તામડા ઘુમર
તામડા ઘુમર Tamda Ghumar | |
---|---|
तामड़ा घूमड़ | |
Lua error in વિભાગ:Location_map at line 522: Unable to find the specified location map definition: "Module:Location map/data/India Chattisgarh" does not exist. | |
સ્થાન | જગદાલપુર, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 19°10′22″N 81°37′45″E / 19.172779°N 81.629046°E |
પ્રકાર | કાસ્કેડ |
કુલ ઉંચાઇ | 100 feet (30 m) |
તામડા ઘુમર (હિંદી: तामड़ा घूमड़) એક મોસમી અને કુદરતી ધોધ છે, જે ભારત દેશના છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લામાં જગદાલપુર શહેરથી પશ્ચિમ દિશામાં આશરે 45 kilometres (28 mi) જેટલા અંતરે આવેલ છે. આ સ્થળ ચિત્રકોટનો ધોધ અને મેન્દ્રી ઘુમરથી ખૂબ જ નજીક આવેલ છે.
સ્થાનિક ભૂગોળ
[ફેરફાર કરો]તામડા ઘુમર ધોધ જગદાલપુરથી આશરે ૪૫ કિ. મી. જેટલા અંતરે આવેલ છે . આ સ્થળ ચિત્રકોટ અને મેન્દ્રી ઘુમર ધોધથી ખૂબ જ નજીક આવેલ છે. આ ધોધની ઊંચાઇ લગભગ ૧૦૦ ફૂટ જેટલી છે અને સામાન્ય રીતે વરસાદની મોસમમાં જ અહીં પાણી ચાલુ રહે છે. ધોધની બંને તરફ લીલા જંગલો આવેલ છે. ચિત્રકોટ અને તીરથગઢ ધોધની માફક તામડા ઘુમર ધોધ પણ એક સુંદર કુદરતી અજાયબી અને એક રમણીય સ્થળ છે.[૧]
કુદરતી સૌંદર્યથી ભરપૂર આ વિસ્તાર ખાતે ગાઢ જંગલ ધરાવતી જમીનો, ઊંડી ખીણો અને ભવ્ય ટેકરીઓ આ સ્થળની સુંદરતામાં ઉમેરો કરે છે અને તે તરફ પ્રવાસીઓને આકર્ષે છે. આ ધોધ આવેલો એક અલગ સ્થાન પર આવેલ હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પિકનિક માણવા માટે તેમ જ તેમના પરિવારો અને મિત્રો સાથે કુદરતી અજાયબીઓ માણવા માટે અહીં આવે છે. તે ખરેખર છત્તીસગઢ રાજ્યનાં શ્રેષ્ઠ પ્રકૃતિ પ્રવાસન સ્થળો પૈકીનું એક છે. આસપાસનો વિસ્તાર પણ કુદરતી આકર્ષણોથી સમૃદ્ધ છે. આ સ્થળની મુલાકાત લેવા માટે ચોમાસાની ઋતુનો સમય શ્રેષ્ઠ છે. આ ઋતુમાં આવતા પ્રવાસીઓનું વહેતાં પાણીનાં ઝરણાંઓ, જેના માર્ગની બંને બાજુઓ પર ભરપૂર વૃક્ષો છે તેમ જ ખડકો કાપીને તેમાંથી પસાર થાય છે અને છેલ્લે તીવ્ર ઝડપથી ટેકરીની ટોચ પરથી નીચે પડી મનોહર દૃશ્યો સાથે સ્વાગત કરે છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ચિત્રકૂટ ધોધ
- તીરથગઢ ધોધ
- કોટુમસર ગુફા
- મેન્દ્રી ઘુમર
- જગદાલપુર
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Tamda Ghumar Waterfalls, Bastar". humarajagdalpur. મૂળ માંથી 2018-06-14 પર સંગ્રહિત.