે લેખ બનાવ્યો હતો તેને કહેવાતું પણ હોય, એ શબ્દની મને કોઈ જાણકારી ન હતી, અને તમારી સાથે ચર્ચા થયા બાદ એ લેખનું શું કરવું એમ નક્કી કર્યું, એ મારી ભૂલ છે હું કબુલ કરું છું. મારે તકમરિયાં નામે લેખ બનાવતા પહેલા તમારી સાથે સલાહમસલત કરી લેવાની જરૂર હતી.
- આ સિવાય પણ મારા કોઈ વર્તનથી તમને કોઈ ઠેસ પહોંચી હોય કે મનમાં પ્રશ્નો ઉદ્ભવ્યા હોય તો બેધડક જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૧, ૯ મે ૨૦૧૫ (IST)
- વ્યુત્પત્તિ ખરેખર આમ છે. મેં પણ હમણાં જ વ્યુત્પત્તિ વિભાગમાં ફેરફાર કર્યો છે. --એ. આર. ભટ્ટ (talk) ૦૯:૦૩, ૯ મે ૨૦૧૫ (IST)
- પ્રિય ધવલભાઇ, મેં જ લેખ બનાવ્યા પછી તર્ત જ તમને WhatsApp પર એ લેખમાં ભુલ હોય તો સુધારવા માટે વિનંતિ કરેલી તો પછી તમે ઉત્સાહથી એક લેખ બનાવ્યો હતો, એનો વિરોધ કરવો નહોતો એ વાત જ ક્યાં આવે છે? એટલે મારા પર એવો અહેસાન જતાવવાની કોઇ જરૂર નથી. વળી ઉત્સાહથી એક લેખ બનાવ્યો હતો એમ કહીને આ જાણે મારો પહેલો જ લેખ હોય એવું જતાવવાનો પ્રયત્ન અને એ રીતે ઉતારી પાડવાનો પ્રયત્ન આ વાંચી રહેલા અન્ય લોકોના મનોરંજન માટે હોય તો ભલે, પણ હા એટલું ચોક્કસ લાગશે કે ગુજ. વિકી પર પ્રબંધકો સિવાયના લોકોનો અભિપ્રાય પ્રબંધકોથી અલગ પડે ત્યારે એને કેવી મનોરંજક ઢબે ઉતારી પાડવામાં આવે છે અને આ રીત અપનાવવાથી ગુજ. વિકિ. ને શું ફાયદો થશે એ વિચારવા લાયક છે. --એ. આર. ભટ્ટ (talk) ૧૦:૫૬, ૯ મે ૨૦૧૫ (IST)
- પ્રિય શ્રી ભટ્ટભાઈ, હા, તમે મને વોટ્સએપ પર ભુલ હોય તો તે સુધારવા માટે કહ્યું હતું, અને એ પછી આપણે ગુજરાતીવિકિ ગ્રુપમાં પણ એ વિષે ચર્ચા થઈ હતી. સંજોગોવશાત આખો દિવસ મારાથી એ લેખ જોઈ શકાયો નહોતો. તમને યાદ હોય તો ગ્રુપચાટમાં પણ અશોકભાઈ શું કહી રહ્યા હતા અને તમારો લેખ એક્ચ્યુઅલી કઈ વનસ્પતિ પર હતો તે વિષે મારા મનમાં અસમંજસ હતી એવું સ્પષ્ટ થયું હતું, અશોકભાઈએ ફોડ પાડ્યો ત્યારે જ મને સમજાયું હતું કે હું કોઈ ગોટાળો કરી રહ્યો હતો. વધુમાં તમે મને અલગથી આ વનસ્પતિનું નામ પૂછ્યું હતું, પરંતુ હું આળસમાં અને પછી ઘરથી બહાર હોવાને કારણે ચોક્સાઇ કરીને જણાવી શક્યો નહતો. છેવટે ગુગલમાંથી શોધીને મેં તમને એક નામ જણાવ્યું હતું. તમે ત્યારબાદ તમારી રીતે સંશોધન કરીને એક નામ શોધ્યું અને તેના પર લેખ બનાવ્યો. એ જ કારણે તમે ઉત્સાહથી એક લેખ બનાવ્યો હતો, એનો વિરોધ કરવો નહોતો એમ લખ્યું હતું. અને એક વાત તો સર્વવિદિત છે અને પહેલા અન્ય લોકો પણ કહી ચુક્યા છે અને હું તે હકિકત સ્વિકારવામાં જરાપણ નાનપ નથી અનુભવતો, કે અહિં હું એક માત્ર એવો સક્રિય સભ્ય છું જેણે સૌથી ઓછી સંખ્યામાં નવા લેખ બનાવ્યા હોય અને એ કારણે હું કોઈ પણ સભ્યને ઉતારી પાડવા જેટલી હલકી હરકત પર તો ન જ ઉતરી આવું. તમે મારા અંગત મિત્ર છો, મારા કટ્ટર વિરોધી કે દુશ્મન માટે પણ હું એવા ભાવથી આવી વાત ન કરું તો તમારા માટે તો કરવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો. મેં આપને એક નામ જણાવ્યું હતું, તમારા સંશોધનને પરિણામે બીજું નામ મળ્યું હતું, અશોકભાઈએ વોટ્સએપ ગ્રુપમાં જે નામનો ઉલ્લેખ કર્યો તે ત્રીજું નામ, આમ ત્રણ-ત્રણ નામો નજર સામે આવતા, મોડી રાત્રે (ભારતીય સમય પ્રમાણે વહેલી પરોઢે કે મધ્યરાત્રી પછી) સમય કાઢીને હાથવગા વનસ્પતિશાસ્ત્રના પુસ્તક અને ઓનલાઇન રિસોર્સિસમાંથી સંશોધન કરીને એક લેખ બનાવ્યો - બાવચી. એ લેખના ઇતિહાસમાં જઈને તમે જોઈ શકશો કે પુનરાવર્તન ક્રમાંક ૪૦૨૦૧૩ કે જે ભારતીય સમય પ્રમાણે ૦૦:૪૭, ૫ મે ૨૦૧૫એ કરવામાં આવ્યું તેમાં મેં તકમરિયાનો ઉલ્લેખ એ લેખમાંથી હટાવ્યો. જે એમ દર્શાવે છે કે ત્યાં સુધી હું વનસ્પતિશાસ્ત્રમાં અનુસ્નાતક થયો હોવા છતાં અને મારી પાસેના સ્રોતમાંથી મળેલી માહિતીને જ અનુસર્યો હોવા છતાં ખોટો હતો. ૦૦:૧૫, ૫ મે ૨૦૧૫એ મેં આ લેખ (તકમરિયાં), કે જે ત્યાં સુધી ફક્ત એક દિશાનિર્દેશનનું પાનું હતું તેમાં ફેરફાર કરવાની શરૂઆત કરી હતી, જેમાં પણ મેં આ લેખને મેં તે સમયે બનાવેલા લેખ બાવચી પર જ વાળ્યો હતો. ૦૦:૪૭ વાગ્યે ખાતરી થઈ કે એ નામ પણ ખોટું છે ત્યારે મેં અહિં ફેરફાર કરવાની શરૂઆત કરી અને તેના પરિણામે તમે જોઈ શકશો કે મેં ૦૧:૨૪ વાગ્યે કરેલા પુનરાવર્તન ક્રમાંક ૪૦૨૦૦૯માં સૌપ્રથમ આ લેખને મેં યોગ્ય માહિતીથી સજ્જ કર્યો હતો. આટલું બધું થયું હોવાને કારણે તમારા બનાવેલા લેખને બદલવાને બદલે મેં વધુ ચોક્સાઇ કરવાનું વિચાર્યું અને એને યથાવત રાખી આગળ વધવાનું નક્કી કર્યું. જ્યાં સુધી હું પોતે જ શ્યોર ન હોઉં કે સાચું નામ કયું અને વધુ યોગ્ય લેખ કયો ત્યાં સુધી અન્ય કોઈ લેખને હટાવવાનો કે એમાં ફેરફાર કરવાનો અધિકાર મને નથી એમ મારું એ સમયે માનવાનું હતું અને હજુ પણ છે. આપે એક કરતા વધુ લેખો બનાવ્યા છે એ તો સર્વવિદિત છે, તમારા હાલના સભ્યનામ અને આ પહેલાના થોડાઘણા સભ્યનામોથી પણ હું વાકેફ છું તે તમે સારીપેઠે જાણો છો. તમે વિવિધ સભ્યનામો હેઠળ ચોક્કસ મારા કરતા વધુ નવા લેખો બનાવ્યા છે અને આપણે વ્યક્તિગત થયેલી ચર્ચામાં મેં જાણ્યું હતું કે તમે મારા કરતા પણ પહેલા ગુજરાતી વિકિપીડિયામાં જોડાયા હતા અને ત્યારથી હજુ સુધી સક્રિય છો. આ બધી જાણકારી મને હોવા છતાં હું તમે એક લેખ બનાવ્યો એમ સંખ્યાત્મક ભાવથી કદી કહું જ નહિ એવો વિશ્વાસ તમને અત્યાર સુધીમાં હું નથી અપાવી શક્યો તે મારી નિષ્ફળતા છે. મેં વાપરેલો શબ્દ એક એ કોઇ કે કોઇકના સંદર્ભમાં વાપર્યો હતો, સંખ્યાવાચક ૧ના સંદર્ભમાં નહિ, એક શબ્દ કોઇના પર્યાયમાં પણ આપણી ભાષામાં વપરાય છે એનો પુરાવો ગુજરાતી લેક્સિકનમાં આપેલા આ અર્થ પરથી તમે અને અન્ય સૌ ચોક્સાઈ કરી શકશો.
- આ સાથે હું સ્પષ્ટતા કરું છું કે, અગાઉ લખેલા મારા કોઈ પણ વાક્યો કે વિધાનોમાં તમને (સભ્ય શ્રી એ. આર. ભટ્ટને) ઉતારી પાડવાનો કોઈ પ્રયત્ન કે ઉદ્દેશ નહોતો, કે ન તો આ વાંચી રહેલા અન્ય લોકોના મનોરંજન માટે મારા દ્વારા કશું લખવામાં આવ્યું છે. સાથે સાથે હું, મારા અને મારા સહપ્રબંધક અશોકભાઈ મોઢવાડીયા વતિ એક વાતની આપને અને આ ચર્ચા અત્યારે વાંચી રહેલા તથા ભવિષ્યમાં વાંચનારા તમામ સભ્યો, બિનસભ્યો તથા વાચકો (વાંચનાર)ને બાંહેધરી આપું છું કે ગુજ. વિકી પર પ્રબંધકો સિવાયના લોકોનો અભિપ્રાય પ્રબંધકોથી અલગ પડે ત્યારે એને કદાપી મનોરંજક ઢબે ઉતારી પાડવામાં આવતો નથી. ચોતરા પર થયેલી અનેક ચર્ચાઓ અને તેના પરિણામો પરથી કોઈપણ વ્યક્તિ એ જાણી શકે છે કે કેટકેટલી વખત પ્રબંધક/પ્રબંધકો પોતે ચર્ચાઓમાં હાર્યા હોય અને અન્ય સભ્ય/સભ્યોના અભિપ્રાયોને અહિં નીતિ કે નિર્ણય રૂપે અપનાવ્યા હોય. ગુજરાતી વિકિપીડિયા મારા સ્વર્ગસ્થ પૂજ્ય પિતાશ્રીની માલિકીનું નથી, તે મને તેમના દ્વારા વારસામાં આવ્યું નથી અને નથી તો એ મારી અંગત મિલકત. ગુજરાતી વિકિપીડિયા અન્ય બધા જ વિકિપ્રકલ્પોની જેમ જ અહિં યોગદાન કરનાર સહુના સહભાગથી રચાયું છે અને જળવાઇ રહ્યું છે, તેની પર કોઈની પણ માલિકી નથી. અહિંની નીતિઓ પણ અન્ય વિકિ પ્રકલ્પો પરથી પ્રેરિત અને/અથવા ગુજરાતી વિકિપીડિયામાં નીતિ નિર્ધારણ સમયે સક્રિય રહેલા સભ્યોની સાથે જાહેરમાં થયેલી સલાહમસલતને પરિણામે સમુદાયની સર્વસ્વિકૃતિ બાદજ અસ્તિત્વમાં આવેલી છે. આ આખી જ ચર્ચામાં મારો સભ્યશ્રી એ.આર. ભટ્ટને ઠેસ પહોંચાડવાનો, નાસીપાસ કરવાનો, અહેસાન જતાવવાનો, ઉતારી પાડવાનો, ખોટા સાબિત કરવાનો, કે એવો અન્ય કોઈપણ મલિન ઈરાદો નહોતો અને કદી હોઈ શકે નહી.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૧, ૧૧ મે ૨૦૧૫ (IST)
- પ્રિય ધવલભાઇ, મેં જ લેખ બનાવ્યા પછી તર્ત જ તમને WhatsApp પર એ લેખમાં ભુલ હોય તો સુધારવા માટે વિનંતિ કરેલી તો પછી તમે ઉત્સાહથી એક લેખ બનાવ્યો હતો, એનો વિરોધ કરવો નહોતો એ વાત જ ક્યાં આવે છે? એટલે મારા પર એવો અહેસાન જતાવવાની કોઇ જરૂર નથી. વળી ઉત્સાહથી એક લેખ બનાવ્યો હતો એમ કહીને આ જાણે મારો પહેલો જ લેખ હોય એવું જતાવવાનો પ્રયત્ન અને એ રીતે ઉતારી પાડવાનો પ્રયત્ન આ વાંચી રહેલા અન્ય લોકોના મનોરંજન માટે હોય તો ભલે, પણ હા એટલું ચોક્કસ લાગશે કે ગુજ. વિકી પર પ્રબંધકો સિવાયના લોકોનો અભિપ્રાય પ્રબંધકોથી અલગ પડે ત્યારે એને કેવી મનોરંજક ઢબે ઉતારી પાડવામાં આવે છે અને આ રીત અપનાવવાથી ગુજ. વિકિ. ને શું ફાયદો થશે એ વિચારવા લાયક છે. --એ. આર. ભટ્ટ (talk) ૧૦:૫૬, ૯ મે ૨૦૧૫ (IST)
- વ્યુત્પત્તિ ખરેખર આમ છે. મેં પણ હમણાં જ વ્યુત્પત્તિ વિભાગમાં ફેરફાર કર્યો છે. --એ. આર. ભટ્ટ (talk) ૦૯:૦૩, ૯ મે ૨૦૧૫ (IST)
- શ્રીમાન ભટ્ટજી, મુદ્દો બદલો નહિ ! અહીં બાબત છે તમે સસંદર્ભ વિગત સાથે સંદર્ભમાં ન હોય એવી વિગત જોડી તેને વાજબીપણે હટાવાઇ એની. તમે એને જ્યાં જોડી ત્યાં એ અમાન્ય જ હતી. તો કાં તમે મને ત્યાં નોંધેલા સંદર્ભમાં હટાવાયેલો શબ્દ બતાવો, કાં મે કર્યો એ ફેરફાર બરાબર હતો એ માન્ય ગણો. અન્યત્ર ક્યાયથી મેં શબ્દ હજુ હટાવ્યો નથી. બાકીની તમારી બધી દલીલ તમે જે તે સભ્યને અને જે તે પાને જણાવો તે યોગ્ય રહેશે. કેમ કે અહીં તેનું કોઇ પ્રયોજન નથી. આ લેખ ખોટી જોડણીવાળા મથાળાનો હોય તો અન્ય સભ્ય તે જ સાચી જોડણીવાળા મથાળાથી બનાવે એમાં વાંધાજનક શું છે ? તમે જે જોડણી દર્શાવો છો એ ખોટી છે એવું શબ્દકોશ જોતા જણાય છે છતાં આપણે એ પ્રચલિત હોય તો લેખમાં એનો ઉલ્લેખ રાખી શકીએ. પ્રચલીતતા કોઇ એક-બે જગ્યાએ કે મારા તમારા દ્વારા બોલાતું હોવાથી સાબીત નથી થતી. અને હા, મને માત્ર મારા કામ પુરતું જ લેવાદેવા રહેવા દેવા. અન્ય સભ્યશ્રી કે પ્રબંધકશ્રીનાં કાર્યોનો ખુલાશો આપવા નો મને હક્ક કે ફરજ નથી, ( સિવાય કે સ્વેચ્છાએ અથવા એ મારું સહકાર્ય હોય કે મને વિનંતી કરાઈ હોય). અને હા, તમને બધું તમારા માથે ઓઢવાની વાત પણ અયોગ્ય છે. નિયમપાલનના અપવાદ વિશે લખ્યું તે સમજણ બહારનું છે ! હજુ એક દિવસ પહેલાં જ મેં એક લેખમાં ફેરફાર કર્યો તેનો સંદર્ભ ધવલભાઇએ કડકાઈપૂર્વક માંગી લીધો અને મેં આપ્યો પણ ખરો. આમાં તમે એક અપવાદ ક્યાંથી થયા ! બાકી માત્ર ચર્ચાઓ અને દલીલો કે ખોંચાઓ કાઢ્યે રાખ્યે કંઇ ન વળે. અન્યના કામ પણ ધ્યાને લો તો જણાશે કે વ્યક્તિ નહીં કામ અપવાદરૂપ હોય છે ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૫, ૯ મે ૨૦૧૫ (IST)
- http://www.gujaratimidday.com/life/recipes/naturally-good-juice આ પાનામાં ઉલ્લેખ છે. એ પાનું બન્યું ત્યારે અહીં તખમરિયાં નો કોઇ લેખ ન હતો. --એ. આર. ભટ્ટ (talk) ૧૭:૩૪, ૮ મે ૨૦૧૫ (IST)
- સાચો કઈ રીતે છે ? પ્રચલીત કઈ રીતે કહો છો ?? સંદર્ભ ??? તમારી ખબર પાકી હોવાનો કોઈ આધાર રજુ કરવાની તમારી ફરજ છે એ તો સમજાવવાનું ન જ હોય ! બાકી મેં અને ધવલભાઈએ સાંભળ્યો હોય કે નહીં એનું કોઈ મહત્વ નથી ! ગૂગલસર્ચમાં "તખમરીયા" શબ્દ વિશે ૬ રિઝલ્ટ મળે છે જે પણ એ શબ્દ વિકિ પર લખાયાને કારણે છે. શબ્દકોશ (ભગોમં) પર માત્ર "તકમરિયાં" છે, (અને હું ’ભગોમં’ ના રચેતા કરતાં વધુ જ્ઞાની નથી !) એટલે એના સંદર્ભ સાથે આપે "તખમરીયા" જોડ્યું એ મારે હટાવવું જ રહ્યું. અન્યથા ખોટી વિગત જાય. આપ વ્યુત્પત્તિ વિશે સંદર્ભ આપો અને લખો. આમાં મારે કે ધવલભાઈને ન તકમરિયાં ન તખમરીયા નું શરબત પીવું છે ! વિકિ પર વિકિના નિયમ પ્રમાણે જ અમે વર્તન કર્યું છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૪, ૮ મે ૨૦૧૫ (IST)
- તખમરીયા ખોટો શબ્દ કઇ રીતે છે? એ શબ્દ પ્રચલીત છે. હું આટલા વર્ષોથી કોઇ પણ ફેરફાર પાકી ખબર વગર કરતો નથી. તમે કે ધવલભાઇ એ ન સાંભળ્યો હોય તો એંમાં મારો કશો વાંક નથી. જેમાં થી વ્યુત્ત્પત્તિ થઇ છે તે મુળ શબ્દ જુઓ તો આપોઆપ સમજાય જશે કે તખમરીયા કેમ ખોટો શબ્દ નહોઇ શકે.--એ. આર. ભટ્ટ (talk) ૦૯:૧૦, ૮ મે ૨૦૧૫ (IST)
તખમરિયા ના સંદર્ભ
[ફેરફાર કરો]- રસોઇ વિષેના પુસ્તકોના લેખિકા તરલાબેન દલાલ પોતાના પુસ્તક Cooking With Kids માં રોઝ ફાલુદાની રેસીપીમાં "તખમરીયા" (અનુસ્વાર વગર ઉલ્લેખ કરે છે. )
- ટાઇમ્સસીટી ડોટ કોમ પર તખમરીયા
- ખિચડી ડોટ ઇન પર તખમરીયા
- લાયોગા ડોટ કોમ પર તખમરિયા અને ચિયા સિડ્સનો ઉલ્લેખ
- સ્પાઇસીઝઓફકીચન બ્લોગ પર ૨૦૧૨ની સાલથી તખમરિયાનો ઉલ્લેખ
- ફુડઅલોંગ ડોટ કોમ પર તખમરીયાનો ઉલ્લેખ
- માયમેમરી પર તખમરીયા
આ ઉપરાંત ટ્વીટર પર #takhmariya નો હેશટેગ પણ અસ્તિત્વમાં છે. આ ઉપરાંત ગુગલ અન્ય ૪૪૦ જેટલા પરીણામ બતાવે છે. જે બધા જ અહી લખવા વ્યાજબી નથી લાગતા. --એ. આર. ભટ્ટ (talk) ૧૩:૧૧, ૯ મે ૨૦૧૫ (IST)
- તખમરીયા, ગૂગલ 5 શોધ
- તખમરિયા, ગૂગલ- 1 શોધ
- તખમરિયાં, ગૂગલ 2 શોધ
- આમાં ક્યાંય 440 દેખાતા નથી ! જો કે એનો વાંધો ય નથી. આ માત્ર જાણકારી માટે....બાકી બાર ગાઉએ બોલી બદલે એમ ઉચ્ચારભેદ તો હોવાના જ પણ આપણે સર્વમાન્ય ઉચ્ચાર કે જોડણીને જ વળગવું જોઇએ. એટલે કે, લેખમાં કે મથાળામાં લેવી જોઇએ, અન્ય જાણીતા ઉચ્ચારોનો લેખમાં ઉલ્લેખમાત્ર હોવો જોઇએ. બાકી જોડણી કે ઉચ્ચાર તો ઘણાં લેખકો કે સાક્ષરો પોતાની રીતે કરતા જ હોય છે. આપણે એને રોકી ન શકીયે. અમારે ત્યાં બરડામાં ઓછામાં ઓછા પાંચ લાખ લોકો "પકડવું" ને "કપડવું" બોલે છે ને "પોરબંદર" ને "પોઇર" બોલે ને "પોર" લખે છે કે "અરીસો, આયનો" ને "આભલું" લખે બોલે છે, ટુવાલ કે ટોવેલ ને "ટાવડો" કહે છે તો એ જ શબ્દો મથાળામાં કે લેખમાં બધે જ વાપરવાનો ન હોય. સર્વસામાન્ય શબ્દ અને જોડણી પર આપણે ભાર આપવો જોઇએ. આમાં ન માઠું લગાડવાનું હોય, ન કોઇની મજાકનો ભાવ હોય, આભારનો અને વાદ દ્વારા સંવાદ સાધી વધુ ઉત્તમ કામની જ સૌની દાનત હોય છે કે હોવી જોઇએ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૫૭, ૯ મે ૨૦૧૫ (IST)