છત્રપતિ શિવાજી ટર્મિનસ
છત્રપતિ શિવાજી ટર્મિનસ (મરાઠી: છત્રપતી શિવાજી ટરમીનસ), પૂર્વ માં જેને વિક્ટોરિયા ટર્મિનસ કહેવાતું હતું, તથા પોતાના લઘુ નામ વી.ટી., કે સી.એસ.ટી. થી અધિક પ્રચલિત છે. આ ભારત ની વાણિજ્યિક રાજધાની મુંબઈ નું એક ઐતિહાસિક રેલવે-સ્ટેશન છે, જે મધ્ય રેલવે, ભારત નું મુખ્યાલય પણ છે. આ ભારત ના વ્યસ્તતમ સ્ટેશનોં માં સે એક છે, જે મધ્ય રેલવે ની મુંબઈમાં, અને મુંબઈ ઉપનગરીય રેલવે ની મુંબઈમાં સમાપ્ત થતી રેલગાડીઓ માટે સેવારત છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
આ સ્ટેશન ની અભિકલ્પના ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સ, વાસ્તુ સલાહકાર ૧૮૮૭-૧૮૮૮, એ ૧૬.૧૪ લાખ રુપિયા ની રાશિ પર કરી હતી. સ્ટીવનએ નક્શાકાર એક્સલ હર્મન દ્વારા ખંચેલા આના એક જલ-રંગીય ચિત્ર ના નિર્માણ માટે પોતાનું દલાલી શુલ્ક રૂપ લીધું હતું. આ શિલ્ક ને લેવા બાદ, સ્ટીવન યુરોપ ની દસ-માસી યાત્રા પર ચાલ્યો ગયો, જ્યાં તેણે ઘણાં સ્ટેશનોં નું અધ્યયન કરવાનું હતું. આના અંતિમ રૂપમાં લંડન ના સેંટ પૈંક્રાસ સ્ટેશન ની ઝલક દેખાય છે. આને પૂરા થવામાં દસ વર્ષ લાગ્યાં, અને ત્યારે આને શાસક સમ્રાજ્ઞી મહારાણી વિક્ટોરિયા ના નામ પર વિક્ટોરિયા ટર્મિનસ કહેવાયું.
સન 1996માં, શિવ સેના ની માંગ પર, તથા નામોં ને ભારતીય નામોં થી બદલવા ની નીતિ અનુસાર, આ સ્ટેશન નું નામ, રાજ્ય સરકાર દ્વારા સત્તરમી શતાબ્દી ના મરાઠા શૂરવીર શસક છત્રપતિ શિવાજી ના નામ પર છત્રપતિ શિવાજી ટર્મિનસ બદલવામાં આવ્યું. તો પણ વી.ટી. નામ આજે પણ લોકોના મોઢે પ્રાયઃ ચડેલ છે.
2 જુલાઈ, 2004 ના આ સ્ટેશનને યુનેસ્કો ની વિશ્વ ધરોહર સમિતિ દ્વારા વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાવાયું.
નિર્માણ[ફેરફાર કરો]
![]() | |
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
---|---|
અધિકૃત નામ | Chhatrapati Shivaji Terminus (formerly Victoria Terminus) ![]() |
સ્થળ | મુંબઈ, Fort (Mumbai precinct), મુંબઈ શહેરી જિલ્લો, ભારત |
અક્ષાંસ-રેખાંશ | 18°56′23″N 72°50′08″E / 18.9398°N 72.8355°E |
વિસ્તાર | 2.85 ha (307,000 sq ft) |
માપદંડ | સાંસ્કૃતિક: World Heritage selection criterion (ii), World Heritage selection criterion (iv) ![]() |
સંદર્ભ | 945 |
સમાવેશ | ૨૦૦૪ (અજાણ્યું સત્ર) |
આ સ્ટેશન ની ઇમારત સ્થાપત્યકળા ની વિક્ટોરિયન ગોથિક શૈલીમાં બનેલ છે. આ ઇમારત વિક્ટોરિયાઈ ઇટાલિયન ગોથિક પુનરુત્થાન સ્થાપત્ય એવં પરંપરાગત ભારતીય સ્થાપત્યકળા નું સંગમ પ્રદર્શિત કરે છે. આના અંદરના ભાગોમાં કાષ્ઠ નકાશિકૃત ટાઇલો, લોહ એવં પીતળ ની અલંકૃત મુંડેરેમ અને જાળીઓ, ટિકટ-કાર્યાલય ની ગ્રિલ-જાળી અને વૃહત સીડીદાર દાદરા નું રૂપ, મુંબઈ કલા વિદ્યાલય (બૉમ્બે સ્કૂલ ઑફ આર્ટ) ના છાત્રોં નું કાર્ય છે. આ સ્ટેશન પોતાની ઉન્નત સ્ટ્રક્ચરલ વ તકનીકી સમાધાનોં સાથે, ઓગણીસમી શતાબ્દી ના રેલવે સ્થાપત્યકલા આશ્ચર્યોં ના ઉદાહરણના રૂપમાં ઊભો છે.
ઉપનગરીય તંત્ર[ફેરફાર કરો]
મુંબઈ ઉપનગરીય રેલવે (જેને સ્થાનીય ગાડીઓ ના નામ પર લોકલ કહે છે), જે આ સ્ટેશન થી બાહર મુંબઈ નગર ના બધાં ભાગો માટે નેકળી છે, નગરની જીવન રેખા સિદ્ધ થાય છે. શહેર ના ચાલતા રહવામાં આમનો બહુ મોટો હાથ છે. આ સ્ટેશન લામ્બી દૂરી ની ગાડીઓ અને બે ઉપનગરીય લાઇનોં – સેંટ્રલ લાઇન, વ બંદરગાહ (હાર્બર) લાઇન માટે સેવાએં દે છે. સ્થાનીય ગાડીઓ કર્જત, કસરા, પનવેલ, ખોપોલી, ચર્ચગેટ વ વિરાર પર સમાપ્ત થાય છે.
જાણવા જેવું[ફેરફાર કરો]
આ સ્ટેશન તાજમહલ પછી; ભારતની સર્વાધિક છાયાચિત્રિત સ્મારક છે.
છબીઓ[ફેરફાર કરો]
આ પણ જુઓ[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- છત્રપતિ શિવાજી ટર્મિનસ યુનેસ્કો વેબસાઇટ પર
- છત્રપતિ શિવાજી ટર્મિનસ Mumbai
- છત્રપતિ શિવાજી ટર્મિનસ કા સૈટીલાઇટ નક્શો સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૪ ના રોજ વેબેક મશિન