લખાણ પર જાઓ

જયંત ખત્રી

વિકિપીડિયામાંથી
જયંત ખત્રી
જન્મજયંત હીરજી ખત્રી
૨૪ સપ્ટેમ્બર, ૧૯૦૯
મુન્દ્રા, ગુજરાત
મૃત્યુ૬ જૂન, ૧૯૬૮
માંડવી, ગુજરાત
વ્યવસાયડોક્ટર
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારોઉમાસ્નેહરશ્મિ પુરસ્કાર
 ?

જયંત ખત્રી (૨૪ સપ્ટેમ્બર, ૧૯૦૯ - ૬ જૂન,૧૯૬૮) ગુજરાતી સાહિત્યના જાણીતા વાર્તાકાર હતાં.[]

જયંત ખત્રીનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લાનાં મુન્દ્રા ખાતે ૨૪ સપ્ટેમ્બર, ૧૯૦૯ના રોજ થયો હતો. ભૂજમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ તેઓએ મુંબઇની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાંથી કર્યું. ૧૯૩૫માં મુંબઈ નેશનલ મેડિકલ કોલેજમાંથી એલ.સી.પી.એસ.ની ડિગ્રી મેળવી શરૂઆતનાં વર્ષોમાં ત્યાં જ અને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય કર્યો. ભૂજ અને મુંબઇમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ તેમને થયો હતો. તેઓ નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચુક્યા હતા.

૬ જૂન, ૧૯૬૮ને દિવસે કેન્સરથી તેમનું માંડવીમાં અવસાન થયું હતું.

વાર્તાસંગ્રહ

[ફેરફાર કરો]
  • ફોરાં (૧૯૪૪)
  • વહેતાં ઝરણાં (૧૯૫૨)
  • ખરા બપોર (મરણોત્તર, ૧૯૬૮)

પારિતોષિક

[ફેરફાર કરો]

તેમણે સાહિત્ય ક્ષેત્રમાં કરેલા પ્રદાન બદલ તેમનું ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકથી સન્માન કરવામાં આવ્યું હતું.

સંદર્ભો

[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]