જયશંકર પ્રસાદ

વિકિપીડિયામાંથી
જયશંકર પ્રસાદ
જન્મ(-01-30)January 30,
વારાણસી, ભારત
મૃત્યુJanuary 14, 1937(1937-01-14) (ઉંમર 46)
વારાણસી, ભારત
વ્યવસાયલેખક, કવિ, નાટ્યકાર
રાષ્ટ્રીયતાભારત

મહાકવિના રૂપમાં સુવિખ્યાત એવા જયશંકર પ્રસાદ (૧૮૮૯-૧૯૩૭) હિંદી સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તિતલી, કંકાલ અને ઇરાવતી જેવી નવલકથાઓ તથા આકાશદીપ, મધુઆ અને પુરસ્કાર જેવી નવલિકાઓ એમના ગદ્ય લેખન ક્ષેત્રે અપૂર્વ ઊંચાઇઓ દર્શાવે છે. કાવ્ય સાહિત્યમાં કામાયની બેજોડ કૃતિ છે. કથા સાહિત્ય ક્ષેત્રમાં પણ એમનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભાવના-પ્રધાન વાર્તાઓના લેખન કાર્યમાં તેઓ અનુપમ હતા. એમના પાંચ વાર્તા-સંગ્રહ, ત્રણ નવલકથા (ઉપન્યાસ) તથા લગભગ બાર જેટલા કાવ્ય-ગ્રંથ ઉપલબ્ધ છે.

જીવન[ફેરફાર કરો]

એમનો જન્મ ૩૦મી જાન્યુઆરી, ૧૮૯૦ના રોજ વારાણસી નગરમાં થયો હતો. એમણે પ્રારંભિક શિક્ષણ આઠમા ધોરણ સુધી લીધું, પરંતુ ઘરે રહી સંસ્કૃત, અંગ્રેજી, પાલી, પ્રાકૃત ભાષાઓનું અધ્યયન કરતા. ત્યાર બાદ એમણે ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, દર્શન, સાહિત્ય તથા પુરાણ કથાઓનું એકનિષ્ઠ સ્વાધ્યાય શરુ કર્યું. એમના પિતા દેવી પ્રસાદ તમાકુ અને છીંકણી (સુંઘની)નો વ્યવસાય કરતા હતા, આથી એ સમયમાં વારાણસી ખાતે એમનો પરિવાર સુંઘની સાહૂના નામથી પ્રસિદ્ધ હતો.

૧૪મી જાન્યુઆરી, ૧૯૩૭ના રોજ વારાણસી શહેર ખાતે એમનું અવસાન થયું હતું.