ચર્ચા:પાળેલાં પશુઓ પર થતી શસ્ત્રક્રિયાની યાદી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અંગ્રેજી શબ્દ[ફેરફાર કરો]

આપણા ગુજરાતીમાં ઓપરેશન માટે શસ્ત્રક્રિયા શબ્દ છે. શું બદલવાની જરૂર છે? વલી "પશુઓ" અને "ના" વચ્ચે ખાલી કગ્યા ૯સ્પેસ) રાખી છે તેની પણ જરૂર ખરી? આ લેખમાં માત્ર પશુઓ પર થતી શસ્ત્રક્રિયાની યાદી છે. તો તે મુજબ લેખનું નામ "પાળેલા પશુઓ પર થતી શસ્ત્રક્રિયાની યાદી" હોઈ શકે? --sushant (talk) ૦૭:૫૩, ૪ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]

માનનિય શ્રી સુશાંતભાઇના સુચન સાથે સહમત. --Tekina (talk) ૦૮:૧૧, ૪ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત. તમને જે નામ યોગ્ય લાગે તે મુજબ બદલી નાખવા વિનંતિ. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૩૩, ૪ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
ભ.ગો.મં. જણાવે છે કે ચોપગું, પંચેન્દ્રિય ધરાવતું, રુવાંટી અને પૂંછડાવાળું પ્રાણી જે ’પાશ’ (દોરડું)થી બાંધી શકાય તે "પશુ". (આ માત્ર સામાન્યજ્ઞાનાર્થે !) તો આમ, પાળતુ જાનવરને પશુ કહેવાય, માટે "પાળેલા" શબ્દ અલગથી લખવો જરૂરી નથી. છતાં વ્યવહારમાં ’પાળેલાં પશુ’, ’હિંસ્ર પશુ’, ’રખડુ પશુ’, ’વગડાઉ પશુ’ એવા શબ્દપ્રયોગ થતા હોય આપણે ચોક્કસતા દર્શાવવા માટે ’પાળેલાં પશુ’ એમ લખીએ તો ચાલે. ’ના’ ની આગળ સ્પેસ નકામી ગણાય અને ’પાળેલાં પશુઓ પર થતી શસ્ત્રક્રિયાની યાદી’ કે ’પાળેલાં પશુઓની શસ્ત્રક્રિયા’ એવું કોઈ મથાળું રાખો તે બરાબર થશે. સહમત. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૧૨, ૪ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકભાઈ માહિતી બદ્દલ આભર. આપનો સોઝાવ યોગ્ય છે. નામ બદલી દેશો. --sushant (talk) ૦૯:૩૧, ૫ મે ૨૦૧૨ (IST)[ઉત્તર]