જહાંગીર પેસ્તનજી ખંભાતા
જહાંગીર પેસ્તનજી ખંભાતા (૧૮૫૬–૧૯૧૬) પારસી રંગભૂમિના અભિનેતા, દિગ્દર્શક અને વ્યવસ્થાપક તેમજ ગુજરાતી રંગભૂમિના નાટ્યકાર હતા.
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]ખંભાતાનો જન્મ ૧૮૫૬માં મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. તેમનો ઉછેર ખંભાત, ગુજરાતમાં થયો હતો અને નાની ઉંમરે નાટકના ક્ષેત્ર સાથે જોડાયા હતા. ૧૪ વર્ષની ઉંમરે, તેમણે કેખુશરૂ કાબરાજીના નાટક જમશેદ (૧૮૭૦)માં અરનવાઝની ભૂમિકા માટે પ્રશંસા મેળવી હતી. તેમણે સ્ત્રી ભૂમિકાઓ પણ ભજવી હતી. વિક્ટોરિયા થિયેટ્રિકલ કંપની દ્વારા નિર્મિત અરામના નાટક બેનઝીર-બદ્રેમુનીર (૧૮૭૨) માં મહરુ પરીની ભૂમિકા માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી.[૧]
કારકિર્દી
[ફેરફાર કરો]ખંભાતા શેક્સપિયરના નાટકો જોવા ઇંગ્લેન્ડની મુલાકાત લેવા ઇચ્છતા હતા, પરંતુ તે કરી શક્યા નહીં કારણ કે તેમની ટુકડી જે વહાણમાં સવાર હતી તે પૂર્વ તરફ આગળ વધી હતી અને તેમણે ૧૮૭૫માં બર્મા, જાવા, સુમાત્રા અને આંદામાન ટાપુઓનો પ્રવાસ કર્યો હતો.[૧][૨] દિલ્હીના તેમના મિત્ર લાલસિંહ દુલ્હાસિંગની મદદથી તેમણે એમ્પ્રેસ વિક્ટોરિયા થિયેટ્રિકલ કંપનીની સ્થાપના કરી જે ૧૮૭૬ થી ૧૮૭૮ સુધી કાર્યરત હતી.[૧][૩] તેમણે શેક્સપિયરના પેરિકલ્સ પર આધારિત નાટક ખુદાદાદ (૧૮૯૮) નું નિર્માણ કર્યું જેમાં મેરી ફેન્ટન અને કાવસજી પાલનજી ખટાઉ એ અભિનય કર્યો હતો.[૪] ખટાઉ અને ખંભાતા પાછળથી અલગ થઈ ગયા.[૩] ખંભાતાએ પાછળથી આલ્ફ્રેડ અને હિન્દી થિયેટર કંપનીઓ સાથે પણ કામ કર્યું હતું.[૫]
તેઓ ઉત્તર ગુજરાતના પરંપરાગત કલાકાર એવા નાયક અને ભોજક જ્ઞાતિના યુવા કલાકારોને નાટકોમાં લઈ આવ્યા. તેમણે પારસી સામાજિક રિવાજો પર પાંચ નાટકો લખ્યા હતા જેમાંનું જુદ્દીન ઝઘડો (૧૯૦૫), એક પારસી માણસ, તેની બિનપારસી પત્ની અને તેમના પુત્રની સત્ય ઘટનાથી પ્રેરિત એક પ્રહસન છે.[૧][૬] માહરો નાટકી અનુભવ (૧૯૧૪) એ તેમનું ગુજરાતીમાં લખાયેલું સંસ્મરણ છે.[૧][૨][૭] તે પારસી સાપ્તાહિકમાં ૬૨ લેખો તરીકે પ્રકાશિત થયો હતો. પ્રારંભિક લેખોમાં તેમના જન્મ, માતા-પિતા, શિક્ષણ અને રંગભૂમિમાં તેમની રુચિની શરૂઆતનું વર્ણન કરે છે. અન્ય લેખોમાં તે સમયની નાટક મંડળીઓનું વર્ણન કરે છે પરંતુ તેમની વ્યક્તિગત ભૂમિકાઓનું ભાગ્યે જ વર્ણન કરે છે.[૫]
મૃત્યુ
[ફેરફાર કરો]ખંભાતાનું ૧૯૧૬માં અવસાન થયું હતું.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Bhojak, Dinkar J. (2004). "Khambata, Jehangir Pestonji". માં Lal, Ananda (સંપાદક). Oxford Companion to Indian Theatre (અંગ્રેજીમાં). Oxford University Press. doi:10.1093/acref/9780195644463.001.0001. ISBN 9780195644463 – Oxford Reference વડે. (લવાજમ જરૂરી)
- ↑ ૨.૦ ૨.૧ The Indian Journal of English Studies: The Official Organ of the Indian Association for English Studies. 5. Orient Longmans. 1964. પૃષ્ઠ 14.
- ↑ ૩.૦ ૩.૧ Hansen, Kathryn (1998). "Stri Bhumika: Female Impersonators and Actresses on the Parsi Stage". Economic and Political Weekly. 33 (35): 2291–2300 – JSTOR વડે.
- ↑ Poonam Trivedi; Dennis Bartholomeusz (2005). India's Shakespeare: Translation, Interpretation and Performance. Pearson Education India. પૃષ્ઠ 243. ISBN 978-81-317-9959-8.
- ↑ ૫.૦ ૫.૧ Kathryn Hansen (1 December 2013). Stages of Life: Indian Theatre Autobiographies. Anthem Press. પૃષ્ઠ 33–34, 340. ISBN 978-1-78308-098-4.
- ↑ Christine Gledhill; Linda Williams (8 May 2018). Melodrama Unbound: Across History, Media, and National Cultures. Columbia University Press. પૃષ્ઠ 171. ISBN 978-0-231-54319-4.
- ↑ Hansen, Kathryn (1999). "Making Women Visible: Gender and Race Cross-Dressing in the Parsi Theatre". Theatre Journal. 51 (2): 127–147. doi:10.1353/tj.1999.0031. JSTOR 25068647.