ચીમનાબાઈ સરોવર

વિકિપીડિયામાંથી
ચીમનાબાઈ સરોવર
નકશો
સ્થાનકાદરપુર, ખેરાલુ તાલુકો, મહેસાણા જિલ્લો, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ23°55′49″N 72°38′34″E / 23.93016653°N 72.64284648°E / 23.93016653; 72.64284648
મુખ્ય જળઆવકવરસાદી પાણી
મુખ્ય નિકાસકેનાલ
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર33.4 square miles (87 km2)
બેસિન દેશોભારત
મહત્તમ લંબાઈ3 miles (4.8 km)
સપાટી વિસ્તાર1,600 acres (6.5 km2)
મહત્તમ ઊંડાઇ190.4 metres (625 ft)
પાણીનો જથ્થો૬૩૨ મિલિયન ઘન ફૂટ

ચીમનાબાઈ સરોવર ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કાદરપુર ગામ પાસે આવેલું છે.[૧]

તે વડોદરા રાજ્યના શાસક સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા તેમની મૃત પત્ની અને રાણી ચીમનાબાઈ પહેલાની યાદમાં બાંધવામાં આવ્યું હતું. બાંધકામ ૧૮૯૮માં શરૂ થયું હતું અને ૧૯૦૫માં પૂર્ણ થયું હતું.[૨] સરોવરને નર્મદા કેનાલ કે ધરોઈ બંધના પાણીથી ભરવાની સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે.[૩]

તે 1,600 acres (6.5 km2)માં ફેલાયેલું છે. તેની પાણી સંગ્રહક્ષમતા ૬૩૨ મિલિયન ઘન ફૂટ છે. આ સરોવર દસ ગામોની 900 hectares (2,200 acres) જમીનને સિંચાઈ પૂરી પાડે છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Gazetteer of the Baroda State: Volume II.
  2. ૨.૦ ૨.૧ "ચીમનાબાઈ સરોવર બન્યું જળસમૃદ્ધ, ધરોઈની સપાટી ૬૨૧ ફૂટને વટાવી". સંદેશ. 30 August 2022. મેળવેલ 25 June 2023.
  3. "મહેસાણા / પીવા અને સિંચાઇનું પાણી ન મળતા 30 ગામના લોકો નિકળી ગયા રસ્તા પર, ચીમનાબાઇ તળાવ ભરવા યોજી મહારેલી". VTV News. 2022-05-22.

સ્ત્રોતો[ફેરફાર કરો]