જરુલ

વિકિપીડિયામાંથી

લેજરેસ્ટ્રોમિયા સ્પેસિઓસા અથવા જરુલ (જે પ્રાઇડ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે.) [૧]લેજસ્ટ્રોમિયાની એક પ્રજાતિ છે, જે ઉષ્ણકટિબંધીય દક્ષિણ એશિયામાં જોવા મળે છે.

નામો[ફેરફાર કરો]

વૃદ્ધિ[ફેરફાર કરો]

જરુલના વૃક્ષની છાલ, કોલકાતા, પશ્ચિમ બંગાળ.

જરુલ નાના-મધ્યમ કદનું હોય છે, જે ૨૦ મીટર સુધી વધે છે અને લીસી છાલ ધરાવે છે. તેના પાન અંડાકાર લંબગોળ ૮-૧૫ સેમી સુધીના લાંબા અને ૩-૭ સેમી પહોળાઇ ધરાવે છે અને ટોચ અણીયારી હોય છે. તેના ફૂલ છ સફેદ-જાંબલી ભાગ ધરાવે છે અને ૨ થી ૩.૫ સેમી લાંબા હોય છે. ફૂલ ઉનાળાના સમયે વર્ષમાં એક વાર જ ખીલે છે.

ખેતી અને ઉપયોગ[ફેરફાર કરો]

તે દક્ષિણ પૂર્વ એશિયા, ભારત અને ફીલીપાઈન્સમાં ઉગાડવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય અને સમઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં સુશોભન છોડ તરીકે પણ તેનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. તેના પાંદડા અને અન્ય ભાગો ચા તૈયાર કરવામાં ફિલિપાઇન્સ, તાઇવાન અને જાપાનમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. ફિલીપાઇન્સના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ (ડીઓએચ) દ્વારા તેને ૬૯ હર્બલ વનસ્પતિઓની યાદીમાં મૂકવામાં આવેલ છે.[૨] વિયેટનામમાં છોડના નાના પાંદડા શાકભાજી તરીકે ખાવામાં આવે છે, અને તેના જૂના પાંદડા અને પરિપક્વ ફળ લોહીમાં શર્કરા ઘટાડવા માટે પરંપરાગત દવાઓમાં વપરાય છે.[૩]

માન્યતા[ફેરફાર કરો]

જરુલને ભારતના મહારાષ્ટ્રના રાજ્ય ફૂલ તરીકે ઓળખવામાં આવે છે.[૪]

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Lagerstroemia speciosa (L.) Pers. pride of India." PLANTS Profile, United States Department of Agriculture / Natural Resources Conservation Service. Retrieved 2008-07-15.
  2. Eduardo B. Principe and Aurora S. Jose (2002). "Propagation Management Of Herbal and Medicinal Plants" (PDF). Research Information Series On Ecosystems. મેળવેલ 25 January 2013.[હંમેશ માટે મૃત કડી]
  3. Tanaka, Yoshitaka; Van Ke, Nguyen (2007). Edible Wild Plants of Vietnam: The Bountiful Garden. Thailand: Orchid Press. પૃષ્ઠ 90. ISBN 9745240893.
  4. "Maharashtra State Symbols". www.onlinesaraswati.com. મૂળ માંથી 2019-10-20 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-17.
  • Huxley, A., ed. (1992). New RHS Dictionary of Gardening 3: 10.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]