લખાણ પર જાઓ

ચિત્રકોટનો ધોધ

વિકિપીડિયામાંથી
ઓછા પાણીના પ્રવાહ સમયે ચિત્રકોટનો ધોધ
ચિત્રકોટનો ધોધ ચોમાસાના સમયમાં
ચિત્રકોટનો ધોધ અને તળાવ

ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાના મુખ્ય મથક જગદાલપુર શહેરથી ૩૯ કિમી. જેટલા અંતરે ઇન્દ્રાવતી નદી પર ચિત્રકોટનો ધોધ (જળ પ્રપાત) આવેલો છે. સમીક્ષકોએ આ જળ પ્રપાતને આનંદ અને આતંકના મેળાપ તરીકે ઓળખાવ્યો છે. ૯૬ ફુટ (૨૯ મીટર) ઊંચાઇએથી ઉપરથી નીચે ઇન્દ્રાવતી નદીની ઓજસમય ધારા ગર્જના કરતી કરતી પડે છે.[] એના ધોધમાં ઇન્દ્રધનુષનું મનોરમ દૃશ્ય, આહ્લાદક લાગે છે. આ બસ્તર વિસ્તારનો સૌથી મુખ્ય જળપ્રપાત માનવામાં આવે છે. જગદલપુર શહેરથી નજીકના અંતરે આવેલું હોવાને કારણે આ સ્થળ એક મહત્વના જોવાલાયક સ્થળ અને ઊજાણી મથકના રુપમાં પણ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી ચુક્યું છે. એના ઘોડાની નાળ સમાન મુખ હોવાને કારણે આ જળ પ્રપાતને ભારતનો નાયગ્રા ધોધ પણ કહેવામાં આવે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ચિત્રકોટનો ધોધ". ફેમસ ઇન્ડિયા. મૂળ માંથી 2012-03-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ એપ્રિલ ૨૦૧૨. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]