લખાણ પર જાઓ

તકમરિયાં

વિકિપીડિયામાંથી
(તખમરીયા થી અહીં વાળેલું)

તકમરિયાંનો છોડ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): એસ્ટરિડ્સ
Order: લેમિએલ્સ
Family: લેમિએસી
Genus: ઓસિમમ (Ocimum)
Species: બેસિલિકમ (O. basilicum)
દ્વિનામી નામ
ઓસિમમ બેસિલિકમ (Ocimum basilicum)
લિનિયસ (L.)

તકમરિયાં, તખમરીયા કે તકમરીયા એ તુલસી અને ડમરાના કૂળની જ વનસ્પતિ Ocimum basilicum (pilosum)ના બીજ છે. અંગ્રેજી ભાષા માં તેને બેસિલ/બાસિલ/બાઝિલ કહેવામાં આવે છે. ઠંડક આપતા પીણા ફાલુદાનો તે અગત્યનો ઘટક છે.

તકમરિયા, આજવલા કે નાસબો (સંસ્કૃત: बर्बरि, वर्वर, मन्जरिकि; મરાઠી: तुखमरिया, सब्झाचे बीज[];અંગ્રેજી: Basil, Thai basil, sweet basil; વૈજ્ઞાનિક નામ: Ocimum basilicum (pilosum)) એક છોડ સ્વરૂપની વનસ્પતિ છે. તે ૦.૫થી ૨.૫ ફુટ ઊંચા ઉગે છે અને તુલસીને મળતા આવે છે.એના પાન અને ફુલની મંજરી તુલસી જેવી જ હોય છે. એના ફુલ ધોળા અને ફળ કાળા થાય છે. એના આખા છોડવા પર ઘણુ કરીને સફેદ કે જાંબુડી છાયા લેતા રંગના નીચા નમતા વાળની રૂંવાટી હોય છે. અને એના છોડવામાંથી નીલીચા (Lemnon-grass)ના છોડવામાંથી નીકળતી સુગંધને મળતી પણ ઘણી તીક્ષ્ણ સુગંધ નીકળતી હોય છે, જેથી એનો છોડવો તરત ઓળખાઈ આવે છે.[]

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

તુખ્મેરિહાન (તુખ્મ-એ-રિહાન) એટલે રિહાનનાં બીજ ઉપરથી તકમરિયાં થયેલ છે.[] તુખ્મેરીહાન પરથી અપભ્રશ તખમરીયાં અને તખમરીયાંનું અપભ્રશ થઇને તકમરિયાં શબ્દ બન્યો છે.

ઉપયોગીતા

[ફેરફાર કરો]
તકમરિયાં (બીજ)

તકમરિયાં ઝીણાં કાળા રંગનાં દાણા જેવાં હોય છે. તે શીતળ છે અને પ્રમેહ, વીર્યસ્ત્રાવ, મરડો, પ્રદર ને પેશાબની બળતરા ઉપર સાકર નાખીને પાણીમાં અગર દૂધમાં પીવાય છે. પાણીમાં તે ભૂરા રંગનાં થઈ જાય છે અને ઠંડક માટે વપરાય છે. તેની માત્રા એકથી બે તોલા છે. આ છોડ તુલસીના જેવો પણ નાનો થાય છે. તેમાં ફૂલ ધોળાં અને ચાર કાળાં બીજડાંવાળાં થાય છે. છોડવામાંથી લીંબુના જેવી સુગંધ નીકળે છે. જનાવરોનો તે ચારો છે. તે જંતુનાશક હોઈ ચેપી રોગચાળા વખતે લોકો તેનો છોડ ઘરમાં બાંધી શકે છે. તેનાં પાનનો રસ જખમ રૂઝવે છે અને માખીનાં ઈંડાંનો નાશ કરે છે. ઝામરના ઉપર કાળા મરી તથા તકમરિયાંનાં પાનની પોટીસ બાંધવાથી ફાયદો થવાનું મનાય છે.[]

સુકા તખમરીયા
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ2,034 kJ (486 kcal)
કાર્બોદિત પદાર્થો
42.12 g
રેષા34.4 g
30.74 g
સંતૃપ્ત ચરબી3.330
મોનોસેચ્યુરેટેડ2.309
પોલીસેચ્યુરેટેડ23.665
16.54 g
વિટામિનો
વિટામિન એ
(7%)
54 μg
થાયામીન (બી)
(54%)
0.62 mg
રીબોફ્લેવીન (બી)
(14%)
0.17 mg
નાયેસીન (બી)
(59%)
8.83 mg
ફૉલેટ (બી)
(12%)
49 μg
વિટામિન સી
(2%)
1.6 mg
વિટામિન ઇ
(3%)
0.5 mg
મિનરલ
કેલ્શિયમ
(63%)
631 mg
લોહતત્વ
(59%)
7.72 mg
મેગ્નેશિયમ
(94%)
335 mg
મેંગેનીઝ
(130%)
2.723 mg
ફોસ્ફરસ
(123%)
860 mg
પોટેશિયમ
(9%)
407 mg
સોડિયમ
(1%)
16 mg
જસત
(48%)
4.58 mg

  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Ocimum basilicum". efloraofindia. મૂળ માંથી 2016-06-30 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-12.
  2. ઠાકર, જયકૃષ્ણ ઈંદ્રજી (૧૯૧૦). "નં ૪૪૬". વનસ્પતિશાસ્ત્ર - કાઠિયાવાડના બરડા ડુંગરની જડીબુટ્ટી તેની પરીક્ષા અને ઉપયોગ. મુંબઈ: ધી "ગુજરાતી" પ્રિન્ટીંગ પ્રેસ. પૃષ્ઠ ૫૭૯-૫૮૧. CS1 maint: discouraged parameter (link)
  3. ૩.૦ ૩.૧ ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "તકમરિયાં". ભગવદ્ગોમંડલ. www.bhagvadgomandal.com. મેળવેલ ૦૭ મે ૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)