જયગઢનો કિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
જયગઢનો કિલ્લો
Part of જયપુર
આંબેર, રાજસ્થાન, ભારત
Rajasthan-Jaipur-Jaigarh-Fort-compound-Apr-2004-00.JPG
જયગઢ કિલ્લો
જયગઢનો કિલ્લો is located in Rajasthan
જયગઢનો કિલ્લો
જયગઢનો કિલ્લો
Coordinates 26°59′09″N 75°51′03″E / 26.9859°N 75.8507°E / 26.9859; 75.8507
Type કિલ્લો
Site information
Controlled by રાજસ્થાન સરકાર
Open to
the public
હા
Condition સારી
Site history
Built ૧૭૨૬
Built by સવાઇ જયસિંહ દ્વિતિય
Materials લાલ પથ્થર

જયગઢ કિલ્લો, જે જયપુરથી લગભગ ૧૫ કિમી દૂર આવેલો છે, એ ભારતના સૌથી સુંદર કિલ્લામાંનો એક છે, તેનું સંપૂર્ણ બાંધકામ હજી પણ અકબંધ છે. જયગઢ કિલ્લો ટેકરીની ઉપર છે, આમેરનો કિલ્લો તળેટીમાં છે. આ બંને કોટ સારી રીતે સંરક્ષીત માર્ગોથી જોડાયેલાં છે. ઘણાં લોકો આ બંને કિલ્લાને એકજ સંકુલનો ભાગ માને છે.[૧]

જૈવાન તોપ

જયગઢનો કિલ્લો રજપૂતોનું તોપ ઉત્પાદનનું કારખાનું હતું. આ કિલ્લામાં પૈડાં પર સરકતી વિશ્વની સૌથી મોટી તોપ આવેલી છે જેનું નામ જૈવાન છે. અહીંની ભઠ્ઠી પ્રવાસીઓને સુંદર માહિતી આપે છે. રણમાં વહેતી હવાને તેઓ જે રીતે અગ્નિ સુધી લઈ જતાં તે ખૂબ રોમાંચક છે. ૫ કિમી લાંબી નહેર ટેકરીઓ પરથી પાણીને કિલ્લા સુધી લઈ આવે છે અને તેને સૈનિકોમાટે કિલ્લામાં સંગ્રહે છે. આની કેંદ્રમાં એક મોટા ટાંકામાં પાણી સંગ્રહવામાં આવે છે. એક કહેવાય છે કે આ ટાંકા નીચેના ખંડનો ઉપયોગ આમેરના રાજા મહારાજા રાજ પરિવારની ધન સંપત્તિ સંગ્રહવા કરતાં. એક કહેવાય છે ૧૯૭૫-૧૯૭૭ના કાળની કટોકટીના સમયે તે સમયના વડા પ્રધાન ઈન્દિરા ગાંધી એ આ ટાંકાને ખોલાવ્યો આવ્યો હતો. રણની ક્ષિતેજમાં વિલિન થતી અરવલ્લીની ઉજ્જડ ટેકરીઓના દ્રશ્યને કલ્લકો નિહાળવાનું મન થઈ આવે છે.[૨][૩]

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]