લખાણ પર જાઓ

ચીનની વિખ્યાત દીવાલ

વિકિપીડિયામાંથી
ચીનની વિખ્યાત દિવાલ
ચીનની વિખ્યાત દિવાલ

ચીનની વિખ્યાત દીવાલ પથ્થર અને માટી વડે બનેલ છે.તેનું બાંધકામ અને સમારકામ લગભગ પાંચમી સદી (ઇ.પૂ.) થી લઇ અને ૧૬મી સદી સુધી ચાલેલું,આ દીવાલ ચીનની ઉતરીય સરહદની હુણ (Xiongnu) લોકોના હુમલાઓથી રક્ષા કરવા માટે બાંધવામાં આવેલ. ઇસા પૂર્વ પાંચમી સદીમાં બંધાયેલ ઘણી દીવાલોને "ચીનની વિખ્યાત દીવાલ" તરીકે ઓળખવામાં આવે છે,તેમાંની એક પ્રસિધ્ધ દીવાલ ચીનનાં પ્રથમ શહેનશાહ 'કીન શી હુઆંગ' (Qin Shi Huang) દ્વારા ૨૨૦-૨૦૬ (ઇ.પૂ.)વચ્ચે બંધાયેલ.જેમાંની થોડી અત્યારે સાબુત છે,જે હાલની દીવાલ કરતાં ઘણી વધુ ઉતર તરફે બંધાયેલ,આ દીવાલ મિંગ વંશના શાસનકાળમાં બંધાયેલ.[]

આ વિખ્યાત દીવાલ પૂર્વમાં શાંહાઇગુઆન (Shanhaiguan) થી પશ્ચિમમાં લોપ નુર (Lop Nur)સુધી લગભગ ૬૪૦૦ કિ.મી.(૪૦૦૦ માઇલ) સુધી પથરાયેલ છે.[], અને દક્ષીણમાં મોંગોલીયા સુધી ફેલાયેલ નાનો ફાંટો સાથે ગણતા લગભગ ૬૭૦૦ કિ.મી. (૪૧૬૦ માઇલ) સુધી ફેલાયેલ છે. [] મિંગ વંશના ચરમ સત્તાકાળ દરમિયાન આ દીવાલ પર દશ લાખથી વધુ સૈનિકો તહેનાત રહેતા હતા.[] એવું પણ કહેવાય છે કે અંદાજે ૨૦ થી ૩૦ લાખ ચાઇનીઝ લોકો આ દીવાલનાં સદીઓ લાંબા બાંધકામ દરમિયાન માર્યા ગયેલા. []

ઇતિહાસ

[ફેરફાર કરો]
(Qin Dynasty) કિન વંશની વિખ્યાત દીવાલ
(Han Dynasty) હાન વંશની વિખ્યાત દીવાલ
(Ming Dynasty) મિંગ વંશની વિખ્યાત દીવાલ
સંપૂર્ણ દીવાલનાં ચણતરનો નકશો

ચાઇનિઝ લોકો ઇ.પૂ. ૮ મી શતાબ્દિનાં "વસંત અને શરદ કાળ" (en:Spring and Autumn Period)નાં સમયથીજ દિવાલ બાંધવાનીં તકનિક જાણતા હતા, "રાજ્ય યુદ્ધના સમય" (en:Warring States Period) દરમિયાન,ઇ.પૂ. ૫ મી શતાબ્દિથી ઇ.પૂ. ૨૨૧ સુધી, ક્વિ, યાન અને ઝાઓ એ બધાં રાજ્યોએ પોતાની સરહદનાં રક્ષણ માટે વ્યાપક કિલ્લાઓ બાંધ્યા હતા. આ કિલ્લાઓની દિવાલો નાનાં શસ્ત્રો જેવાકે તલવાર તથા ભાલાઓ સામે રક્ષણ માટે કાર્યક્ષમ હતી. આ દિવાલો મોટાભાગેતો નજીક નજીકનાં બે ચણતરો વચ્ચે માટી ભરી અને બનાવાતી હતી.
ઇ.પૂ. ૨૨૧ માં ’કિન શી હુઆંગે’ ( Qin Shi Huang) અલગ અલગ રાજ્યો સામે યુદ્ધો લડી અને ચીનનું એકીકરણ કરી,’કિન વંશ’ (en:Qin Dynasty)ની સ્થાપના કરી. કેન્દ્રીય શાસનની સ્થાપના કરવા અને સામંતશાહીને ફરીથી માથું ઉંચકતા રોકવા માટે તેમણે, પોતાનાં સામ્રાજ્યમાં ભુતપૂર્વ રાજ્યોને અલગ પાડતી દિવાલોનો નાશ કરવા માટેનો આદેશ કર્યો. તેમજ ઉત્તર તરફથી થતા હુણ (en:Xiongnu) લોકોનાં હુમલાઓથી પોતાનાં સામ્રાજ્યનું રક્ષણ કરવા માટે, તેમણે રાજ્યની નવી ઉત્તરીય સીમાનાં તમામ કિલ્લાઓને જોડતી નવી દિવાલનું બાંધકામ શરૂ કરાવ્યું. બાંધકામ માટે જરૂરી વિશાળ માત્રાનો માલ-સામાન તથા સંસાધનોની હેરફેર કરવાની તકલીફને કારણે, બાંધકામ કરનારાઓ હંમેશા સ્થાનિક સંસાધનોનો ઉપયોગ કરતા હતાં. પર્વતીય પ્રદેશમાં બાંધકામ માટે પથ્થરો વાપરવામાં આવ્યા જ્યારે મેદાની પ્રદેશમાં માટીનો ઉપયોગ કરવામાં આવ્યો. કિન શાસન દરમ્યાન કેટલી જાડી અને કેટલી લાંબી દીવાલ બની તેના કોઈ હયાત પુરાવા નથી. જૂની ઈમારતનો મોટો ભાગ હવે સદીઓના ઘસારાથી નામશેષ થઈ ગયો છે, માત્ર જૂજ અવશેષ જ હવે બાકી બચ્યાં છે. પાછળથી હાન,સૉન્ગ,ઉત્તરીય અને જિન વિગેરે એ સમારકામ, પુન:રચના,અને વધારો, ફેલાવો જેવા કાર્યો ઉત્તરીય હુમલાવરોથી પોતાના રાજ્યની સુરક્ષા માટે કરાવ્યાં.

આ વિખ્યાત દિવાલની વિભાવના મિંગ સામ્રાજ્ય (en:Ming Dynasty) ના સમયમાં ફરી જીવંત કરવામાં આવી,જ્યારે મિંગ સેના ઇ.સ.૧૪૪૯ માં 'તુમુનાં યુદ્ધ'માં (Battle of Tumu) 'ઓઇરાટ્સ'(Oirats) સામે હારી ગઇ. મંચુરિયન (en:Manchurian) અને મોંગોલ (en:Mongol) જાતીઓ સામેનાં લગાતાર યુદ્ધો પછી પણ મિંગ તેમની પર સફળતાપૂર્વક જીત પામી શક્યા નહીં,અને સામ્રાજ્ય પર સંકટ ઘેરાવા લાગ્યું. ત્યારે મિંગે આ 'નોર્માડીક' જાતીઓને દુર રાખવા માટે ચીનની ઉત્તર સરહદ પર નવી રક્ષણાત્મક દિવાલનું બાંધકામ કરવાની નવી નિતિ અપનાવી. 'ઓર્ડોસ રણ' (en:Ordos Desert)માં સ્થપાયેલા મોંગોલ પ્રભુત્વને સ્વિકારી અને આ દિવાલ હુઆંગ હે (Huang He)નાં વણાંક ને આવરી લેવાને બદલે રણની દક્ષિણી બાજુ પર બાંધવામાં આવી.

૧૯૦૭ નું દીવાલનું ચિત્ર

અગાઉનાં કિન દુર્ગોની સરખામણીએ, મિંગ બાંધકામ વધુ મજબુત અને વિસ્તૃત હતું,કારણકે તેનાં બાંધકામમાં માટીને બદલે પાકી ઇંટો અને પથ્થરોનોં ઉપયોગ કરવામાં આવ્યો. વર્ષો સુધી મોંગોલ આક્રમણો ચાલુ રહ્યા તેમતેમ મિંગ તેને પર્યાપ્ત સંસાધનો વાપરી રિપેર અને મજબુત કરતા ગયા. ખાસ કરીને મિંગની રાજધાની બેઇજીંગકે((બિજીંગ))ની આસપાસતો આ દિવાલ ખુબજ મજબુત બનાવવામાં આવેલ.[]

મિંગ સામ્રાજ્યનાં અંત સુધી, આ વિખ્યાત દિવાલે ઇ.સ.૧૬૦૦ થી થતા આવેલા 'મંચુ' (en:Manchu) હુમલાઓ સામે રક્ષણ કરવામાં સામ્રાજ્યને મદદ કરી. 'યુઆન ચોંગુઆન' (Yuan Chonghuan) નાં સેનાપતિ પદ હેઠળ, મિંગ સેનાએ મંચુઓને,કિલ્લેબંધ શાંહાઇગુઆન ઘાટ પાસે રોકી રાખ્યા, અને મંચુઓને ચીનનાં મુખ્યભાગોમાં પ્રવેશતા રોક્યા. અંતે મંચુઓ ઇ.સ.૧૬૪૪ માં આ વિખ્યાત દિવાલને પાર કરવામાં કામ્યાબ થયા, એ પણ મિંગ સામ્રાજ્યનાં સરહદી સેનાપતિ 'વુ સાંગુઇ’ (Wu Sangui) ,કે જે નવા ’શુન સામ્રાજ્ય’ (en:Shun Dynasty)ને પસંદ કરતો ન હતો, તેમણે શાંહાઇગુઆન ખાતેનાં દરવાજા ખોલી નાખ્યા અને મંચુ હુમલાખોરોએ શાંઘાઇનો કબ્જો કરી અને નવસ્થાપિત ’શુન સામ્રાજ્ય’ અને બાકીનાં મિંગ અવરોધોને હરાવી અને ’કિંગ સામ્રાજ્ય’ (en:Qing Dynasty) ની સ્થાપના કરી.

કિંગ શાસન હેઠળ, ચીનની સરહદો દિવાલને પેલે પાર સુધી વિકસી અને મોંગોલીયા પણ સામ્રાજ્ય હેઠળ આવ્યું, આથી દિવાલનું બાંધકામ અને સમારકામ જરૂરી ન રહેતાં ખોરંભે પડ્યું.

ચિત્ર ગેલેરી

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "વિખ્યાત દીવાલનું બાંધકામ". મૂળ માંથી 2008-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-25.
  2. Damian Zimmerman, ICE Case Studies: The Great Wall of China, December 1997
  3. વિખ્યાત દીવાલ-Encyclopedia Britannica online[હંમેશ માટે મૃત કડી]
  4. "ચીનની વિખ્યાત દીવાલ". મૂળ માંથી 2012-05-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-25.
  5. The Great Wall of China, ICE Case Studies, December, 1997
  6. "વિખ્યાત દીવાલ". મૂળ માંથી 2008-03-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-25.