લખાણ પર જાઓ

ચર્ચા:દયારામ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પેઈડ-ડેટાબેઝનું સૌજન્ય આપવા બાબત

[ફેરફાર કરો]

@Dsvyas અને KartikMistry: જુઓ w:en:Wikipedia:Questia. Questia એક પેઈડ ડેટાબેઝ સર્વિસ છે. Questia ડેટાબેઝે વિકિપીડિયા લાઈબ્રેરને કેટલાક ઍકાઉન્ટ્સ ફ્રીમાં દાન કરેલા છે, જેથી સભ્યો તેનો ઉપયોગ કરી શકે. પણ જે - તે ડેટાબેઝનો ઉપયોગ કરતી વખતે તે ડેટાબેઝને ક્રૅડીટ આપવી જરૂરી છે તેવું આપણને Wikipedia Library કહે છે. માટે |via=Questia રેફરન્સમાં ફરી ઉમેરશો. -Gazal world (ચર્ચા) ૧૭:૪૦, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

કડી દૂર કરવી તેને ક્રેડીટ દૂર કરી તેમ ન ગણાવી શકાય. આપણે સંદર્ભમાંથી Questia ક્યારેય દૂર કર્યું જ નથી, (પુનઃ)દૂર કરી તે ફક્ત અંગ્રેજી વિકિપીડિયા પર લઈ જતી કડી... જો Questiaની આ દાનમાં આપેલા ખાતાઓ સામે એવી શરત હોય કે દરેક સંદર્ભને ફક્ત અને ફક્ત તેના અંગ્રેજી પાના સાથે જોડીને જ ક્રેડિટ આપવી તો તે તરફ મારું ધ્યાન દોરશો, બાકી મને અંગ્રેજી વિકિપીડિયાના કોઈપણ પાને લઈ જતી કડિઓ ગુજરાતી વિકિપીડિયામાં ઉચિત નથી લાગતી.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૧, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
ઓકે. માફ કરશો. મારી જોવામાં ભૂલ થઈ હતી. કાર્તિક, તમે Questia માટે ગુજરાતી પેજ બનાવી શકશો? -Gazal world (ચર્ચા) ૧૮:૨૪, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
બીજી વાત. જ્યાં સુધી Questaiનું ગુજરાતી પેજ અસ્તિત્વમાં નથી, ત્યાં સુધી એગ્રજી સાથે એને લીન્ક કરવામા મને કંઈ વાંધો દેખાતો નથી. છેવટે તો તે એક સાચી જગ્યાએ લીન્ક કરેલું જ કહેવાશે, તે પણ Questiaનું જ પેજ છે. અને છેવટે તો ગુજરાતી કે અંગ્રેજી - બંને વિકિપીડિયાનો જ એક ભાગ છે. Citation માં માત્ર Questia લખેલું જોઈને વાંચક મૂંજાય પણ જાય, જ્યારે તેને લીન્ક કરેલું હોય તો વાંચક ત્યા ક્લીક કરીને માહિતી મેળવી શકે અને જાણી શકે કે Questia શું છે ? ડેટાબેઝ વાળા લોકો આ જ આશયથી આપણને તેમના એકાઉન્ટસ ફ્રીમાં આપે છે, કે જેથી વિકિપીડિયા પર તેનો વધુ ને વધુ ઉપયોગ થાય અને તેમના ડેટાબેઝનો સાથે સાથે પ્રચાર પણ થાય. -Gazal world (ચર્ચા) ૧૮:૩૨, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
માફ કરશો, પણ હું આ તર્ક સાથે સહમત નથી. ગુજરાતી ભાષાનું પોતાનું અલાયદું વિકિ છે, અને તે કારણે અન્ય વિકિની કડીઓ તેમાં ન જ હોવી જોઈએ. શું અંગ્રેજી વિકિપીડિયામાં તમે કોઈ ગુજરાતી વિકિના લેખની કડી ઉમેરશો તો તે ચલાવી લેવામાં આવશે? આપણી પાસે ન હોય તો એ પાનું બનાવવું જોઈએ, બાકી કોઈએ આપણને કશું મફત આપ્યું માટે આપણે તેમનો પ્રચાર કરવો એવી વ્યક્તિગત માન્યતા સાથે વિકિમીડિયા ફાઉન્ડેશન પોતે પણ બંધારણીય રીતે સહમત નહિ થાય. કોઈને શ્રય આપવો અને તેમનો પ્રચાર કરવો તે બે અલગ વસ્તુઓ છે. જો એ પાનાની કડી ન મૂકીએ તો ન જ ચાલે એમ હોય તો એના બદલે હું આ સંદર્ભ અહિંથી દૂર કરવાનું વધુ ઉચિત સમજીશ, કેમકે ગુજરાતી ભાષાનું વાંચન કરનાર અંગ્રેજી સંદર્ભ જોઈ અને સમજી શકે એની શક્યતા ઓછી જ છે. અને આ સંદર્ભ છે પણ કયા વાક્ય માટે, દયારામનું મોટા ભાગનું સર્જન ગરબી સ્વરૂપે છે., શું ખરેખર આપણે આ વાત સિદ્ધ કરવા માટે આટલું બધું કરવાની જરૂર છે? --ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૭, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]
હું ફક્ત વિકિપીડિયા દ્વારા નક્કી કરવામા આવેલ નિયમની જ વાત કરી રહ્યો છું અહિં, જે આપ પણ w:en:Wikipedia:Questia પાના પર જોઈ શકો છો. -Gazal world (ચર્ચા) ૧૮:૫૯, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]