જંડ હનુમાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

જંડ હનુમાન અથવા ઝંડ હનુમાન ગુજરાત રાજ્યનાં પંચમહાલ જિલ્લાનાં જાંબુઘોડા નજીક આવેલું એક નયનરમ્ય સ્થળ છે, જે જાંબુઘોડા અભયારણ્ય વચ્ચે સ્થિત છે. અહીં આશરે ૫૦૦થી અધિક વર્ષ પુરાણી મૂર્તિઓ પણ જોવા મળે છે. અહીં એક પહાડમાં કોતરેલી વિશાળ, લગભગ એકવિસેક ફૂટ મોટી હનુમાનજીની અખંડ મૂર્તિ આવેલી છે. આ મૂર્તિની વિશિષ્ટતા એ છે કે આ હનુમાનજીની મૂર્તિની નીચે તેમના પગ નીચે શનિદેવની પનોતીની મૂર્તિ પણ કોતરેલી છે. અહિંની સ્થાનિક લોકવાયકા પ્રમાણે પાંડવો વનવાસ વખતે અહીં રહ્યા હતા અને તેની સાબિતી રૂપે અહી ભીમની ઘંટી તથા અર્જુને દ્રૌપદી માટે બાણ મારી પાણી કાઢેલું તે કુવો પણ આવેલો છે. પાંચેક ફૂટનો ઘેરાવો ધરાવતી ભીમની ઘંટીના પડ પાસે વાંદરા પણ જોવા મળે છે.

અહીં હનુમાન જયંતિના દિવસે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામે છે.