લખાણ પર જાઓ

છોટમ

વિકિપીડિયામાંથી
છોટમ
જન્મછોટાલાલ કાળિદાસ ત્રવાડી
(1812-03-24)March 24, 1812
મલાતજ, ગુજરાત
મૃત્યુNovember 5, 1885(1885-11-05) (ઉંમર 73)
ઉપનામછોટમ
રાષ્ટ્રીયતાભારતીય
સંબંધીઓવ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી (નાના ભાઇ)

છોટમ (જ. ૨૪ માર્ચ ૧૮૧૨, અ. ૫ નવેમ્બર ૧૮૮૫) એ ૧૯મી સદીના ગુજરાતના સંતકવિ અને યોગી હતા.[]

તેમનું મૂળ નામ છોટાલાલ કાળિદાસ ત્રવાડી હતું. તેમનો જન્મ ખેડા જિલ્લાના મલાતજ નામના ગામે ખેડાસાઠોદરા નાગર જ્ઞાતિ થયો હતો. તેમણે આરંભમાં તલાટીની નોકરી કરી હતી. તેમના ઘરમાં વિધવા માતા, ત્રણ નાના ભાઈઓ અને બાળવિધવા બહેન હતાં. એમના નાના બંધુ વ્રજલાલ અનેક શાસ્ત્રોનું અધ્યયન કરી શાસ્ત્રી (ભાષાશાસ્ત્રી) તરીકે નામાંકિત થયા હતા. વ્રજલાલ શિનોરમાં હતા ત્યારે છોટમ એમની સાથે નર્મદાના સામા કિનારે શ્રી પુરુષોત્તમ નામના એક યોગીનો સત્સંગ કરવા ગયા હતા. એ સંતે તેમના અનેક સંશયોનું નિવારણ કર્યું, અને તેમને પાખંડી પંથોનું ખંડન કરી અસલ વેદ ધર્મનું પ્રતિપાદન કરતા ગ્રંથ રચવાની શીખ આપી. ત્યાર બાદ તેઓએ યોગસાધના શરૂ કરી અને આગળ જઈ મહાત્મા બન્યા.[]

સાહિત્ય

[ફેરફાર કરો]

કવિ દલપતરામથી શરૂ થતા નવયુગનો પ્રભાવ હેઠળ અને નરસિંહ મહેતાથી દયારામ સુધીની ધર્મપ્રધાન સાહિત્યકાળ દરમ્યના થઈ ગયેલા આ સંતકવિએ જ્ઞાન, કર્મ અને ભક્તિની ઉપાસના દ્વારા ધર્મનો મર્મ સમજાવતું સાહિત્ય રચ્યું છે. તેમણે રચેલા સાહિત્યમાં લગભગ ચારસો જેટલાં પદો, પાંત્રીસ જેટલાં ખંડકાવ્યો અને વીસ જેટલાં બોધપ્રધાન આખ્યાનોનો સમાવેશ થાય છે.[] તેઓ સંતકવિ છોટમ તરીકે સમસ્ત ગુજરાતમાં જાણીતા બન્યા. એમની થોડીક કૃતિઓ વ્રજભાષામાં પણ રચાઈ છે. તેમના બોધપ્રદ પદો ચરોતરથી માંડીને સોરઠ સુધી ઠેરઠેર ગવાતાં હતાં.[]

તેમણે લગભગ ચારસો જેટલાં પદો રચ્યાં છે તેમાંના અમુક જાણીતા પદો આ મુજબ છે:[]

આખ્યાન

[ફેરફાર કરો]
  • વંશપાળ-આખ્યાન
  • માનસિંહ-આખ્યાન
  • સુમુખચરિત્ર
  • પ્રહલાદનું આખ્યાન
  • નારા-રેશમનું આખ્યાન
  • મદાલસા-આખ્યાન
  • બુદ્ધિધનચરિત્ર

એમની કાવ્યકૃતિઓ એ સમયનાં અનેક સામયિકોમાં પ્રકાશિત થતી હતી. તેમના ભાઈ વ્રજલાલ શાસ્ત્રીએ તેમની કેટલીક કૃતિઓ પ્રકાશિત કરી હતી. કવિ છોટમની કીર્તનમાળાની અનેક આવૃત્તિઓ થઈ હતી. છોટમનાં ખંડકાવ્યોના નાના સંગ્રહો પણ બહાર પડ્યા હતા. નડિયાદના શ્રી છોટમ જ્ઞાનોદય નામે માસિકમાં છોટમનું ઉપલબ્ધ સાહિત્ય પ્રસિદ્ધ થતું હતું. છોટમકૃત કાવ્યસંગ્રહ (૧૯૨૨)નો ભાગ ૧, છોટમકૃત કીર્તનમાળા (ભાગ ૧ થી ૩ ઈ.સ. ૧૯૨૪), ભિક્ષુ અખંડાનંદે પ્રકાશિત કરેલ છોટમની વાણી ગ્રંથ ૧ થી ૩ (૧૯૨૬–૧૯૨૯) તેમની કૃતિઓના સંગ્રહો છે.[]

સન્માન

[ફેરફાર કરો]

શ્રી કેશવલાલ મગનલાલ ઉર્ફે વાસુદેવાનંદે સંતકવિ છોટમને શ્રદ્ધાંજલી આપતા અમદાવાદના કાંકરિયા તળાવ પાસે છોટમ-ગુફા બનાવી છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Vaidya, Vijayarāya Kalyāṇarāya (1967). Sāhityano viśvakosha: yāne, sāhityapriyano sāthī.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "છોટમ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2021-09-25.
  3. "મલાતજમાં સંત કવિ છોટમની જન્મજયંતી ઉજવાઈ". www.sardargurjari.com. મેળવેલ 2021-09-25.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]