ચર્ચા:હડકવા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

"વિષાણુ એ નિર્જીવ હોય છે, પરંતુ તેમની વંશવેલા ના વિસ્તાર કરવાની વૃત્તિ જોતા તેમને 'સજીવ અને નિર્જીવ' ને જોડતી કડી તરીકે પણ ઓળખાવાય છે." - <ref name= વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ ૮. પ્રથમ આવૃત્તી=૨૦૦૪, પ્રકાશક= ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ./> --Pradipsinh hada (talk) ૦૨:૪૬, ૨૬ જૂન ૨૦૧૩ (IST)


ગુજરાત અને હડકવા મથાળા હેઠળ નુ લખાણ કદાચ કોઈક ને અયોગ્ય લાગી શકે છે, પરંતુ અંગ્રેજી વીકીપીડીયા માં પણ ઘણા લેખો માં કોઈક મોટી ઘટના ની અસર કોઈ સ્થાનીક ક્ષેત્ર માં કેવી પડી એ નમુના દ્વારા સમજાવાયેલુ છે. જ્યારે હડકવાએ ભારત માં જ સૌથી વધુ થતો હોય, અને વાંચકો ગુજરાતી હોય ત્યારે વાંચકો વધુ નજીક થી હડકવા ને સમજે એ માટે ગુજરાત નાં હડકવાના કીસ્સા તો ટાંકવા જ પડે એવુ મને લાગ્યું. આ લખવા નો આશય ફક્ત એવો હતો કે વાંચક હડકવાના લક્ષણો ને નજીક થી સમજે.

ઉપરાંત વિકીપીડીયા માં ફક્ત માહીતી ને જ સ્થાન છે, અહેવાલ કે સમાચાર તેમા હોય નહી તેનો મે ખ્યાલ રાખ્યો છે એટલા માટે જ મે એ મુદ્દા ટુંક માં લખ્યા છે, અને પીડીતો ના નામ અને બીજી ચીજો પણ નથી લખી જેનાથી કરી ને માહીતી એ માહીતી ના રૂપે જ રહે અને કોઈ જાત ની અતિશોયુક્તી લાગે નહી. --Pradipsinh hada (talk) ૦૨:૪૬, ૨૬ જૂન ૨૦૧૩ (IST) ગુજરાત અને હડકવા મથાળા હેઠળ અમુક મુદ્દા લખી શકાય જેમ કે, તંત્ર દ્વારા વિવીધ શહેર માં હડકવા ની અટકાયત માટે કરવા માં આવતા કાર્યો, રસીકરણ. ચિત્રો, ભુરી કડી ઉમેરવાના બાકી--Pradipsinh hada (talk) ૦૩:૧૦, ૨૬ જૂન ૨૦૧૩ (IST)

પ્રદિપભાઇ, ખૂબ સુંદર કાર્ય કરી રહ્યાં છો. આગળ વધતા રહો તેવી શુભકામના.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૩૬, ૨૬ જૂન ૨૦૧૩ (IST)
પ્રદીપભાઈ તમારી વાત સાચી છે આ વસ્તુ કરી જ શકાય અને તમે મૂકી છે તે રીતે જ મૂકી શકાય. પણ મને એક ચોથો મુદ્દો છે તે જરા દૂર કરવા જેવો લાગે છે. તે સામાન્ય છે મતલબ કે ઘણી જગ્યાએ બને છે, નોંધવાપાત્ર નથી. (આ હું વિકિના લક્ષ્યાંકે કહી રહ્યો છું બાકી કોઈપણ યુવા મૃત્યુ ક્યારે પણ સામાન્ય નથી હોતું.) આશા છે કે મારો કહેવાનો મુદ્દો તમે લોકો સમજશો અને અન્ય રીતે નહિ લો.--Vyom25 (talk) ૧૧:૨૭, ૨૬ જૂન ૨૦૧૩ (IST)

આભાર યોગેશભાઈ--Pradipsinh hada (talk) ૧૭:૧૨, ૨૮ જૂન ૨૦૧૩ (IST) પરમ સત્ય મિત્ર! ;) એ મુદ્દો કરૂણ જરૂર હતો પરંતુ વિશીષ્ટ નહી, દુર કરી નાખ્યો છે.--Pradipsinh hada (talk) ૧૭:૧૨, ૨૮ જૂન ૨૦૧૩ (IST)

નેશનલ ઓથોરીટીઝ નુ ભાષાંતર મે રાષ્ટ્રીય સુત્રો કર્યુ છે, રાષ્ટ્રીય સુત્રો કે રાષ્ટ્રીય સત્તા યોગ્ય નથી. આના માટે કોઈક એવો વ્યવસ્થીત શબ્દ હશે જેનો વર્તમાન પત્રક અને સમાચાર માં ઉપયોગ થતો હોય એવો જાણીતો શબ્દ શોધી ને રીપ્લેસ કરવો, જરૂર પડે તો આખું વાક્ય પણ બદલાવી શકાય. --Pradipsinh hada (talk) ૧૭:૧૨, ૨૮ જૂન ૨૦૧૩ (IST)

સૌ પ્રથમ ઉલ્લેખ[ફેરફાર કરો]

પ્રદિપભાઇ, ઈસવીસન પૂર્વે ૧૯૩૦માં લખાયેલું મેસોપોટેમિયન પુસ્તક 'એષ્નુન્નાના કાયદા (Laws of Eshnunna)' એ અથર્વવેદ કરતા જૂનું છે તે સામે મને શંકા છે. અથર્વવેદમાં જો હડકવાનો ઉલ્લેખ હોય તો સૌ પ્રથમ ઉલ્લેખ તે જ હોવો જોઇએ. તો આ પુસ્તકનો ઉલ્લેખ બીજો થાય. આપણા ચાર વેદો ઘણા પ્રાચીન છે. કૃષ્ણ જન્મને પાંચ હજાર વર્ષ થયા ત્યારે પણ આ ચાર વેદો વર્ષોથી હતા. પાંચ હજાર વર્ષ ગણો એટલે ૫૦૦૦-૨૦૧૩= ૨૯૮૭ એટલે ઇ.સ. પૂર્વે ૨૯૮૭માં પણ આ વેદનું અસ્તિત્વ હતું. જ્યારે આપ કહો છો તે પુસ્તક ઇ.સ. પૂર્વે ૧૯૩૦માં લખાયેલું છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૬:૧૫, ૨૭ જૂન ૨૦૧૩ (IST)

મને પણ એવુ લાગે છે પરંતુ મે જ્યાંથી સંદર્ભ લઈને લખેલુ છે કે હડકવા નો ઉલ્લેખ 'અથર્વવેદ' અને 'એશ. ના કાયદા' મા છે, તેમાં તેની જોડે જ એવી માહીતી છે કે અથર્વવેદ એ ઇસવીસન પુર્વે ૫૦૦ થી ૧૫૦૦ માં લખયેલો છે, એટલેકે ૨૫૦૦ થી ૩૫૦૦ વર્ષ પહેલા. જ્યારે એશ્નુનાના કાયદા ઈસ.પુર્વે ૧૯૦૦ માં એટલેકે ૩૯૦૦ વર્ષ પહેલા લખાયેલો છે, સાથે સાથે એમ પણ લખેલુ છે કે સૌપ્રથમ ઉલ્લેખ એશ્નુનાના કાયદા માં કરવા માં આવ્યો છે.
પણ એ કોઈ મુદ્દો નથી કેમકે અથર્વવેદ ખુબ જુનો છે, (તમે કહ્યુ તે પરમાણે ૫૦૦૦ વર્ષ) તેવો પણ સંદર્ભ ક્યાંક તો મળી જ જશે. એટલે આપણે આ સંદર્ભ સહીત સાથે સાથે એ સંદર્ભ ટાંકી ને એ પ્રમાણે નુ લખાણ ફરી કરી નાખીશું.--Pradipsinh hada (talk) ૧૭:૦૨, ૨૮ જૂન ૨૦૧૩ (IST)
અથર્વવેદનો કાળ અંગ્રેજ (શબ્દશ: અંગ્રેજ નહિ, પણ અંગ્રેજી ભાષાને વરેલા) સંશોધકો દ્વારા ઈસવીસન પૂર્વેની બીજી સહસ્ત્રાબ્દી ગણવામાં આવે છે. બીજો એક મત તેનો કાળ ઈ.પૂ. દસમીથી બારમી સદીનો ગણે છે. યોગેશભાઈ, આપણા ભારતીયોની અને હિંદુઓની કમબખ્તી તો એ છે કે આપણા જ અમીચંદો આપણા વેદો, શાસ્ત્રો અને સંસ્કૃતિને અન્ય કરતા ઉતરતી, અન્યની નકલ અથવા તો અન્ય કરતા નવી ગણાવે છે. જો મેસોડોનીયન પુસ્તકનું ચોક્કસ વર્ષ જાણમાં હોય તો કેમ આપણા અથર્વવેદનું વર્ષ કે કાળ આટલું અડસટ્ટે જણાવવામાં આવે, દસમી સદી, બારમી સદી અને બીજું સહસ્ત્રાબ્દ એ ત્રણે વચ્ચે કેટલો ભેદ છે એનો શું કોઈને અંદાજ પણ છે? કોઈને પડી પણ છે? મારું તો લોહી ઉકળે છે જ્યારે હું આપણા શાસ્ત્રો અને સંસ્કૃતિને આવો અન્યાય જોઉં છું ત્યારે, પણ આપણે કશું કરી શકીએ તેમ નથી. અહિં પણ જ્યાં સુધી કોઈ માઈનો લાલ અથર્વવેદનો સાચો કાળ ઈ.પૂ. ૧૯૩૦ કરતા જૂનો સાબીત ન કરી દે, ત્યાં સુધી મને-કમને પણ આપણે પેલા પુસ્તકને સૌથી પહેલા ઉલ્લેખ તરીકે સ્વીકારવું જ રહ્યું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૨, ૨૮ જૂન ૨૦૧૩ (IST)

ધવલભાઈ એ કહ્યું તેમ કોઇ ચોક્કસ સંદર્ભ નથી મળી રહ્યો, ઉપરાંત એક હીંદુઈઝ્મ ને લગતી સાઈટ પર પણ વૈદીક કાળ ઈસ.પુર્વે. ૧૫૦૦ થી ૯૦૦ વચ્ચે નો ગણાવાયો છે. ઉપરાંત આપણા જ લોકો એ તેની ખાસ નોંધ નથી લીધી અને ચોક્કસ તારીખ નોંધવાને બદલે 'અત્યંત જુનુ પુરાણું' એવુ રટણ કર્યુ છે.

આમ છતાં ભારતીય સંસ્કૃતી બીજાઓ કરતાં જુની તો હશે જ કેમકે આપણે જેને સામાન્ય રીતે રાક્ષસો તરીકે ઓળખીએ છીએ એ લોકો આપણા ગ્રંથો પ્રમાણે વિદેશોથી અહીં આવેલા મલેચ્છો હતાં, તેઓ એકદમ અસભ્ય અને જંગલી હતાં તેઓ ની ભાષા પણ ઘણી અવિકસીત હતી. આ પર થી તો એવું પ્રતિત થાય છે કે અન્ય દેશો માં જ્યારે સંસ્કૃતિ નો સરખો વિકાસ નહોતો થયો એ વખત થી પણ ભારત માં સભ્ય સમાજ ની રચના હતી.

આમ પણ, ફરક શું પડે છે? એ વાતો નો હવે કોઈ ઉપયોગ નથી. હાલ માં આપણે ક્યાં છીએ એ જુઓ. ચીન માં દરેક અંગ્રેજી ન જાણનાર પણ આરામ થી નેટ પર બધી સુવીધા નો લાભ લઈ શકે છે. તે લોકો પાસે પુરતા પ્રમાણ માં પોતાના ભાષા ની વેબસાઈટ્સ, ફોરમ, ચેટીંગ એપ્લીકેશન, ઉપલબ્ધ છે. ઉપલબ્ધ હોવા કરતાં પણ એ લોકો મોટા પ્રમાણ માં એનો જ ઉપયોગ કરે છે એ મહત્વ ની વાત છે. આવા સમય માં આપણે શુ કરવુ જોઈએ? "ગુજરાતી વીકીપિડીયા માં આવો, સારા-સારા લેખો આમાં સજાવો, અને નવાં-નવાં સભ્યો આમાં લાવો.." :) :) --Pradipsinh hada (talk) ૧૭:૦૨, ૨૮ જૂન ૨૦૧૩ (IST)

મને તો આ આપણા અંગ્રેજ ઇતિહાસકારોને પકડી-પકડીને ગોળીએ દેવાનું મન થાય છે. અથર્વવેદ આ પુસ્તક કરતાં જૂનો છે જ અને એ હું સાબિત કરીને જ રહીશ. મૂળ વાંધો જ ત્યાં છ્ગે કે આ લોકો આપણને જે ભણાવે છે તે આપણે સ્વીકારી લઈએ છીએ. હવે મુદ્દાસર તર્કઃ
  • આપણા અઢાર પુરાણોને સંદર્ભ તરીકે લેવામાં આવે તો એમાં એવું જણાવાયું ચે કે ચારે વેદોની ઉત્પતિ બ્રહ્મ એટલે કે સૃષ્ટિ નિયંતા દ્વારા થઈ છે. પણ અહિં મુદ્દો ઉત્પતિ કાળને લગતો છે. શ્રીમદ્દ ભાગવતમાં શ્રીકૃષ્ણના જીવનનું દર્શન છે. કૃષ્ણનો જીવનકાળ ૫૦૦૦ વર્ષ પૂર્વેનો છે.[૧] [૨]

આ કૃષ્ણનાથી પણ પહેલા લખાયેલી રામાયણ (કૃષ્ણ પૂર્વ જન્મમાં રામ હતા એમ માનવામાં આવે છે)માં પણ ચાર વેદનો ઉલ્લેખ છે. તો અથર્વવેદનો કાળ ઇ.સ. પૂર્વે ૫૦૦ થી ૧૦૦૦ વર્ષ પૂર્વેનો કઈ રીતે હોઇ શકે ? આડવાતઃ આ ઇતિહાસકારો તોએમ પણ કહે છે કે ભારતના સ્થાનિક લોકો ગમ આર હતા અને આર્યો પશ્વિમમાંથી આવ્યા અને બધુ શિખવાડ્યું ! જો અહિંના લોકો ગમાર હતા તો ઋગ્વેદ જેુંવું જ્ઞાન ક્યાંથી આવ્યું ? આ કહેવાતો ઇતિહાસ સાવ ખોટો છે.

  • આ ચારેય વેદો પ્રાચીન છે એટલો સંદર્ભ તો બધેથી મળશે. સૌથી અર્વાચીન શાસ્ત્ર શ્રીમદ્દ ભગવદ્ગીતા પણ ૫૦૦૦ વર્ષ જૂની છે, તો અથર્વવેદ શું ગીતા પછી આવ્યો ?--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૪૧, ૨૯ જૂન ૨૦૧૩ (IST)
યોગેશભાઈ, આપણી સંસ્કૃતિ જૂની, પણ કેટલી જૂની એ કોઈએ નક્કી કર્યું? અને કર્યું તો એના પર એકમત સધાયો? કૃષ્ણનો કાળ અને મહાભારતના સમયગાળા પર મેં મારા બ્લૉગ પર લખ્યું હતું, પણ, એ સંશોધનની વિરુદ્ધમાં પણ અનેક મતો છે. એ જ રીતે રામાયણના કાળ અને લંકાના સ્થાન તથા રાવણ વિષેના એક પુસ્તક પર છ અંકમાં આ બ્લૉગ પર લખાયું હતું, જે વાંચતા તમને લાગશે કે જેને આપણે જૂનું-પુરાણું ગણીએ છીએ તેને આપણા ઈતિહાસકારો કેટલું જૂનું સાબિત કરે છે. વધુમાં, પ્રશ્ન કથાઓ કે પ્રસંગોના કાળ પર નહિ પણ પુસ્તકના લેખનકાળ પર ઉઠાવાતો હોય છે. જેમકે, કૃષ્ણ ભલે કદાચ ૫૦૦૦ વર્ષ પહેલા થઈ ગયા તેમ સ્વીકારી લેવામાં આવે, પણ એથી એમ સાબીત નથી થતું કે ભગવદ્ ગીતા કે મહાભારત ૫૦૦૦ વર્ષ જૂના ગ્રંથો છે. સંશોધકો, એ પુસ્તકોમાં થયેલા ઉલ્લેખો, વપરાયેલી ભાષા વગેરેના આધારે તેમનો (પુસ્તકોનો) કાળ નક્કી કરતા હોય છે અને આપણા જ લોકો એમના તર્કોને સ્વીકારી લેતા હોય છે. ખેર, જે હોય તે. આપણે ઈચ્છીએ કે કોઈ માનો લાલ સાચું સંશોધન દુનિયાને મનાવવામાં સફળ થાય અને આપણી ગરિમા પુન:સ્થાપિત થાય.
પણ મને તો પ્રદીપભાઈની એ વાત ગમી કે, હતું તે તો બરોબર છે, પણ આજે શું છે? કેમ ચીનમાં લોકો કમ્પ્યૂટર અને સાયન્ટિફિક રિસર્ચ સુદ્ધાં તેમની પોતાની ભાષામાં કરવાનો આગ્રહ રાખે છે અને અંગ્રેજીની ગુલામી સ્વીકારતા નથી અને કેમ આપણે ગુજરાતી ભાષાને અપનાવી શકતા નથી?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૬, ૨ જુલાઇ ૨૦૧૩ (IST)
મિત્રો અત્યાર સુધીની અહીંની ચર્ચા અને તે પરથી મારી અને અશોકભાઈની આ વિશેની ચર્ચા પર એક મુદ્દો એવો મળ્યો છે કે અથર્વવેદ કે પછી એષ્નુન્નાના કાયદા પુસ્તકો જ્યારે લખાયાં ત્યારે છાપકામ હતું નહિ કાગળો પણ નહિ માટે તે હસ્તલિખિત પ્રતો હોવી જોઈએ. અને હસ્તલિખિત પ્રતો ઈતિહાસકારોને જે તે સમયની મળી તે પરથી તે પુસ્તકનો લેખનકાળ તેઓએ અડસટે જણાવ્યો. હવે ગાંધીજીની આત્મકથા આપણને અત્યારે મળે તેનો મતલબ એ નહિ કે તે અત્યારે લખાયેલ છે પણ તેનો મતલબ એ કે તે અત્યારની આવૃત્તિ છે. તેવી જ રીતે અથર્વવેદ કે અન્ય વેદોની પ્રતો જૂની સચવાયેલ નથી (કારણ જે હોય તે) માટે જે દિવસે ઈ.સ. પૂર્વે ૧૧૦૦થી વધુ જૂની પ્રતો મળશે તેમ તે વધુ જૂનું છે તે પૂરવાર થશે. એક વિચાર એવો પણ છે કે જો બંને પુસ્તકમાં ઘણું સામ્ય હોય તો એક પુસ્તક બીજાનો અનુવાદ હોય (પણ મેં એક પણ પુસ્તક વાંચેલ નથી માટે તેમાંનું સામ્ય અને તેનું લખાણ કેવું છે તે ખબર નથી માટે બીજો મુદ્દો લખવા ખાતર લખેલ છે.)
ધવલભાઈ તમારા આખરી પ્રશ્નનો જવાબ અતિ સરળ છે તેનું કારણ આજનું ભણતર અને ભણાવનાર. તમે ટીવી પર કે ફિલ્મમાં આવતા હિન્દી કલાકારો, ભારતીય ખેલાડી, કહેવાતા સમાજસેવકો, મોટા ઉદ્યોગપતિઓ અને થોડા ઘણા ભણેલા રાજકીય નેતાઓ બેફામ અંગ્રેજીનો ઉપયોગ કરે છે જ્યારે તે પોતે હિન્દી છે (ક્યારેય ફ્રેન્ચ કે સ્પૅનિશ કલાકાર કે પછી ખેલાડીના ઈન્ટરવ્યુ જોઈએ તો તેઓ પોતાની જ ભાષામાં બોલશે) આ એક ફેશન ગણવામાં આવે છે. અંગ્રેજી ન જાણતો આપણો સામાન્ય માણસ અભણ ગણાય છે જ્યારે તે જ સમયે તે ગુજરાતી, હિન્દી અને મરાઠી કે સંસ્કૃત સમજવા જેટલી બુદ્ધિ ધરાવે છે. કેટલા વિદેશીઓ પોતાની માતૃભાષા સિવાયની ભાષા જાણે છે? તે સરખાવો તો ખબર પડશે કે સરેરાશ ભારતીયો ઓછામાં ઓછી ત્રણ ભાષાનું મધ્યમ કક્ષાનું જ્ઞાન ધરાવે છે.--Vyom25 (talk) ૧૨:૧૪, ૨ જુલાઇ ૨૦૧૩ (IST)
આપની વાત સાચી છે વ્યોમભાઇ. ત્યારે મુદ્રણ અને લખાણ માટેના સાધનો હતા નહિ એટલે એ ઋષીઓ પાસે મૌખિક રીતે અથવા અન્ય કોઇ પદ્ધતિથી સચવાતુ હતું. પણ આપણી એ સંસ્કૃતિ અનેક વખત નામશેષ થઈને ફરી બેઠી થઈ છે. છેલ્લે મુસ્લીમોએ આર્યવર્ત પર હુમલો કર્યો ત્યારે તેમણે આપણા મંદિરો તોડી પાડ્યા, ધાર્મિક સાહિત્ય નાશ પામ્યું, લોકોના મુખમાં થુંકીને, મારીને મુસલમાન બનાવવા લાગ્યાં. તલવારની ધારે મુસ્લીમ ધર્મ અંગીકાર કરાવ્યો. આ કાળ ઘણો લાંબો ચાલેલો, ત્યારે આપણા લોકો આપણું જે મૂળનું અસલ સાહિત્ય છે તે બધુ ભૂલી ગયા હતા. આ તો ડ્યુસન, વિન્ટરનિત્ઝ, મેક્સમૂલર જેવા અંગ્રેજ પ્રૉફેસરોને આપણી સંસ્કૃતિમાં રસ પડ્યો અને તેમણે આ બાધું વાંચીને, તેના વિશે સંશોધન અને મનોમંથન કરીને તેનો પરિચય આપણને કરાવ્યો. આ ઉપરાંત એ સમયમાં શંકરાચાર્ય જેવા મહાપુરુષો પણ જન્મ્યા જેમણે આપણી સંસ્કૃતિનું પુનઃસ્થાપન કર્યું. એટલે હાલનો જે ઇતિહાસ છે તે આ આદરપાત્ર અંગ્રેજોને પોતાના સંશોધનમાં જે મળ્યું તેના આધારે છે, અધૂરો છે. અનુમાનો જ માત્ર છે.

અથર્વવેદ વિશે કહું તો એમાં જે ભાષા છે તે ઋગ્વેદ જેવી જ છે. અમુક ભાગ તો ઋગ્વેદનો જ છે. કેટલાક વિદ્વાનો તેને ઋગ્વેદની જ એક શાખા ગણે છે. પાશ્વાત્ય વિદ્વાનોએ અથર્વવેદને વેદત્રયીથી જૂદો પાડવાનો પ્રયાસ કર્યો છે. અન્ય ત્રણ વેદોની આધ્યાત્મિક ભાવના કરતા અથર્વવેદનો ભૌતિકવાદ અલગ પડતો હોવાથી આ વિચાર ઉદ્દભવ્યો હશે. પાશ્વાત્ય વિદ્વાનોની વિરુદ્ધના આ પુરાવા વૈદિક સાહિત્યમાંથી જ મળી રહે છે. “यज्ञैरथर्वा प्रथमः प्रथस्तते” (ઋગ્વેદ ૧.૮૩.૫)માં અથર્વવેદના અસ્તિત્વનો સ્વીકાર થયેલો જોવા મળે છે. છાંદોગ્ય ઉપનિષદમાં वाग्वा ऋग्वेदं विज्ञापयति, यजुर्वेदमाथर्वणमं चतुर्थम માં ચાર વેદોનો સાથે ઉલ્લેખ છે. મુંડકોપનિષદમાં પણ પરા અને અપરા વિડ્યાની ચર્ચા કરતાં મુની કહે છેઃ तेत्रापरा ऋग्वेदो यजुर्वेदः सामवोथर्ववेदः ।

ગોપથબ્રાહ્મણ ગ્રંથમાં પણ અથર્વવેદનો ઉલ્લેખ આ પ્રમાણે છેઃ अथर्वांगिरोभिब्रह्मत्वम। (ગોપથબ્રાહ્મણ, ૨-૩-૮). તમામ અઢારપુરાણોમાં પણ ચારેય વેદોનો સાથે ઉલ્લેખ છે અને ગીતાકાર શ્રીકૃષ્ણના જન્મ પહેલાના સમયમાં પણ આનો ઉલ્લેખ છે.

આ વેદમાં જે સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે તે પૃથ્વીની ઉત્પતિકાળની આદિ સૃષ્ટિ છે. આ બધાથી સાબિત થાય છે કે અથર્વવેદ અતિ પ્રાચીન છે. આપણા સંસ્કૃતિકારોએ આ ચારેયવેદોને પૃથ્વીના સૌપ્રથમ ગ્રંથો તરીકે ગણાવ્યા છે. એ તો ઠીક પણ ઉપર કહ્યા મુજબ પુરાણા વૈદિક સાહિત્યમાં જ અથર્વવેદનો ઉલ્લેખ છે તે સાબિત કરે છે એ આ ગ્રંથ તે સમયનો છે.

વેદવ્યાસે પોતાના શિષ્ય સુમન્તુને અથર્વવેદ ભણાવ્યો હતો. અથર્વવેદના મુખ્ય પ્રચારક તરીકે સુમન્તુને ભગવતકારે ‘દારુણ મુનિ’ની ઉપાધિ આપી છે. સુમન્તુએ કબન્ધને, કબન્ધે પથ્ય તથા દેવદર્શ નામના પોતાના શિષ્યોને આ વેદનું શિક્ષણ આપ્યું હતું તેવો ઉલ્લેખ શ્રીમદ્દ ભાગવતમાં છે. ઋષિ પતંજલિએ પસ્પશાહ્નિકમાં नवधाડડथर्वणो वेदः દ્વારા આ વેદની નવ શાખાઓનો ઉલ્લખ કર્યો છે.

સંદર્ભ આપો[ફેરફાર કરો]

વિશ્વભરમાં સૌથી વધુ હડકવાના કેસ ભારત દેશમાં થાય છે અને તેનુ કારણ શેરી પરના મુક્ત કુતરાં છે." -આ વાક્ય એ અંગ્રેજી વિકીપીડીયા ના એક સંદર્ભ સહીત ના લખાણ નુ ભાષાંતર માત્ર છે, જેનો સંદર્ભ મંગાયો હતો. આમ છતા એ સંદર્ભ કોપી પેસ્ટ કર્યો છે. પરંતુ લિંક હાલ ખુલતી નથી. આમ પણ આ વાક્ય માં ખાસ સંદર્ભ ની જરૂર નથી લાગતી કેમકે અન્ય સંદર્ભ સહીત ના વાક્યો દ્રારા પરોક્ષ રીતે જ આ વાક્ય ની પુષ્ટી થાય છે. દા.ત.,

*દર વર્ષે ભારત દેશમાં ૨૦,૫૬૫ લોકો હડકવાને કારણે મૃત્યુ પામે છે
  • હડકવાથી વિશ્વભરમાં દર વર્ષે ૫૫૦૦૦ લોકો મૃત્યુ પામે છે.
  • ૨૦૦૪ ની ગણતરી પ્રમાણે ભારત માં અઢી કરોડ કુતરાં વસતા હતાં જેમાં ૨૦% પાલતુ અને ૮૦% બીન-પાલતુ નો સમાવેશ થાય છે.[૩]ઉપરાંત,
  • ૯૧.૫% હડકવાના કેસ કુતરૂ કરડવાથી થાય છે, જેમાં (કરડનારાઓ માં) ૬૦% શેરીના અને ૪૦% પાલતું કુતરા હોય હોય છે.

આમ સીધી વાત છે કે પાલતુ કુતરા કરતાં શેરી ના કુતરા ની સંખ્યા વધારે છે. અને વધુ હડકાયા થાય છે ને વધુ કરડે છે. :D

  1. ગીતા ગ્રંથનું માહાત્મ્ય આપણા દેશ તથા વિદેશમાં ધર્મની સમજ અને સંસ્કાર માટે ધાર્મિક ગ્રંથનો ઉપયોગ કરવો પડે છે. આપણી સંસ્કૃતિમાં જીવન જીવવાની કળા છે. તેથી પશ્ચિમના લોકો ભારતીય સંસ્કૃતિ તરફ હંમેશા આકર્ષિત થાય છે. લગભગ ૫૦૦૦ વર્ષ અગાઉ કુરુક્ષેત્રમાં ભગવાન કૃષ્ણના કંઠે ગવાયેલી ૧૮ અધ્યાયના ગીતા અધ્યાત્મ ગ્રંથ તરીકે સ્વીકારાયો છે. બીજી તરફ રશિયા જેવા દેશમાં ગીતા ગ્રંથ ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી થઈ હતી. આપણી કોર્ટમાં ગીતા ગ્રંથ ઉપર હાથ લઇને ગુનેગારને સોગંદ લેવડાવવામાં આવે છે ત્યારે જીવન જીવવાનું માર્ગદર્શન આપતા ગીતા ગ્રંથને રશિયાએ આનંદપૂર્વક અપનાવવો જોઇએ. - ઘનશ્યામ એચ. ભરૂચા http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=37612
  2. http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/public-life-pearl-indian-saga-muni-world-go-science-years-discovered ૫૦૦૦ વર્ષ પૂર્વે ગોપૂજનનો મહિમા પ્રસ્થાપિત કરનાર શ્રીકૃષ્ણ ભારતના જ નહી વિશ્વભરના પ્રથમ અર્થશાસ્ત્રી
  3. http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2244675/#__sec3title