છેલ્લો દિવસ (ચલચિત્ર)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
છેલ્લો દિવસ
Directed byકૃષ્ણદેવ યાજ્ઞિક
Produced by
 • આયુષ મહેતા
 • નિલય ચોટાઇ
 • પ્રણય કાબરા
 • સંદિલ ડાંગ
 • શરદ પટેલ
 • કૃણાલ વ્યાસ
Written byકૃષ્ણદેવ યાજ્ઞિક
Starring
 • મલ્હાર ઠક્કર
 • યશ સોની
 • મિત્ર ગઢવી
 • અરજવ ત્રિવેદી
 • રાહુલ રાવલ
 • જાનકી બોડીવાળા
 • કિંજલ રાજપ્રિયા
 • નેત્રી ત્રિવેદી
Music byમેઘધનુષ
હર્ષ ત્રિવેદી
પાર્થ ઠક્કર
Cinematographyએલેક્સ મેકવાન
Edited byનિરવ પંચાલ
Production
company
બેલવેડેરે ફિલ્મ્સ
Release date
૨૦ નવેમ્બર ૨૦૧૫
Countryભારત
Languageગુજરાતી
BudgetINR ૧.૮૭ કરોડ (યુ.એસ. $ ૨,૬૦,૨૦૩.૦૨) (અંદાજિત)[સંદર્ભ આપો]

છેલ્લો દિવસ - ધ ન્યૂ બિગનિંગ (છેલ્લો દિવસ - નવી શરૂઆત) એ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત રમૂજી ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્રની વાર્તા કોલેજના છેલ્લાં વર્ષના ૮ મિત્રોની આસપાસ ફરે છે. મલ્હાર ઠક્કર, યશ સોની, મિત્ર ગઢવી, અરજવ ત્રિવેદી, રાહુલ રાવલ, જાનકી બોડીવાળા, કિંજલ રાજપ્રિયા, નેત્રી ત્રિવેદીએ આ ચલચિત્રમાં અભિનય કર્યો છે. આ ચલચિત્રની રજૂઆત ૨૦ નવેમ્બર ૨૦૧૫ના રોજ થઇ હતી અને તે વિવેચકો દ્વારા સારો પ્રતિસાદ મેળવવાની સાથે તેમજ વ્યાવસાયિક રીતે સફળ રહ્યું હતું. હિંદીમાં આ ચલચિત્ર ડૅસ ઓફ તફરી તરીકે રજૂ થયું હતું.[૧]

પ્રથમ ૧૦ દિવસમાં ચલચિત્રે ૬ કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.[૨]

પાત્રો[ફેરફાર કરો]

 • મલ્હાર ઠક્કર - વિકિ
 • યશ સોની - નિખિલ/નિક
 • મિત્ર ગઢવી - લોય
 • અરજવ ત્રિવેદી - ધુલો
 • રાહુલ રાવલ - ભમરલો
 • જાનકી બોડીવાળા - પૂજા
 • કિંજલ રાજપ્રિયા - નિશા
 • નેત્રી ત્રિવેદી - ઇશા
 • મયુર ચૌહાણ - નરેશ
 • પ્રાપ્તિ અજવાલિયા - વંદના
 • પ્રશાંત બારોટ - નિખિલના પિતા
 • બીના શાહ - નિખિલની માતા
 • જીતેન્દ્ર ઠક્કર - વિકિના પિતા
 • હર્ષા ભાવસાર - વિકિની માતા
 • જીજ્ઞેશ મોદી - ઘનશ્યામ
 • જયકૃષ્ણ રાઠોડ - લોયના પિતા
 • રતિલાલ પરમાર - નિશાના પિતા
 • દિપિકા અજવાલિયા - નિશાની માતા
 • જય ભટ્ટ - ગુસ્સાવાળા પ્રોફેસર
 • કર્તવ્ય શાહ - નાટકના પ્રોફેસર
 • અર્ચના દેસાઈ
 • રિધમ ભટ્ટ - ટ્યુશન શિક્ષિકા

નિર્માણ[ફેરફાર કરો]

આ ચલચિત્ર અમદાવાદના ઘણાં સ્થળો પર જેવાં કે શાંતિ બિઝનેસ સ્કૂલ અને સાબરમતી રિવરફ્રન્ટ પર ઉતારવામાં આવ્યું હતું.

રજૂઆત[ફેરફાર કરો]

આ ચલચિત્ર ૨૦ નવેમ્બર ૨૦૧૫ ના રોજ[૩][૪][૫] વિશ્વભરમાં ૨૩૧ સ્ક્રિન પર રજૂ થયું હતું.[૬]

વિવાદ[ફેરફાર કરો]

રજૂઆત પહેલાં જ ચલચિત્રની સેન્સર બોર્ડ માટેની નકલ ઇન્ટરનેટ પર ફરતી થઇ ગઇ હતી. ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો હતો કે તેનાથી તેમને ૫ કરોડનું નુકશાન થયું હતું.[૭]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. GlamSham.com (૧૦ ઓગસ્ટ ૨૦૧૬). "DAYS OF TAFREE revisits CHHELLO DIVAS in Hindi". Retrieved ૧૩ ઓગસ્ટ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 2. "Gujarati movies thrive on digital push".
 3. Iyer, Shreya (૨૦ ઓક્ટોબર ૨૦૧૫). "Trailer of Gujarati movie Chello Divas is out". The Times of India. Retrieved ૫ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 4. "જોઇ લો, મસ્તીથી ભરપૂર ગુજ્જુ ફિલ્મ 'છેલ્લો દિવસ'નું ટ્રેલર". સંદેશ. ૮ ઓક્ટોબર ૨૦૧૫. Retrieved ૫ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 5. "Gujarati film chhello divas Leaked". m.divyabhaskar.co.in. ૫ ડિસેમ્બર ૨૦૧૫. Retrieved ૫ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. "'અકિલા'- પાયોનિયરમાં ફિલ્મ 'છેલ્લો દિવસ'નો પ્રોમોઃ આજે કલાકારો ધૂમ મચાવશે". Akilanews.com. ૫ ડિસેમ્બર ૨૦૧૫. Retrieved ૫ ડિસેમ્બર ૨૦૧૫. Check date values in: |accessdate=, |date= (મદદ)
 7. "Producer goes to cops as piracy hits 'Chhello Divas'".

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]