ચર્ચા:સોયાબીન

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
  • ભગવદ્ગોમંડલમાં "સોયાબીન" નામ/જોડણી મળે છે. પ્રચલીત નામ પણ સોયાબીન છે. જો કે "સોયબીન" નામ પણ ઓછા પ્રચલીત ઉચ્ચાર તરીકે મળે છે. પણ બહુ પ્રચલીત નામ "સોયાબીન" જ છે. (સંદર્ભ:ગૂગલ સર્ચ: સોયાબીન= 34,300 રિઝલ્ટ, સોયબીન=652 રિઝલ્ટ અને શબ્દકોશ=ભગોમં). અંગ્રેજી લેખ પ્રમાણે અમેરિકન અંગ્રેજીમાં આને soybean કહે છે (એટલે જ કદાચ આપણે ત્યાં કોઈક ’ભાષાંતરકારે’ એને "સોયબીન" કર્યું હશે !) જ્યારે યુ.કે. અને ઔસ્ટ્રેલિયન અંગ્રેજીમાં તેને soya bean કહે છે. મૂળ જાપાની શબ્દ "શોયુ" (shōyu-સોયાસોસ) પરથી અંગ્રેજીએ આ શબ્દો લીધા છે. એટલે આ લેખનું મથાળું, બહુ પ્રચલીત નામ, "સોયાબીન" કરી અને "સોયબીન" ને તેના પર રિડાયરેક્ટ કરવા બાબતે સહમતી-અસહમતી જણાવવા વિનંતી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૦૪, ૧૮ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
સહમત! એ ભાષાંતરકાર એટલે હું :D --KartikMistry (ચર્ચા) ૨૨:૪૪, ૧૮ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
સહમતી બદલ આભાર ! અને એ ’ભાષાંતરકાર’થી મારો અર્થ વિકિના ભાષાંતરકાર એવો નથી, આપણી ભાષાના ભાષાંતરકાર એવો છે ! (અર્થાત, આપ તો નહિ જ :D ) એ પહેલાં પણ ઘણી જગ્યાએ (ગૂગલ સર્ચ-652 રિઝલ્ટ) "સોયબીન" વપરાયું જ છે. એટલે આપણે તેને પ્રચલીત તો ગણ્યું જ છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૦૬, ૧૮ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
હું પણ સોયાબીન સાથે સહમત.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૨, ૧૯ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું - આભાર. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૩૫, ૧૯ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]