ચર્ચા:સોફ્ટવેર પરીક્ષણ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખ બરાબર લાગે છે. તેથી તે રાખવું જોઈએ. — આ સહી વગરની ટીપ્પણી 2401:4900:16a4:2ff2:2:2:781f:6c62 વડે ઉમેરાઇ હતી. (ચર્ચાયોગદાનો) ૨૧:૧૮, ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

કઇ રીતે બરાબર લાગે છે તે વિસ્તૃત રીતે જણાવવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૩૮, ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]
જે પરિવર્તન કરવાની જરૂર છે તે કરવામાં આવ્યા છે. કૃપા કરીને ફરીથી લેખ પર એક નજર નાખો. બદલાવ માટે મેં ભરપુર પ્રયાસ કર્યા છે. આભાર. --સભ્ય:Vp9957 (ચર્ચા) ૧૬:૧૬, ૨૬ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]
કયા પરિવર્તન કર્યા છે તે જણાવશો. એક સંદર્ભમાંથી તમે access-date પણ દૂર કર્યું છે. કારણ? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૪૯, ૨૬ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

એક્સેસની તારીખને દૂર કરવા માટેનું કારણ માત્ર એ જ હતું કે તે સંદર્ભ સાથે દર્શાવવામાં આવ્યું હતું. બીજું કોઈ કારણ નહોતું. જો તેને રાખવાનું હોય તો હું ફરીથી તેને દાખલ કરી શકું છું.
મેં કરેલા ફેરફારો છે: મેં યોગ્ય રીતે સંદર્ભ કડી(reference link) આપી, જે પેલા આપવામાં આવી ન હતી. જે વાક્યો યોગ્ય ન હતા તે મેં દૂર કર્યા. અને બાકીનો લેખ મારા અનુસાર યોગ્ય છે. કૃપા કરી જો ત્યાં વધુ પરિવર્તન જરૂરી હોય તો મને સૂચવો. હું તેને યોગ્ય બનાવીશ. --સભ્ય:Vp9957 (ચર્ચા) ૦૦:૫૩, ૨૭ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

લેખ લખનાર સભ્યને જણાવવાનું કે સામાન્યરીતે લેખ સુધારીને વિકિપીડિયાના ધારા-ધોરણસર કરી નાખવા માટે એકાદ - બે દિવસની મહેતલ આપવામાં આવે છે. ૨૭ ઓગષ્ટ ની રાત પુરી થયા પછી પણ જો લેખ સુધર્યો નહી હોય તો નછુટકે લેખ રદ્દ કરવો પડશે. આશા છે તમે લેખને સત્વરે સુધારી નાખશો. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૨:૨૯, ૨૬ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

લેખમાં હજુ સુધી કોઈ ખાસ ફેરફારો થયા હોય એવું જણાતું નથી, ખાસ કરી ને એની ભાષા. પ્રથમ ફકરો વાંચતા જ મગજ ચકરાવે ચડે છે કે કવિ અહિં કહેવા શું માંગે છે. સભ્ય:Vp9957 શું તમે ઓટો ટ્રાન્સ્લેશનનો સહારો લીધા વગર આ લેખ લખી શકો તેમ છો?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૩૫, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]


હું સમજી ગયો કે તમે શું કહેવા માગો છો. હું ચોક્કસ ફેરફાર કરીશ. --સભ્ય:Vp9957 (ચર્ચા) ૧૮:૧૩, ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]
રદ કરેલ છે. કેમકે ૨૭ ઓગષ્ટ પછી પણ દિવસો ગયા છે પણ જોઈતી માત્રામાં સુધારા થયા નથી.--A. Bhatt (ચર્ચા) ૧૫:૧૭, ૩૦ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]