ચિત્તો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ચિત્તો, બિલાડી કુળનું અનોખું પ્રાણી છે,જે ધરતી પરનું સૌથી વધુ ઝડપ ધરાવતું પ્રાણી છે. ચિત્તાની ઝડપ ૧૧૨ થી ૧૨૦ કિમી/કલાક હોય છે.[૧] આ ઝડપે તે લગભગ ૪૬૦ મીટર (૧૫૦૦ ફીટ) જેટલું અંતર કાપી શકે છે.તે ફક્ત ૩ સેકન્ડમાં ૦ થી ૧૧૦ કિમી/કલાકનો વેગ પકડી શકે છે,જે વિશ્વની કોઇપણ સુપરકાર કરતાં વધુ છે.[૨] ચિત્તો શબ્દ મુળ સંસ્કૃત શબ્દ "ચિત્રક્યઃ" (રંગબેરંગી શરીર) પરથી આવેલ છે..[૩]

આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થઇ ગયેલ છે. જો કે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય,જુનાગઢ,ગુજરાતમાં બે જોડી ચિત્તા સિંગાપુર પ્રાણીસંગ્રહાલયમાંથી લવાયેલ છે,જે હવે ત્યાં લોકોને જોવા માટે ખુલ્લા મુકાયેલ છે.

ચિત્તો
Cheetah Kruger.jpg
ચિત્તો
સ્થાનિક નામ ચિત્તો,ચિત્તા,શિકારી દિપડો
અંગ્રેજી નામ Cheetah
વૈજ્ઞાનિક નામ Acinonyx jubatus
આયુષ્ય ૧૨ વર્ષ
લંબાઇ ૧૯૦ થી ૨૦૦ સેમી.
ઉંચાઇ ૭૦ થી ૭૫ સેમી.
વજન ૨૫ થી ૬૦ કિગ્રા.
ગર્ભકાળ ૯૧ થી ૯૫ દિવસ,૨ થી ૪ બચ્ચા
પુખ્તતા ૨૦ થી ૨૩ માસ
દેખાવ દિપડા જેવો પણ દિપડા કરતા લાંબા,પાતળા અને મજબુત પગ.નાનું ગોળાકાર માથું,આછા સોનેરી રંગનાં શરીર પર કાળા રંગનાં ટપકાં.મોઢાં ઉપર નાકની બન્ને બાજુ કાળા રંગની પટ્ટી.
ખોરાક તૃણાહારી પ્રાણીઓ,પક્ષીઓ વગેરે.
વ્યાપ એક સમયે ગુજરાત સહીત સમગ્ર ભારતમાં જોવા મળતા,હાલમાં આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થઇ ગયેલ છે.
રહેણાંક ઓછી ઉંચાઇ વાળી ટેકરીઓમાં,આછા ઘાસવાળા,આછી ઝાડીવાળા વિસ્તારોમાં જોવા મળતા હતા.ઘાટા વનવાળા વિસ્તારોમાં નહીં.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૫ ના આધારે અપાયેલ છે.


સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil. Although according to Cheetah, Luke Hunter and Dave Hamman, (Struik Publishers, 2003), pp. 37–38, the cheetah's fastest recorded speed was 110 km/h.
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.