લખાણ પર જાઓ

ચર્ચા:મુહમ્મદ ઝકરિયા કાંધલવી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

લેખની ભાષા સુધારી દીઘી છે. --Suvaas (ચર્ચા) ૧૯:૩૨, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

બીજી વાત આ કે કોઇ વિશેષ ધર્મની પરિભાષાઅો અને માન્યતાઅોને બીજી ભાષામાં અનુવાદિત કરવી ઘણી અઘરી હોય છે. અન્ય ઘર્મના લોકો એને સમજી ન ૫ણ શકે.. જેમ કે હિન્દુઅોમાં જૈન લોકોની પરિભાષાઅોને સમજવી અઘરી હોય છે.. આ બાબત પણ સામે રાખવામાં આવેે...--Suvaas (ચર્ચા) ૧૯:૩૫, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

અંગ્રેજી વિકિપીડિયામાં આ અંગેના લેખો કઇ રીતે મૂકવામાં આવે તે જોવા વિનંતી --KartikMistry (ચર્ચા) ૧૯:૫૭, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
આ માધ્યમ ગુજરાતી ભાષામાં જ્ઞાન માટેનું છે, નહિ કે કોઈ ચોક્કસ ધર્મના જ્ઞાન માટેનું. અહિં ગુજરાતી ભાષામાં સમજાઈ શકે તેવી જ ભાષામાં લખવામાં આવે છે. ટેકનિકલ અને વૈજ્ઞાનિક લેખોનું પણ જો ગુજરાતી ભાષામાં લેખન થઈ શકતું હોય તો કોઈક ધર્મ વિષેનું લખાણ કેમ નહિ? હિંદુ ધર્મના શાસ્ત્રો સંસ્કૃતમાં લખાયેલા છે, એનો અર્થ એમ તો ન થાય કે હિંદુ ધર્મને લગતા બધા જ લેખો અહિં સંસ્કૃતમાં લખવામાં આવે. જૈન ધર્મને લગતા લેખો વાંચી જુઓ, તે બધા જ લેખો શુદ્ધ અને સમજાય તેવી જ ગુજરાતી ભાષામાં લખાયેલા છે. ઉર્દુ ભાષા માટે ઉર્દુ વિકિપીડિયા અને અરેબિક ભાષા માટે અરેબિક વિકિપીડિયા છે જ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૨૯, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
+૧ --KartikMistry (ચર્ચા) ૧૬:૫૯, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

આભાર.. સુધારા બદલ ઘન્યવાદ.. એક વાત અરજ કરવાની કે આ૫ સહુની વાતથી એમ લાગી આવે છે કે અંગ્રેજી વિકી એ બીજી બઘી જ ભાષાઅોનું મુળ ગણાવું જોઇએ.. એટલે દરેક વાતે અંગ્રેજીનો ૫ુરાવો આપવમાં આવે છે કાં એવું કહેવામાં આવે છે કે અંગ્રેજીમાં જોઇને સુધારો કરવામાં આવે.. આવું કેમ ? જો કોઇ માહિતી ગુજરાતીમાં વધારે હોય અને સંદર્ભ પણ આપવામાં આવેલ હોય તો એના થકી અંગ્રેજીમાં જ સુઘારો કરવામાં આવે તો એ સારું કહેવાય. --Suvaas (ચર્ચા) ૦૮:૦૫, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

જે એક બાબતનો સંદર્ભ બાકી હતો તે પણ આ૫ી દીધો છે. તે આધારે અંગ્રેજીમાં પણ સુધારી લેશો.. એવી અરજ. મારું અંગ્રેજી કાચું છે.--Suvaas (ચર્ચા) ૦૮:૧૯, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

@Suvaasભાઇ, અાવું જરાય નથી. સામાન્ય રીતે સભ્યો અંગ્રેજીમાંથી ભાષાંતર કરીને લેખ બનાવતા હોય છે અેટલે કોઈને અેમ લાગ્યું હશે. બીજું અે કે અંગ્રેજી વિકિ. ના લેખો જોવાનું અાપને કોઈ સદસ્યએ અેટલા માટે કીધું હશે કે તેના લેખો ઘણાં સમૃદ્ધ હોય છે સંદર્ભો પણ ઘણા હોય છે અને અાપણે ગુજરાતીમાં કોઇ લેખ બનાવતા હોઇએ તો અંગ્રેજી વિકિ.માંથી સંદર્ભો અાસાનીથી મળી જાય છે. તેથી અા સભ્યો બીજાને અે માટે સલાહ અાપે છે. મારી જેમ અાપને પણ અંગ્રેજી અાવડતું નથી તો અાપણે અંગ્રેજી સાથે પનારો પાડવાની જરાય જરુર નથી. સંદર્ભો અંગ્રેજી કરતાં ગુજરાતીમાં વધું અાવકાર્ય છે. અંગ્રેજી કોઇ ભાષાની જનની નથી પણ અંગ્રેજી વિકિ. અન્ય તમામ ભાષાના વિકિ. કરતાં સૌથી સમૃદ્ધ છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૩૮, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
પ્રિય સુવાસ, સુધારેલો લેખ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે અશોકભાઇએ કેટલી મહેનત કરી છે. વધુમાં તમે જેમ વિકિમાં (આ પ્રકારનાં) લેખો બનાવશો એમ અન્ય સભ્યોનું કામ બેવડાશે. નવાં લેખો આવકાર્ય છે, પરંતુ આરામથી તે બનાવો. પહેલાં વિકિ-શૈલીનો અભ્યાસ કરવા વિનંતી --KartikMistry (ચર્ચા) ૧૧:૦૨, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]
સુવાસજી, ખુટતા સંદર્ભ બદલ આભાર. સંદર્ભ એ જ્ઞાનકોશ માટે મહત્વની બાબત છે એ તો આપ સમજ્યા જ છો. બીજું કે, ઉપર અન્ય મિત્રોએ સમજાવ્યું તે એકદમ સરસ અને સરળ છે. એ મિત્રોનો પણ આભાર. જો ગુજરાતીમાં સંદર્ભ (કે અંગ્રેજી વિકિ પર ન હોય તેવો આપણે ધ્યાને ચઢેલો કોઈ વિકિમાન્ય સંદર્ભ) મળે તે ખુશીથી વાપરવો જ. અંગ્રેજીનો આપણને મોહ નથી, માત્ર સગવડ ખાતર આપણે અંગ્રેજી વિકિ (કે અન્ય કોઈપણ ભાષાના વિકિ) નો આશરો લઈએ છીએ. અન્યત્ર ક્યાંક હમણાં જ ધ્યાને ચઢ્યું (અને સુધારાયું પણ) તે વિશે અહીં જ જરા માર્ગદર્શન આપી દઊં તો, આપણે અહીં લેખમાં બીનજરૂરી અંગ્રેજી વિકિના લેખની ઈનલાઈન લિંક્સ ન આપવાનું અગાઉ નક્કી કરેલું છે, એટલે એ મહેનત ન લેવા સલાહ છે. એથી બહેતર તો એ થશે કે જરૂરી લેખ (ભલે હાલ સ્ટબ પ્રકારના, પ્રાથમિક વિગતો ધરાવતા) અહીં જ નવા બનાવતા જવા. આપનાં સહકાર બદલ આભાર. કાર્ય કરતા રહેશો. સમસ્યા હોય ત્યાં નિઃસંકોચ જણાવી શકો છો.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૪, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]